ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / રેલવેમાં 2008 પદ માટે નીકળી બંપર ભરતી, પરીક્ષા વિના સીધી ભરતી થશે, જાણો કઈ રીતે કરશો અપ્લાય
Last Updated: 12:46 PM, 5 October 2026
ADVERTISEMENT
રેલવેમાં સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. નોર્થ વેસ્ટર્ન રેલવેએ 2008 એપ્રેન્ટિસ પદ માટે ભરતી જાહેર કરી છે અને તેના માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા 7 ઓક્ટોબરથી શરૂ થશે.આ ભરતીની ખાસ વાત એ છે કે ઉમેદવારોની પસંદગી માટે કોઈ લેખિત પરીક્ષા લેવામાં આવશે નહીં. 10મા ધોરણ અને ITIમાં મેળવેલા માર્ક્સના આધારે મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. અરજી કરવાની છેલ્લી તારીખ 6 નવેમ્બર 2026 છે.
ADVERTISEMENT
નોર્થ વેસ્ટર્ન રેલવેના રિક્રૂટમેન્ટ સેલ દ્વારા અજમેર, બીકાનેર, જયપુર અને જોધપુર સહિતના વિવિધ ડિવિઝન અને વર્કશોપ માટે એપ્રેન્ટિસની ભરતી કરવામાં આવી રહી છે. આ ભરતીમાં ઇલેક્ટ્રિશિયન, કોપરેન્ટર, પેઇન્ટર સહિતના વિવિધ ટ્રેડ માટે જગ્યાઓ છે.આ ભરતીમાં ડિવિઝનલ રેલવે મેનેજર ઓફિસ જયપુરમાં 580, બીકાનેરમાં 524, અજમેરમાં 500 અને જોધપુરમાં 134 જગ્યાઓ છે. આ ઉપરાંત BTC કેરેજ અજમેરમાં 101, BTC લોકો અજમેરમાં 69, કેરેજ વર્કશોપ જોધપુરમાં 67 અને કેરેજ વર્કશોપ બીકાનેરમાં 33 જગ્યાઓ છે. કુલ 2008 પદ ભરવામાં આવશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ ભરતી માટે ઉમેદવારે માન્ય બોર્ડમાંથી ઓછામાં ઓછા 50 ટકા માર્ક્સ સાથે ધોરણ 10 પાસ કરેલું હોવું જરૂરી છે. સાથે જ સંબંધિત ટ્રેડમાં NCVT અથવા SCVT પાસેથી નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ અથવા ITIનું પ્રમાણપત્ર હોવું જોઈએ.ઉમેદવારની ઉંમર 6 નવેમ્બર 2026ના રોજ ઓછામાં ઓછી 15 વર્ષ અને વધુમાં વધુ 24 વર્ષ હોવી જોઈએ. SC અને ST કેટેગરીના ઉમેદવારોને મહત્તમ ઉંમરમાં 5 વર્ષની છૂટ મળશે, જ્યારે OBC ઉમેદવારોને 3 વર્ષની છૂટ મળશે. એક્સ-સર્વિસમેન ઉમેદવારોને પણ નિયમ મુજબ ઉંમરમાં છૂટ આપવામાં આવશે.
ADVERTISEMENT
આ ભરતીમાં ઉમેદવારો માટે કોઈ લેખિત પરીક્ષા લેવામાં આવશે નહીં. 10મા ધોરણ અને ITIમાં મેળવેલા માર્ક્સના આધારે મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે.જો બે ઉમેદવારોના માર્ક્સ સરખા હશે તો વધુ ઉંમરના ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવશે. જો ઉંમર પણ સરખી હોય તો જે ઉમેદવારે ધોરણ 10ની પરીક્ષા વહેલી પાસ કરી હશે તેને પ્રાથમિકતા આપવામાં આવશે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ ડબલ ડેકર, ગરીબ રથ, વંદે ભારત સહિત 24 ટ્રેનો રદ, બુકિંગ પહેલા નજર મારી લેજો
ADVERTISEMENT
ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવા માટે RRC જયપુરની સત્તાવાર વેબસાઇટ પર જવાનું રહેશે. હોમપેજ પર આપેલા Quick Linkમાં Online/E Applicationની લિંક પરથી અરજી કરી શકાશે.અરજી દરમિયાન ઉમેદવારે આધાર નંબર, પિતાનું નામ, જન્મ તારીખ, મોબાઇલ નંબર અને ઈમેલ આઈડી સહિતની માહિતી ભરવાની રહેશે. ત્યારબાદ 10મા ધોરણ અને ITI સાથે જોડાયેલી શૈક્ષણિક વિગતો ભરવાની રહેશે.ઉમેદવારે પોતાનો ફોટો અને સહી પણ અપલોડ કરવાની રહેશે. અરજી ફોર્મ સંપૂર્ણ રીતે ભર્યા બાદ તેનું પ્રિન્ટઆઉટ કાઢીને પોતાની પાસે રાખવું જરૂરી રહેશે.
SC, ST, PwBD કેટેગરીના ઉમેદવારો અને તમામ મહિલા ઉમેદવારો માટે અરજી ફી લેવામાં આવશે નહીં. અન્ય તમામ કેટેગરીના ઉમેદવારોએ 100 રૂપિયાની અરજી ફી ચૂકવવાની રહેશે.આ ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા 7 ઓક્ટોબર 2026થી શરૂ થશે. ઉમેદવારો 6 નવેમ્બર 2026 સુધી અરજી કરી શકશે. અરજી કરતા પહેલા ઉમેદવારોએ સત્તાવાર ભરતીની સૂચના વાંચીને પોતાની લાયકાત અને દસ્તાવેજોની વિગતો ચોક્કસ ચકાસી લેવી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Besan Biscuit Recipe / 1 કપ બેસનથી કડાઇમાં બનાવો બજાર જેવા ક્રિસ્પી બિસ્કિટ, નોંધી લો સરળ રેસિપી