ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / તમિલનાડુમાં કોંગ્રેસની મોટી જાહેરાત, એક્ટર વિજયની TVKને સમર્થન આપ્યું, DMK સાથે ગઠબંધન તૂટ્યું

નેશનલ / તમિલનાડુમાં કોંગ્રેસની મોટી જાહેરાત, એક્ટર વિજયની TVKને સમર્થન આપ્યું, DMK સાથે ગઠબંધન તૂટ્યું

Published By: Pravin Joshi

Last Updated: 04:40 PM, 6 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમિલનાડુ વિધાનસભા ચૂંટણી 2026 ના પરિણામો બાદ દક્ષિણ ભારતનું રાજકારણ સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. અભિનેતામાંથી નેતા બનેલા વિજયની પાર્ટી TVK એ 108 બેઠકો જીતીને ઈતિહાસ રચ્યો છે.

ADVERTISEMENT

તમિલનાડુ વિધાનસભા ચૂંટણી 2026 ના પરિણામો બાદ દક્ષિણ ભારતનું રાજકારણ સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. અભિનેતામાંથી નેતા બનેલા વિજયની પાર્ટી TVK એ 108 બેઠકો જીતીને ઈતિહાસ રચ્યો છે. વર્ષો જૂનું DMK-કોંગ્રેસ ગઠબંધન તૂટી ગયું છે અને કોંગ્રેસે વિજયને સમર્થન આપવાની સત્તાવાર જાહેરાત કરી છે. જોકે, બહુમતીના આંકડા સુધી પહોંચવા માટે હજુ પણ વિજયને અન્ય પક્ષોના ટેકાની જરૂર પડશે.

તમિલનાડુના રાજકારણમાં એક નવા યુગની શરૂઆત થઈ રહી હોય તેવું જણાય છે. દાયકાઓ સુધી દ્રવિડિયન પક્ષો DMK અને AIADMK ના વર્ચસ્વ બાદ હવે સુપરસ્ટાર વિજયની પાર્ટી તમિલગા વેત્રિ કઝગમ (TVK) એ સત્તાના દ્વારે દસ્તક દીધી છે. ચૂંટણી પરિણામોમાં TVK એ 108 બેઠકો મેળવીને બધાને ચોંકાવી દીધા છે. આ પરિણામો બાદ સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે કોંગ્રેસે તેના જૂના સાથી પક્ષ DMK સાથેનું ગઠબંધન તોડીને વિજયને સરકાર બનાવવા માટે સમર્થન આપવાનો નિર્ણય કર્યો. કોંગ્રેસનું માનવું છે કે જનતાએ વર્તમાન DMK સરકારની વિરુદ્ધ જનાદેશ આપ્યો છે અને તેમાં કેબિનેટના અડધાથી વધુ મંત્રીઓની હાર એ વાતની સાક્ષી પૂરે છે.

કોંગ્રેસે આ સમર્થન માત્ર સરકાર રચવા પૂરતું મર્યાદિત નથી રાખ્યું, પરંતુ ભવિષ્યની વ્યૂહરચના તરીકે જોયું છે. કોંગ્રેસના સાંસદ મણિકમ્મ ટાગોરે સ્પષ્ટ કર્યું હતું કે ભાજપને તમિલનાડુમાં પગપેસારો કરતા રોકવા માટે વિજય સાથે હાથ મિલાવવો જરૂરી છે. આ ગઠબંધન માટે કોંગ્રેસે કેટલીક શરતો પણ મૂકી છે, જેમાં કેબિનેટમાં 2 મંત્રી પદ અને સરકારી બોર્ડમાં અધ્યક્ષ પદની માંગ સામેલ છે. કોંગ્રેસે એક પ્રેસ નોટ દ્વારા જણાવ્યું કે આ ગઠબંધન પેરુન્થલાઈવર કામરાજ, થાન્થાઈ પેરિયાર અને ડૉ. બી.આર. આંબેડકરના આદર્શો પર ચાલશે, જે સામાજિક ન્યાય અને બંધારણીય મૂલ્યોને પ્રાધાન્ય આપશે.

બીજી તરફ, આ રાજકીય પલટીથી DMK કેમ્પમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. DMK એ કોંગ્રેસને ‘દગાબાજ’ અને ‘પીઠમાં છરો ભોંકનાર’ ગણાવી છે. પક્ષના પ્રવક્તાએ યાદ અપાવ્યું કે જ્યારે ભાજપ રાહુલ ગાંધીને ટ્રોલ કરતું હતું, ત્યારે એમ. કે. સ્ટાલિને જ તેમને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. DMK નું કહેવું છે કે કોંગ્રેસે માત્ર સત્તાના લોભમાં આ ગઠબંધન તોડ્યું છે. જોકે, વિજયે પરિસ્થિતિને સંભાળતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેને પત્ર લખીને વિધિવત સમર્થન માંગ્યું હતું, જેનો કોંગ્રેસે સહર્ષ સ્વીકાર કર્યો છે.

આ પણ વાંચોઃ વિજય થલપતિનું સેવિંગ એકાઉન્ટ જોનારા સૌ કોઇ દંગ, જમા રકમ કરોડોમાં

આંકડાકીય દ્રષ્ટિએ જોઈએ તો વિજય માટે મુખ્યમંત્રીની ખુરશી હજુ પણ થોડી દૂર છે. તમિલનાડુમાં બહુમતી માટે 118 બેઠકોની જરૂર છે. TVK ની 108 બેઠકો અને કોંગ્રેસના 5 ધારાસભ્યો મળીને કુલ 113 નો આંકડો થાય છે, જે બહુમતીથી 5 બેઠક ઓછો છે. આ ઉપરાંત ટેકનિકલ સમસ્યા એ છે કે વિજય પોતે 2 બેઠકો પરથી જીત્યા છે, તેથી તેમણે એક બેઠક છોડવી પડશે. જો તેઓ પોતાના પક્ષના સ્પીકરની નિમણૂક કરે, તો મતદાનની ક્ષમતા હજુ પણ ઘટી શકે છે. આ સંજોગોમાં વિજય હવે VCK અને ડાબેરી પક્ષોના સંપર્કમાં છે. જો બધું બરાબર રહ્યું તો 7 May ના રોજ વિજય મુખ્યમંત્રી તરીકે શપથ લઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Congress TamilNadu TVK

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ