ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / PM મોદી બે દિવસની મુલાકાતે ઉઝબેકિસ્તાન પહોંચ્યા, જાણો કેમ ખાસ છે આ પ્રવાસ

વિશ્વ / PM મોદી બે દિવસની મુલાકાતે ઉઝબેકિસ્તાન પહોંચ્યા, જાણો કેમ ખાસ છે આ પ્રવાસ

Published By: Pravin Joshi

Last Updated: 08:06 PM, 29 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM મોદી બે દિવસીય રાજકીય પ્રવાસે ઉઝબેકિસ્તાનની રાજધાની તાશ્કંદ પહોંચી ગયા છે, જ્યાં એરપોર્ટ પર ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શવકત મિર્ઝિ યોયેવે પોતે ઉપસ્થિત રહીને તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

ADVERTISEMENT

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવાર, 29 ઓગસ્ટ 2026ના રોજ પોતાના બે દિવસીય રાજકીય પ્રવાસે (State Visit) ઉઝબેકિસ્તાનની રાજધાની તાશ્કંદ પહોંચ્યા છે. બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાની દિશામાં આ મુલાકાતને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

એરપોર્ટ પર રાષ્ટ્રપતિએ કર્યું ઉષ્માભર્યું સ્વાગત

તાશ્કંદ એરપોર્ટ પર પીએમ મોદીના વિમાનના લેન્ડ થતાં જ ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શવકત મિર્ઝિ યોયેવ પોતે તેમનું સ્વાગત કરવા પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીએ પણ આ જબરદસ્ત આતિથ્ય સત્કાર બદલ રાષ્ટ્રપતિ મિર્ઝિ યોયેવનો આભાર માનીને તેમને ભેટી પડ્યા હતા. તાશ્કંદ પહોંચ્યા બાદ પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર તસવીરો શેર કરતા લખ્યું, "તાશ્કંદ પહોંચવા પર ઉઝબેક રાષ્ટ્રપતિ તરફથી કરવામાં આવેલા ઉષ્માભર્યા સ્વાગત માટે હું ખૂબ આભારી છું. આ મારી ઉઝબેકિસ્તાનની ચોથી મુલાકાત છે, જે બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોની ઊંડાઈ અને સતત વધતી ગતિને દર્શાવે છે."

ઉચ્ચ સ્તરીય બેઠક અને ભવિષ્યનો એજન્ડા

આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ મિર્ઝિ યોયેવ વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો યોજાશે, જેમાં બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીની સમીક્ષા કરવામાં આવશે. આ બેઠકમાં મુખ્યત્વે નીચેના ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ખાસ ભાર મૂકવામાં આવશે.

વેપાર અને રોકાણ: દ્વિપક્ષીય આર્થિક સંબંધોને નવી ઊંચાઈએ પહોંચાડવા.

સંરક્ષણ અને સુરક્ષા: ક્ષેત્રીય સુરક્ષા અને સંરક્ષણ ક્ષેત્રે પરસ્પર સહયોગ.

ડિજિટલ કનેક્ટિવિટી અને ઊર્જા: ટેકનોલોજી, ઊર્જા અને મહત્વપૂર્ણ ખનિજોમાં ભાગીદારી.

શિક્ષણ અને સાંસ્કૃતિક સંબંધો: લોકો વચ્ચે પરસ્પર જોડાણ અને શૈક્ષણિક આદાન-પ્રદાન વધારવું.

વધુ વાંચો : ખેડૂતો માટે ખુશખબર, કૃષિ સાધનોની ખરીદીના સમયમાં વધારો કરાયો, જીતુ વાઘાણીનું એલાન

આ ઉપરાંત બંને નેતાઓ ભારતના 'વિકસિત ભારત 2047' અને 'ઉઝબેકિસ્તાન-2030' ના વિઝન પર પણ પોતાના વિચારોનું આદાન-પ્રદાન કરશે. તાશ્કંદમાં પીએમ મોદી લાલ બહાદુર શાસ્ત્રી સ્મારક અને તાશ્કંદ સ્ટેટ યુનિવર્સિટી ઓફ ઓરિએન્ટલ સ્ટડીઝ સ્થિત મહાત્મા ગાંધી કેન્દ્રની પણ મુલાકાત લેશે. ઉઝબેકિસ્તાનનો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ તેઓ કિરગિઝસ્તાનની રાજધાની બિશ્કેક ખાતે યોજાનારી શંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ની શિખર પરિષદમાં ભાગ લેવા રવાના થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

UzbekistanVisit PMModi Tashkent

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ