ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / માનવતા શર્મસાર! ગર્ભવતી મહિલાએ હોસ્પિટલમાં જમીન પર જ બાળકને જન્મ આપ્યો

VIDEO / માનવતા શર્મસાર! ગર્ભવતી મહિલાએ હોસ્પિટલમાં જમીન પર જ બાળકને જન્મ આપ્યો

Published By: Jinal Chauhan

Last Updated: 05:35 PM, 2 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હરિદ્વારમાં સોમવારની રાત્રે એક ગર્ભવતી મહિલા પ્રસૂતિ માટે જિલ્લા હોસ્પિટલ પહોંચી હતી, પરંતુ ડૉક્ટરે તેની ડિલિવરી કરવાની ના પાડી. જેથી હેરાન થઈ રહેલી મહિલાએ હોસ્પિટલમાં જમીન પર જ બાળકીને જન્મ આપ્યો.

ADVERTISEMENT

હરિદ્વારમાં માનવતા શર્મસાર થઈ છે. જિલ્લાની મહિલા હોસ્પિટલમાં એક મજૂરની પત્નીનો હોસ્પિટલમાં દાખલ કરવાની હોસ્પિટલ સ્ટાફે ના પાડી દીધી હતી. જેને લઈને પ્રસૂતાએ હોસ્પિટલમાં ફ્લોર પર જ બાળકીને જન્મ આપી દીધો છે. જેનો વીડિયો પણ સામે આવ્યો છે.આ વીડિયોમાં મહિલા હોસ્પિટલમાં ભોયતળિયા પર બેસીને દુખાવાથી હેરાન થઈ રહી છે.

શું બન્યું હતું?

સોમવારની રાત્રે બ્રહ્મપુત્ર વિસ્તારમાંથી એક ગર્ભવતી મહિલાને પ્રસૂતિ માટે જિલ્લા મહિલા હોસ્પિટલ, હરિદ્વાર લાવવામાં આવી હતી. રાત્રે આશરે 9:30 વાગ્યે મહિલાને દાખલ કરવામાં આવી, પરંતુ ડ્યુટી પર હાજર ડૉક્ટરે તેને દાખલ કરવાની ના પાડી દીધી હતી. ડોક્ટર સલોનીએ કહ્યું કે હોસ્પિટલમાં ડિલેવરી નથી થતી.

ડોક્ટરે ગેરવર્તન કર્યું

આરોપ છે કે ડૉક્ટરે દર્દીની સાથે આવેલી આશા કાર્યકર સાથે પણ ગેરવર્તન કર્યું હતું.ગર્ભવતી મહિલા દુખાવાથી કણસતી રહી, છતાં ડૉક્ટરે ધ્યાન આપ્યું નહીં. પછી આશા કાર્યકર અને અન્ય સ્ટાફની મદદથી મહિલાએ હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યો.ડિલિવરી બાદ હોસ્પિટલએ મહિલાને દાખલ કરી લીધી હતી.

vtv_app_add.width-800

આ પણ વાંચોઃ દશેરાના દિવસે ગુજરાતમાં અધધધ 3300 કરોડ રૂપિયાના વાહનો વેચાયા

હરિદ્વારની આ ઘટનાની મહિલા આયોગે નોંધ લીધી છે. આયોગની અધ્યક્ષ કસુમ કંડવાલે કહ્યું છે કે ગર્ભવતી મહિલાની સાથે થયેલું અમાનવીય વર્તન ચલાવી લેવાશે નહીં. આયોગે સીએમઓ આર.કે. સિંહ અને કમલ જોશીને તપાસ કરવાનો આદેશ આપ્યો છે. તપાસ પછી ડ્યુટી પર રહેલા ડૉક્ટરો સામે નિયમ મુજબ કાર્યવાહી થશે જેથી ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને.

કૉંગ્રેસના કાર્યકરોએ જિલ્લા મહિલા હોસ્પિટલમાં ડૉક્ટર દ્વારા ગર્ભવતી મહિલાની સાથે થયેલા અમાનવીય વર્તનનો વિરોધ કર્યો. બુધવારે તેમણે પીએમએસના કાર્યાલય સામે ધરણા કર્યા અને પીએમએસને માળા પહેરાવીને વિરોધ કર્યો હતો. આક્ષેપ છે કે ડૉક્ટરનાં ખરાબ વર્તનને કારણે ગર્ભવતી મહિલાએ હોસ્પિટલના ફ્લોર પર જ બાળકને જન્મ આપ્યો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Haridwar hospital incident Pregnant woman gives birth on floor Inhuman behavior in hospital

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ