બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાત ભાજપ નવા પ્રદેશ પ્રમુખની રેસમાં 6 નામો હોટ ફેવરિટ, ત્રણ નામોએ ચોંકાવ્યા

ચર્ચા / ગુજરાત ભાજપ નવા પ્રદેશ પ્રમુખની રેસમાં 6 નામો હોટ ફેવરિટ, ત્રણ નામોએ ચોંકાવ્યા

Jay Bhatt

Last Updated: 03:12 PM, 2 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની ચૂંટણીનો સમગ્ર કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે, જેમાં આવતીકાલે એટલે કે 3જી ઓક્ટોબરના રોજ ચૂંટણીની પ્રક્રિયા કરવામાં આવશે. બે દિવસ બાદ નવા પ્રમુખ મળી જશે, ત્યારે રેસમાં 6 નામો હોટ ફેવરિટ છે જેમાં ત્રણ નામોએ સૌને ચોંકાવ્યા છે.

4 ઓક્ટોબરે ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત થઈ શકે છે, જેની તૈયારીઓ ગાંધીનગર કમલમ ખાતે આદરી દેવામાં આવી છે. આવતીકાલે ત્રણ ઓક્ટોબરના રોજ ગુજરાત રાજ્યના પ્રદેશ પ્રમુખ અને રાષ્ટ્રીય પરિષદના સભ્યોની ચૂંટણીની પ્રક્રિયા કરવામાં આવશે.સવારે 11:00 વાગ્યાથી બે વાગ્યા સુધી ફોર્મ સ્વીકારવાની, બપોરે ત્રણ વાગ્યાથી ચાર વાગ્યા સુધી ફોર્મ ચકાસણી અને સાંજે 5 વાગ્યા થી 5:30 વાગ્યા સુધી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા કરવામાં આવશે, જે બાદ 4 ઓક્ટોબરના રોજ સવારે 10થી 11 વાગ્યા સુધીમાં મતદાન થશે. મતગણતરી અને પ્રદેશ પ્રમુખની જાહેરાત 12 વાગ્યાની આસપાસ કરવામાં આવશે.

આ નામો રેસમાં સૌથી આગળ

જેનું નામ મોવડીમંડળે નક્કી કર્યું હોય એ વ્યક્તિ જ ભરશે પ્રદેશ પ્રમુખનું ફોર્મ ભરશે. હાલ સૂત્રો મુજબ જગદીશ વિશ્વકર્મા, મયંક નાયક, બાબુ ઝેબલિયા, ઉદય કાનગડ, શંકર ચૌધરી અને અર્જૂનસિંહ ચૌહાણના નામોની ચર્ચા ચાલી રહી છે. પણ ચૂંટણી જાહેર કરવી એ ભાજપ પક્ષના બંધારણની પ્રક્રિયા પરંતુ જેનું નામ મોવડીમંડળે નક્કી કર્યું હોય એ એક જ વ્યક્તિ પ્રદેશ પ્રમુખનું ફોર્મ ભરે છે.

vtv app promotion

કેવી રીતે થાય છે પ્રદેશ પ્રમુખની પસંદગી

ભાજપમાં પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રી બન્નેના જ્ઞાતિ સમીકરણ આધારે નિમણૂક થતી હોય છે. પાટીદાર અને OBC અથવા સવર્ણ અને ઓબીસી એમ ગણિત આંકવામાં આવે છે. પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રી એક જ જ્ઞાતિમાંથી હોય તેવું ભાગ્યે જ બનતું હોય છે. છેલ્લી બે ટર્મથી ઓબીસી અને સવર્ણ એમ જ્ઞાતિ સમીકરણ આધારે નિમણૂક આપવામાં આવે છે. સીએમ સવર્ણ હોય તો પ્રદેશ પ્રમુખ ઓબીસી હોય તેવા સમીકરણ બેસાડવામાં આવે છે.

વધુ વાંચો : ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખને લઈ મોટા સમાચાર, ચૂંટણીનો કાર્યક્રમ થયો જાહેર

નવા પ્રદેશ પ્રમુખ શનિવારે જ લેશે ચાર્જ

ચૂંટણી પરિણામ જાહેરાત થયા બાદ સાંજે કમલમ ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાશે. નવા પ્રદેશ પ્રમુખ શનિવાર સાંજે પ્રદેશ પ્રમુખ તરીકેના ચાર્જ સંભાળશે. સંગઠનમાં બાકી રહેલા મહત્વના કામો પૂર્ણ કરશે નવા પ્રમુખ.અમદાવાદ સહિત તમામ શહેર અને જિલ્લામાં બાકી રહેલા સંગઠન બોડીની નિમણૂક પ્રક્રિયા આગળ વધારવામાં આવશે.

પ્રદેશ પ્રતિનિધિઓના નામ સાથે યાદી લગાવાઈ

bjp 1bjp 2

બે જ દિવસમાં થઈ જશે ફેસલો

નોંધનીય છે કે, છેલ્લા ઘણા મહિનાઓથી ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખના નામને લઇને ભારે સસ્પેન્સ જોવા મળી રહ્યું હતું અને ગુજરાત ભાજપના પ્રમુખ કોણ બનશે તે વિશે આગેવાનો અને કાર્યકરોમાં ભારે ઉત્સુક્તા જોવા મળી રહી હતી તેમજ તરેહ તરેહની અટકળો પણ થઇ રહી છે ત્યારે હવે આતુરતાનો અંત આવ્યો છે અને બે જ દિવસમાં ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળી જશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Gujarat Politics Gujarat BJP new President
Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ