ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / નેપાળની ભીષણ તબાહીમાં આ કંપનીના CEO થયા ગુમ, સંપર્ક તૂટતાં કંપનીએ જાણો શું કહ્યું?

વિશ્વ / નેપાળની ભીષણ તબાહીમાં આ કંપનીના CEO થયા ગુમ, સંપર્ક તૂટતાં કંપનીએ જાણો શું કહ્યું?

Published By: Pravin Joshi

Last Updated: 07:36 PM, 29 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પડોશી દેશ નેપાળમાં આવેલા ભયાનક પૂર અને કુદરતી હોનારત વચ્ચે આઈટી ક્ષેત્રની જાણીતી કંપની ઇન્ફોસિસની પેટાકંપની 'ઇન્ફોસિસ પબ્લિક સર્વિસિસ'ના સીઈઓ લક્ષ્મ ગોપીસેટ્ટી ગુમ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે.

ADVERTISEMENT

નેપાળમાં કુદરતી આફતે ભારે વિનાશ વેર્યો છે, જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે અને માળખાકીય સુવિધાઓને મોટું નુકસાન પહોંચ્યું છે. આ ભયાનક પૂરની વિપદા વચ્ચે ભારતીય આઈટી ક્ષેત્રના અગ્રણી જૂથ ઇન્ફોસિસ (Infosys) માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. કંપનીની સહાયક સંસ્થા 'ઇન્ફોસિસ પબ્લિક સર્વિસિસ'ના મુખ્ય કારોબારી અધિકારી (CEO) લક્ષ્મ ગોપીસેટ્ટી નેપાળની ખાનગી મુલાકાતે ગયા હતા, જ્યાં પૂરના કારણે સર્જાયેલી અરાજકતા વચ્ચે તેમની સાથેનો તમામ સંપર્ક તૂટી ગયો છે.

didha - 2026-08-29T193557.791

ઇન્ફોસિસનું સત્તાવાર નિવેદન

શુક્રવારે સત્તાવાર માહિતી આપતા ઇન્ફોસિસ કંપનીએ જણાવ્યું હતું કે પોતાના વરિષ્ઠ સાથી લક્ષ્મ ગોપીસેટ્ટીની સલામતી તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. કંપની તેમના પરિવાર સાથે સતત સંપર્કમાં છે અને શક્ય તમામ મદદ પૂરી પાડી રહી છે. આ ઉપરાંત, નેપાળી સત્તાવાળાઓ, આપત્તિ વ્યવસ્થાપન એજન્સીઓ અને સ્થાનિક વહીવટીતંત્ર સાથે મળીને ગોપીસેટ્ટીનું લોકેશન ટ્રેક કરવા તથા તેમની સાથે પુનઃ સંપર્ક સ્થાપિત કરવા માટે સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કંપનીએ નેપાળમાં પૂરના કારણે થયેલી જાનમાલની મોટી ખુવારી પર ઊંડો શોક પણ વ્યક્ત કર્યો છે.

કોણ છે લક્ષ્મ ગોપીસેટ્ટી?

લક્ષ્મ ગોપીસેટ્ટી 'ઇન્ફોસિસ પબ્લિક સર્વિસિસ'ના સીઈઓ તરીકે કાર્યરત છે. આ સંસ્થા અમેરિકા અને કેનેડા જેવા દેશોમાં સરકારી અને સાર્વજનિક ક્ષેત્રના સંગઠનો સાથે ટેકનોલોજી, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને સ્ટ્રેટેજિક સલાહકાર તરીકે કામ કરે છે.

didha - 2026-08-29T193524.778

ઇન્ફોસિસમાં પદ

આ પદ સંભાળતા પહેલાં તેઓ ઇન્ફોસિસમાં ગ્લોબલ વાઇસ પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે, જ્યાં તેમણે અમેરિકા, યુરોપ અને એશિયાના બજારોમાં બિઝનેસ એપ્લિકેશન્સનું નેતૃત્વ કર્યું હતું.

અન્ય વૈશ્વિક અનુભવ

ઇન્ફોસિસ પહેલાં તેઓ એકસેન્ચર (Accenture) માં મેનેજિંગ ડિરેક્ટર રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેમણે IBM, PwC, HCL અને બિયરિંગ પોઈન્ટ જેવી વૈશ્વિક આઈટી અને કન્સલ્ટિંગ કંપનીઓમાં વરિષ્ઠ હોદ્દાઓ સંભાળ્યા છે.

આ પણ વાંચોઃ ના હોય! સોનું ₹4000 અને ચાંદી ₹9000 સસ્તી થઈ? USથી આવ્યા મહત્વના સમાચાર

એઆઈ અને ટેકનોલોજી નિષ્ણાત

ગોપીસેટ્ટી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ડિજિટલ ગવર્નન્સ અને ગ્લોબલ ઇનોવેશનના ક્ષેત્રે એક જાણીતા વક્તા અને મેન્ટર તરીકે પણ ઓળખાય છે. હાલમાં સમગ્ર કોર્પોરેટ જગત અને તેમનો પરિવાર તેમની સલામતી અને વહેલી તકે કુશળ વાપસી માટે પ્રાર્થના કરી રહ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

LaxGopisetty Infosys NepalFloods

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ