ન્યૂઝ અપડેટ્સ
VTV / વિશ્વ / Oracle સહિત અનેક કંપનીઓમાં છટણીથી લાખો કર્મચારીઓ બેરોજગાર, શું AIનો વધતો ઉપયોગ બન્યો નોકરીઓ માટે ખતરો?
Last Updated: 12:07 PM, 15 September 2026
ADVERTISEMENT
AIના વધતા ઉપયોગ વચ્ચે વિશ્વભરની ટેક કંપનીઓમાં છટણીનો દોર જોવા મળી રહ્યો છે. Oracle સહિત Amazon, Dell, Meta જેવી મોટી કંપનીઓ પણ કર્મચારીઓની સંખ્યા ઘટાડવાના પગલાં લઈ ચૂકી છે. એક રિપોર્ટ અનુસાર આ વર્ષે અત્યાર સુધીમાં 303 ટેક કંપનીઓમાં 1.28 લાખથી વધુ કર્મચારીઓની નોકરી ગઈ છે.
ADVERTISEMENT
Oracleમાં ફરી એકવાર મોટા પાયે છટણી શરૂ થઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે. કંપની આ વર્ષે અગાઉ જ આશરે 21 હજાર કર્મચારીઓને નોકરીમાંથી દૂર કરી ચૂકી છે. હવે ફરી કર્મચારીઓને બહાર કરવામાં આવી રહ્યા છે, જોકે નવી છટણીમાં કેટલા લોકો પ્રભાવિત થશે તેની સત્તાવાર સંખ્યા કંપનીએ જાહેર કરી નથી.
ADVERTISEMENT
Layoffs.fyiના આંકડા અનુસાર આ વર્ષે દુનિયાભરમાં 303 ટેક કંપનીઓમાં છટણી થઈ છે. આ છટણીમાં અત્યાર સુધીમાં 1,28,873 ટેક કર્મચારીઓએ નોકરી ગુમાવી છે. Oracle ઉપરાંત Amazon, Uber અને PayPal જેવી મોટી કંપનીઓના નામ પણ આ યાદીમાં સામેલ છે. આ આંકડા દર્શાવે છે કે ટેક સેક્ટરમાં કર્મચારીઓની સંખ્યા ઘટાડવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે.
ADVERTISEMENT
Amazon પણ આ વર્ષે મોટી છટણી કરી ચૂકી છે. જાન્યુઆરીમાં કંપનીએ આશરે 16 હજાર કર્મચારીઓને નોકરીમાંથી દૂર કર્યા હતા. બીજી તરફ Amazon AI ટેક્નોલોજીમાં પણ મોટાપાયે કામ કરી રહી છે. કંપની પોતાના અનેક કામમાં ઓટોમેશન અને AIનો ઉપયોગ વધારવાની દિશામાં આગળ વધી રહી છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરતાં ઉમેદવારો જાણી લેજો, આવી ગઇ GSSSBની નવી ભરતી
ADVERTISEMENT
Dell દ્વારા પણ આ વર્ષે માર્ચમાં મોટી છટણી કરવામાં આવી હતી. આ દરમિયાન આશરે 11 હજાર કર્મચારીઓની નોકરી ગઈ હતી. ટેક્નોલોજી અને AIના વધતા ઉપયોગને પણ કંપનીઓના વર્કફોર્સમાં ફેરફાર સાથે જોડવામાં આવી રહ્યો છે. Metaમાં પણ આ વર્ષે અનેક તબક્કામાં છટણી થઈ ચૂકી છે.
ADVERTISEMENT
વિશ્વભરની ઘણી ટેક કંપનીઓ પોતાના કામને ઓટોમેટિક બનાવવા માટે AIમાં રોકાણ વધારી રહી છે. AI દ્વારા અગાઉ કર્મચારીઓ કરતા કામને ઝડપથી અને ઓછા ખર્ચે કરવાની શક્યતા હોવાથી કંપનીઓને ભવિષ્યમાં ઓછા કર્મચારીઓની જરૂર પડી શકે છે. જોકે દરેક છટણી પાછળ માત્ર AI જ કારણ છે એવું કહી શકાય નહીં. કંપનીઓના ખર્ચમાં ઘટાડો, બિઝનેસમાં ફેરફાર અને નવી ટેક્નોલોજીમાં રોકાણ જેવા અન્ય કારણો પણ જવાબદાર હોઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો