ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / Politics / તમિલનાડુમાં વિજયે સરકાર બનાવાનો રજૂ કર્યો દાવા,રાજ્યપાલે કહ્યું- પહેલા 118 ધારાસભ્યોની સહી લઈને આવો
Last Updated: 06:26 PM, 6 May 2026
ADVERTISEMENT
Tamil Nadu: તમિલગા વેત્રી કઝગમ (TVK) ને કોંગ્રેસ પાર્ટીનું સમર્થન મળ્યું છે, જેનાથી તમિલનાડુમાં સરકાર બનાવવાનો માર્ગ મોકળો થયો છે. આ વચ્ચે અભિનેતા-રાજકારણી વિજયએ રાજ્યપાલને મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે.
ADVERTISEMENT
તમિલનાડુમાં નવી સરકાર બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અભિનેતા-રાજકારણી વિજય રાજ્યપાલને મળ્યા છે અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. તેમની પાર્ટી તમિલગા વેત્રી કઝગમ (TVK) ને કોંગ્રેસ પાર્ટીનું સમર્થન મળ્યું છે. આ સાથે ટીવીકેએ એઆઈએડીએમકે સાથે ગઠબંધન પ્રસ્તાવને હાલ પૂરતો મુલતવી રાખ્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર વિજયે હજુ સુધી 118 ધારાસભ્યોનો સમર્થન પત્ર જમા કર્યો નથી. તેમણે મૌખિક રીતે કહ્યું છે કે તેમની પાસે બહુમતી માટે જરૂરી સંખ્યા છે. અહેવાલો અનુસાર ટીવીકેએ 107+5, એટલે કે 112 ધારાસભ્યો દ્વારા સહી કરેલો પત્ર રાજ્યપાલને સુપરત કર્યો હતો. જોકે રાજ્યપાલે કહ્યું, "કૃપા કરીને 118 સહીઓ (બહુમતી) સાથે પાછા આવો." ટીવીકેએ આ માટે થોડો સમય માંગ્યો છે.
ADVERTISEMENT
ડીએમકેના લાંબા સમયથી સાથી રહેલા કોંગ્રેસે હવે તેની સાથેના સંબંધો તોડી નાખ્યા છે અને વિજયની પાર્ટી ટીવીકેને સમર્થન આપવાની જાહેરાત કરી છે. પાર્ટીના તમિલનાડુના પ્રભારી ગિરીશ ચોડણકરે જણાવ્યું હતું કે આ નિર્ણય જાહેર જનાદેશનો આદર કરવા માટે લેવામાં આવ્યો છે.
જો કે ડીએમકેએ કોંગ્રેસના આ નિર્ણયને પીઠમાં છરા મારવા જેવો ગણાવ્યો હતો. બંને પક્ષો વચ્ચેનું જોડાણ 1971 થી વિવિધ તબક્કામાં અસ્તિત્વમાં હતું. 4 મેના જાહેર થયેલા રાજ્યના પરિણામોએ બધાને આશ્ચર્યચકિત કર્યા છે.
ADVERTISEMENT
ટીવીકેએ તેની પ્રથમ ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કર્યું, શાસક ડીએમકેને સત્તા પરથી બહાર કરી દીધી છે. વિજયની પાર્ટી પ્રથમ વખત ચૂંટણી લડી રહી હતી, તેણે 108 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી બની. રાજ્યમાં સરકાર બનાવવા માટે 118 બેઠકોની જરૂર છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ નેશનલ / તમિલનાડુમાં કોંગ્રેસની મોટી જાહેરાત, એક્ટર વિજયની TVKને સમર્થન આપ્યું, DMK સાથે ગઠબંધન તૂટ્યું
આ ચૂંટણીમાં એમ.કે. સ્ટાલિનના ડીએમકેને 59 બેઠકો મળી, જ્યારે એઆઈએડીએમકેને 47 બેઠકો મળી. કોંગ્રેસને પાંચ બેઠકો મળી. અન્ય પક્ષોને મર્યાદિત બેઠકો મળી. 2021ની ચૂંટણીમાં ડીએમકેને 133 બેઠકો મળી હતી અને એમ.કે. સ્ટાલિન તમિલનાડુના મુખ્યમંત્રી બન્યા હતા.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT