બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / દશેરાના દિવસે ગુજરાતમાં અધધધ 3300 કરોડ રૂપિયાના વાહનો વેચાયા

GST ઇફેક્ટ / દશેરાના દિવસે ગુજરાતમાં અધધધ 3300 કરોડ રૂપિયાના વાહનો વેચાયા

Krutarth Joshi

Last Updated: 05:59 PM, 2 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દશેરાને વાહન ખરીદી માટે પવિત્ર માનવામાં આવે છે. આ શુભ પ્રસંગે લોકો વાહન ખરીદવા માટે રાહ જોતા હોય છે. દશેરાનો તહેવાર કોઇ પણ શુભ કાર્ય અને નવી ખરીદી માટે ખુબ જ પવિત્ર માનવામાં આવે છે.

Ahmedabad News : સામાન્ય રીતે દશેરાના તહેવારનાં દિવસે લોકો નવા વાહનની ખરીદી મોટા પ્રમાણમાં કરતા હોય છે.. એેમાં પણ આ વર્ષે તો સોને પે સુહાગા, GST ઘટતા બાઈકમાં 10 હજાર અને કારમાં 1 લાખ આસપાસ ફાયદો થઈ રહ્યો છે ત્યારે આજે રાજ્યમાં 44 હજાર ટુ વ્હીલર અને 10 હજાર કારનું વેચાણ થયું હતું. એમાંથી 6 હજાર ટુ વ્હીલર અને 2400 કારનું વેચાણ તો માત્ર અમદાવાદમાં જ નોંધાયું હતું. નવરાત્રી દરમિયાન સમગ્ર ગુજરાતભરમાં અધધધ 3300 કરોડના વાહનોનું વેચાણ થયું છે. GST ઘટતા વેપારીઓ અને ગ્રાહકોમાં બંને પક્ષે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

સેંકડો લોકો દશેરાની રાહ જોતા હોય છે

અત્રે ઉલ્લેખનીય છે કે, દશેરાને વાહન ખરીદી માટે પવિત્ર માનવામાં આવે છે. આ શુભ પ્રસંગે લોકો વાહન ખરીદવા માટે રાહ જોતા હોય છે. દશેરાનો તહેવાર કોઇ પણ શુભ કાર્ય અને નવી ખરીદી માટે ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. આ દિવસે ખરીદી માટે અત્યંત પવિત્ર અને ફળદાયી માનવામાં આવે છે. જ્યોતિષીય ગણતરીએ અનુસાર વર્ષ 2025 માં દશેરા ક્યારે છે અને વાહન ખરીદી માટેનો સૌથી શુભ સમયગાળો માનવામાં આવે છે.

ગુજરાત ભાજપ નવા પ્રદેશ પ્રમુખની રેસમાં 6 નામો હોટ ફેવરિટ, ત્રણ નામોએ ચોંકાવ્યા

આ વખતે દશેરામાં હતા અનેક સંયોગ

જ્યોતિષીય ગણતરી અનુસાર આ શુભ સમય દરમિયાન દશમી અને એકાદશી તિથિનો સમન્વય રહેવાથી દશેરાને વિજયાદશમી પણ કહેવામાં આવે છે. આ દિવસે વાહન ખરીદી અને વિધિવત પૂજા કરવી ખુબ જ ફાયદાકારક અને શુભ સમૃદ્ધિકારક માનવામાં આવે છે. આ મુહૂર્તમાં કરેલી ખરીદી લાંબા સમય સુધી લાભ આપનારી નિવડે છે. જેથી લોકો દશેરાના દિવસે ખાસ વાહનોની ખરીદી કરતા હોય છે. આ વખતે સરકાર દ્વારા જીએસટીમાં રાહત આપવાનાં કારણે વિવિધ ગાડીઓમાં 1 લાખથી 4 લાખ રૂપિયા સુધીનો ફાયદો થઇ રહ્યો છે. જેનાં કારણે લોકો ગાડીની ખરીદીમાં રસ દેખાડી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News Vehicles worth Rs 3300 crore were sold in Gujarat Dussehra day
Krutarth Joshi

Krutarth Joshi working as Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ