ન્યૂઝ અપડેટ્સ
VTV / Tech & Auto / Not Just WhatsApp: Pegasus Threat Looms Across Many social media Platforms
ADVERTISEMENT
ADVERTISEMENT
જોકે સાયબર નિષ્ણાતો કહે છે કે પિગાસસ વોટ્સએપ સિવાયની અન્ય એપ્સથી પણ યુઝર્સની જાસૂસી કરે છે. આઇઓએસ, એન્ડ્રોઇડ અને બ્લેકબેરીનની ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલતા મોબાઇલ સહિતના ડિવાઇસ હેક કરી શકાય છે.
એશિયા પોલિસીના ડાયરેક્ટરે આપી માહિતી
ADVERTISEMENT
એશિયા પોલિસીના ડાયરેક્ટર અને સિનિયર ઇન્ટરનેશનલ કાઉન્સેલ રમણજીત સિંહ ચીમાએ કહ્યું છે કે એનએસઓ જેવી ટેક્નોલોજી કંપનીઓ તેમના ગ્રાહકોને જે વ્યક્તિને ટ્રેક કરે છે તેની તમામ માહિતી આપે છે.
સ્માર્ટફોન પણ થઇ શકે છે હેક
ADVERTISEMENT
સ્પાયવેર સોફટવેરથી ફેસબુક, ઇમેઇલ, વાઇબર અને જી-મેઇલ પણ હેક થઇ શકે છે.ગુગલની પ્રોજેક્ટ ઝીરો ટીમે સપ્ટેમ્બરમાં એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમની ખામીઓ જાહેર કરી હતી. શાઓમી, વિવો, ઓપ્પો અને સેમસંગના ફોન સરળતાથી હેક થઈ શકે છે. ગૂગલે પણ આ હેકિંગ માટે ઇઝરાઇલી કંપની એનએસઓ સામે આંગળી ચીંધી હતી. સ્માર્ટફોન ઉત્પાદક કંપનીઓએ તરત જ તેની સામે સિકયોરિટી પેચ અપડેટ કર્યા હતા.
2016 આઇફોન હેક કરવાનો થયો હતો પ્રયાસ
ADVERTISEMENT
2016માં એનએસઓએ પિગાસસ દ્વારા આઇફોનને હેક કરવાનો પ્રયાસ કર્યો હતો. એપલને તેની માહિતી મળતા તરત જ સોફટવેર અપડેટ આપ્યું હતું. 2017માં આવેલા અહેવાલમાં, જાણવા મળ્યું હતું કે સામાજિક કાર્યકર અહમદ મન્સૂરને પિગાસસ વિશે માહિતી મળી હતી.
રિપોર્ટમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે આ સોફટવેર પર હાઇ ટેક પ્લેટફોર્મ હેક કરવા માટે કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. તેના કારણે એન્ડ્રોઇડ ઓ પરેટિંગ સિસ્ટમને હેક કરવાનું વધુ આસાન બન્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો