ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Tech & Auto / pubg loses 82 % of its players in 22 months

રિપોર્ટ / પબજીના વળતા પાણી: 82 ટકા એકટિવ પ્લેયર્સ ઓછાં થયા

Published By: Kavan

Last Updated: 04:34 PM, 5 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુનિયાની સૌથી લોકપ્રિય મનાતી પબજી(પ્લેયર્સ અનનોન બેટલગ્રાઉન્ડ્)નો દબદબો હવે ઘટી રહ્યો છે. આઇકોનિક બેટલ રોયેલ ગેમ હવે જાન્યુઆરી, 2018ની સ્થિતિ સાથે સરખામણી કરીએ તો 82 ટકા એકટિવ પ્લેયર ગુમાવી ચુક્યું છે. in માં ગુમાવી ચૂકી છે.જાન્યુઆરી,2018માં પબજી પર સૌથી વધુ પ્લેયર્સ એકટિવ હતા.

ADVERTISEMENT

  • પબજીના વળતા પાણી
  •  82 ટકા એકટિવ પ્લેયર્સ ઓછા થયાં
  • જાન્યુઆરી,2018માં સૌથી વધુ પબજી પ્લેયર્સ એક્ટિવ હતા 

સ્ટીમ ચાર્ટ્સના ડેટા અનુસાર છેલ્લા ચાર અઠવાડિયામાં મહિને સરેરાશ 2,88,488 પ્લેયર્સ પબજી રમતા હતા. જયારે આ જાન્યુઆરી આ સંખ્યા 15,84,886 હતી. જૂન, 2018માં દુનિયાભરમાંથી 400 મિલિયન પ્લેયર્સ લોગઇન થયા હતા.2018ની શરુઆતથી પબજી પર 10 લાખ જેટલા પ્લેયર્સ રમતા હતા જેમાં સપ્ટેમ્બર 2018થી ઘટાડો થયો હતો.

New Character Coming In PUBG

ગેમ ડેવલપર્સ લાવી રહ્યા છે નવું અપડેટ

પ્લેયર્સની ઘટતી સંખ્યાને ધ્યાનમાં લઇને ગેમના ડેવલપર્સ ઝડપથી નવા અપડેટ્સ લાવી રહ્યા છે.જેથી અત્યારે છે તે પ્લેયર્સ ઝડપથી પોપ્યુલર થઇ રહેલી કોલ ઓફ ડયુટી,ફોર્ટ નાઇટ કે અન્ય ગેમની સાથે પબજી સાથે જોડાયેલા રહે.ઉપરાંત જે પ્લેયર્સ હાલ પબજી ઓછું રમે છે અથવા રમતા નથી તેઓ ફરી પાછા આવે. 

ઓકટોબરમાં અપડેટ 5.1 રજૂ થયું

પબજીમાં ગત ઓકટોબરમાં અપડેટ 5.1 રજૂ કર્યું છે.જેમાં મીરામાર મેપ અપડેટ કરવા ઉપરાંત પેલોડ મોડ સહિતના નવા વેપન્સ,વેહિકલ અને ફિચર્સ રજુ કરાયા છે. પબજી ફોર્ટનાઇટ પાસેથી પ્રેરણા લઇને વેન્ડિંગ મશીન રજૂ કરી રહ્યું છે. જો કે તે પ્લેયર્સને પેઇનકિલર્સ અને એનર્જી ડ્રિંક્સ જ આપશે. નવી સીઝન સાથે એક નવો સર્વાઇવર પાસ બેડલેન્ડ્સ આવી રહ્યો છે.પબજીના ડેવલપર્સ નવી કમ્યુનિટિ મિશન સિસ્ટમ પણ રજૂ કરી રહ્યાં છે. 

New PUBG Anti Cheat System to Curb Cheating on the Platform

melee વેપન એનેમી પર ફેંકી શકાશે 

નવું અપડેટ ટેસ્ટ સર્વર પર લાઇવ કરાયું હતું અને તે હવે મેઇન સર્વર પર આવી રહ્યું છે.પરંતુ પ્લેયર્સને ગમે તેવું નવું ફિચર એ હશે કે હવે melee વેપન એનેમી પર ફેંકી શકાશે.આ ઉપરાંત પ્લેયર્સ તેમના સાથીઓને દૂરથી મેડિકીટ,બેન્ડેજ,એમો સહિતની ચીજ ફેંકીને આપી શકશે

સંકળાયેલા મુદ્દાઓ

PUBG Technology players ગુજરાતી ન્યૂઝ પબજી Report

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ