ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અંધશ્રદ્ધાએ લીધો બાળકનો જીવ! સર્પદંશ બાદ હોસ્પિટલના બદલે લઈ જવાયેલો ભૂવા પાસે

ભરૂચ / અંધશ્રદ્ધાએ લીધો બાળકનો જીવ! સર્પદંશ બાદ હોસ્પિટલના બદલે લઈ જવાયેલો ભૂવા પાસે

Last Updated: 03:23 PM, 4 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભરૂચના આમોદમાં અંધશ્રદ્ધાએ એક બાળકનો ભોગ લઈ લીધો. બાળકને સાપે ડંખ માર્યા પછી તેને હોસ્પિટલ લઈ જવાના બદલે ભૂવા પાસે લઈ જવામાં આવ્યો. ત્યારે વિજ્ઞાનજાથાની માગ છે કે ભૂવા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.

ADVERTISEMENT

ગાંધીનગર: આપણે ભલે સ્માર્ટફોન વાપરતા થઈ ગયા અને આધુનિક બની ગયા, પણ હજુ પણ સમાજમાં કેટલીક એવી બદીઓ છે કે જેનો ઉકેલ લાવવા માટે સરકાર મથી રહી છે પણ તેનું પરિણામ ક્યારે આવશે એ કંઈ કહેવાય નહીં. તાજેતરમાં જ ગુજરાત વિધાનસભામાં રાજ્ય સરકાર દ્વારા અંધશ્રદ્ધાને ડામવા માટે બિલ પસાર કરવામાં આવ્યું છે અને આ બિલને રાજ્યપાલે મંજૂરી આપી હતી. ત્યારે હવે ભરૂચથી સરકારના પ્રયાસોથી વિરોધાભાસી એક એવો કિસ્સો સામે આવી રહ્યો છે જેમાં અંધશ્રદ્ધાને કારણે એક બાળકનો જીવ ગયો.

PROMOTIONAL 13

ભરૂચના આમોદમાં અંધશ્રદ્ધાએ એક બાળકનો ભોગ લઈ લીધો. બાળકને સાપે ડંખ માર્યા પછી તેને હોસ્પિટલ લઈ જવાના બદલે ભૂવા પાસે લઈ જવામાં આવ્યો. ત્યારે અંધશ્રધાના કારણે બાળકનો જીવ ગયો છે. ત્યારે હવે આ ભુવા સામે કાયદેસરની કાર્યવાહી કરવાની વિજ્ઞાન જાથાની માંગ છે. વિજ્ઞાનજાથાની માગ છે કે ભૂવા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.

આ પણ વાંચો: ગજબ ફાયદાકારક છે આ લીલું કાંટાળું શાક! સેવન કરવાથી અનેક રોગોથી મળે છે રાહત

વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ આ ઘટના અંગે કહ્યું કે અંધશ્રધ્ધાના કારણે એક બાળકનો જીવ ગયો. અમે ભરૂચ જઈને બાળકના માતા-પિતાને સમજાવીશું. સાથે જ જયંત પંડ્યાએ એમ પણ કહ્યું કે સરકારે વિધાનસભામાં પસાર કરેલા બિલને રાજ્યપાલે મંજુરી આપી છે. ત્યારે હવે બિલની કડક અમલવારી થાય તે માટે અમે માગ કરી છે.'

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Superstition Bharuch
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ