બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખને લઈ મોટા સમાચાર, ચૂંટણીનો કાર્યક્રમ થયો જાહેર
Gujarat: ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં પ્રદેશ અધ્યક્ષની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. ભાજપને બે દિવસ બાદ એટલે કે ચોથી ઓક્ટોબરે નવા પ્રદેશ પ્રમુખ મળી જશે.
ADVERTISEMENT
પ્રદેશ પ્રમુખની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર
આજે બીજી ઓક્ટોબર ગાંધીજીની જયંતી પર ભાજપના પ્રદેશ પ્રમુખની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી ભાજપના ગુજરાતના પ્રદેશ પ્રમુખનુ કોકડું ગુંચવાયેલુ હતું. ત્યારે હવે લાંબા સમય બાદ આતુરતાનો અંત આવ્યો છે. આવતીકાલે ત્રીજી ઓકટોબર ચૂંટણીની પ્રક્રિયા કરવામાં આવશે. સવારે 11 વાગ્યાથી બે વાગ્યા સુધી ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા થશે. બપોર ત્રણ વાગ્યાથી ચાર વાગ્યા સુધી ફોર્મ ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જ્યારે સાંજે 5 થી અડધો કલાક ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા કરવામાં આવશે.
ADVERTISEMENT

કેન્દ્રની લીલીઝંડીના આધારે ચૂંટણી પ્રક્રિયા શરુ
ADVERTISEMENT
બે દિવસ બાદ એટલે કે 4 ઓક્ટોબર 2025ના રોજ સવારે 10થી 11 વાગ્યા સુધી ભાજપ પ્રદેશ અધ્યક્ષ માટે મતદાન થશે. મતગણતરી અને પ્રદેશ પ્રમુખની જાહેરાત બપોરે 12 વાગ્યાની આસપાસ થઈ શકે છે. નોંધનીય છે કે, ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના પ્રદેશ પ્રમુખને 5 વર્ષ પૂર્ણ થયા છે. કોઈ કારણસર ગુજરાત ભાજપે નવા પ્રદેશ પ્રમુખનું નામ જાહેર કરાયું ન હતું, ત્યારે હવે કેન્દ્રીય નેતૃત્વએ લીલીઝંડીના આધારે પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે.
પ્રદેશ પ્રતિનિધિઓના નામ સાથે યાદી લગાવાઈ
ADVERTISEMENT


ADVERTISEMENT
કેવી રીતે થાય છે પ્રદેશ પ્રમુખની પસંદગી
ભાજપમાં પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રી બન્નેના જ્ઞાતિ સમીકરણ આધારે નિમણૂક થતી હોય છે. પાટીદાર અને OBC અથવા સવર્ણ અને ઓબીસી એમ ગણિત આંકવામાં આવે છે. પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રી એક જ જ્ઞાતિમાંથી હોય તેવું ભાગ્યે જ બનતું હોય છે. છેલ્લી બે ટર્મથી ઓબીસી અને સવર્ણ એમ જ્ઞાતિ સમીકરણ આધારે નિમણૂક આપવામાં આવે છે. સીએમ સવર્ણ હોય તો પ્રદેશ પ્રમુખ ઓબીસી હોય તેવા સમીકરણ બેસાડવામાં આવે છે.
ADVERTISEMENT
વધુ વાંચો : ગુજરાત BJP ના પ્રદેશ પ્રમુખને લઈ સૌથી મોટા સમાચાર, આ સમાજના દિગ્ગજને મળી શકે જવાબદારી
નવા પ્રમુખના નામોને લઈ ચર્ચા શરૂ
ગુજરાતમાં ભાજપ પ્રદેશની જવાબદારી કોને સોંપવામાં આવશે તેને લઈને હવે ચર્ચા શરુ થઈ ગઈ છે. સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્મા, મયંક નાયક, બાબૂ ઝેબલીયા, ઉદય કાનગડ, શંકર ચૌધરી અને અર્જૂનસિંહ ચૌહાણના નામોની ચર્ચા થઈ રહી છે અને કેન્દ્રીય નેતૃત્વની મહોર નામ પર વાગી શકે છે. ચૂંટણી જાહેર કરવી એ ભાજપ પક્ષના બંધારણની પ્રક્રિયા પરંતુ એક જ વ્યક્તિ ફોર્મ ભરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.