બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / વિજય થલપતિનું સેવિંગ એકાઉન્ટ જોનારા સૌ કોઇ દંગ, જમા રકમ કરોડોમાં

બિઝનેસ / વિજય થલપતિનું સેવિંગ એકાઉન્ટ જોનારા સૌ કોઇ દંગ, જમા રકમ કરોડોમાં

Jinal Chauhan

Last Updated: 02:40 PM, 6 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

થલપતિ વિજયના સેવિંગ અને ફિક્સ્ડ ડિપોઝિટ એકાઉન્ટ ફરી ચર્ચામાં આવ્યા છે. ચૂંટણી પંચને આપેલા સોગંદનામા મુજબ તેમના બૅન્ક ખાતાઓમાં લગભગ 320 કરોડ રૂપિયા સેવિંગ અને ફિક્સ્ડ ડિપોઝિટ રૂપે જમા છે. ખાસ વાત એ છે કે તેમના એક જ સેવિંગ એકાઉન્ટમાં જ 213 કરોડ રૂપિયાથી વધુ રકમ જમા છે. આ કારણે તેમની સંપત્તિ અને બૅન્ક બેલેન્સ વિશે ફરીથી ચર્ચા શરૂ થઈ છે.

તમિલનાડુમાં જબરદસ્ત જીત પછી થલપતિ વિજય ચર્ચામાં આવ્યા છે. કેટલાક લોકો તેમની રણનીતિની પ્રશંસા કરી રહ્યા છે તો કેટલાક તેમને કિંગમેકર કહી રહ્યા છે. આ વચ્ચે તેમની બેંકમાં રહેલા પૈસાની પણ ચર્ચા થઈ રહી છે. તેમના હલફનામા મુજબ માત્ર સેવિંગ અકાઉન્ટમાં જ તેમના પાસે લગભગ 220 કરોડ રૂપિયા જમા છે. ખાસ વાત એ છે કે તેમણે ફિક્સ્ડ ડિપોઝિટ તરીકે પણ લગભગ 100 કરોડ રૂપિયા રાખ્યા છે. આ રીતે જોવામાં આવે તો તેમની બેંકમાં કુલ મળીને 300 કરોડ રૂપિયાથી પણ વધુ રકમ જમા છે.

આવું બહુ ઓછું જોવા મળે છે કે કોઈ વ્યક્તિના બેંક ખાતાઓમાં 300 કરોડ રૂપિયાથી વધુ રકમ હોય અને સામાન્ય સેવિંગ અકાઉન્ટમાં જ લગભગ 220 કરોડ રૂપિયા જમા હોય. થલપતિ વિજયે તેમના સોગંદનામામાં માહિતી આપી છે કે તેમની પાસે ચલ (movable) અને અચલ (immovable) મિલકત મળીને કુલ લગભગ 624 કરોડ રૂપિયા જેટલી સંપત્તિ છે. હવે જાણીએ કે તેમની પાસે કેટલા સેવિંગ અકાઉન્ટ છે અને તેમાં કેટલા પૈસા છે, તેમજ બેંકમાં તેમણે કેટલી ફિક્સ્ડ ડિપોઝિટ (FD) કરી છે.

થલપતિ વિજયના સેવિંગ અકાઉન્ટ્સના આંકડા જોઈને ઘણા લોકો ચોંકી જશે.

  • સોગંદનામા મુજબ સૌથી ચોંકાવનારો આંકડો એ છે કે ઈન્ડિયન ઓવરસીઝ બેંકની સાલિગ્રામમ બ્રાન્ચમાં તેમના એક સેવિંગ અકાઉન્ટમાં 213.36 કરોડ રૂપિયા જમા છે. આ માહિતી 27 માર્ચ, 2026 સુધીની છે.
  • ઇન્દિરા નગરની એક્સિસ બેંક બ્રાન્ચમાં તેમના સેવિંગ અકાઉન્ટમાં 5.79 કરોડ રૂપિયા જમા છે. બેસન્ટ નગરની એચડીએફસી બેંક બ્રાન્ચમાં 77.22 લાખ રૂપિયા છે.
  • અલવરપેટની આઈસીઆઈસીઆઈ બેંક બ્રાન્ચમાં 4.99 લાખ રૂપિયા જમા છે. તેમજ શાસ્ત્રી નગરની એસબીઆઈ બ્રાન્ચમાં પણ તેમનું એક સેવિંગ અકાઉન્ટ છે જેમાં 16,205 રૂપિયા છે.
  • આ રીતે કુલ મળીને તેમના 5 સેવિંગ અકાઉન્ટ્સમાં લગભગ 219.97 કરોડ રૂપિયા જમા છે.
Vijay-Thalapathy

બીજી તરફ Thalapathy Vijay પાસે 4 ફિક્સ્ડ ડિપોઝિટ (FD) અકાઉન્ટ્સ પણ છે, જેમાં કુલ મળીને 100 કરોડ રૂપિયાથી વધુ રકમ જમા છે.

  • એક્સિસ બેંકની ઇન્દિરા નગર બ્રાન્ચમાં 40 કરોડ રૂપિયાની FD છે.
  • ઇન્ડિયન ઓવરસીઝ બેંકની કોડંબક્કમ બ્રાન્ચમાં 25 કરોડ રૂપિયાની બીજી FD છે.
  • એચડીએફસી બેંકની બેસન્ટ નગર બ્રાન્ચમાં 20 કરોડ રૂપિયાની FD છે.
  • ભારતીય સ્ટેટ બેંકની શાસ્ત્રી નગર બ્રાન્ચમાં 15 કરોડ રૂપિયાની FD છે.
  • આ રીતે કુલ મળીને તેમની FDમાં પણ 100 કરોડ રૂપિયાથી વધુ રકમ જમા છે.
VTV Job Vacancy

આ પણ વાંચોઃ TVK કોના સાથે કરશે એલાયન્સ, વિજય સાથે આવી શકે છે કોંગ્રેસ સહીત આ પાર્ટીઓ

થલપતિ વિજયના સેવિંગ અને ફિક્સ્ડ ડિપોઝિટને મળાવીને જોવામાં આવે તો તેમના પાસે માત્ર બેંકોમાં જ લગભગ 320 કરોડ રૂપિયા જેટલૂ ડિપોઝિટ છે. આવું મોટું બેંક બેલેન્સ બહુ ઓછા લોકોમાં જોવા મળે છે. ખાસ વાત એ છે કે સેવિંગ અકાઉન્ટ અને ફિક્સ્ડ ડિપોઝિટ બંને પર દર વર્ષે નક્કી (ફિક્સ્ડ) વ્યાજ મળે છે. આ વ્યાજ બેંક અને સ્કીમ મુજબ અલગ-અલગ હોઈ શકે છે. આ પ્રકારની બચત અથવા રોકાણમાં સામાન્ય રીતે કોઈ મોટું જોખમ નથી હોતુ એટલે તેને લગભગ “રિસ્ક-ફ્રી” રોકાણ માનવામાં આવે છે.

તમિલનાડુના અભિનેતા અને રાજકીય રીતે ચર્ચામાં રહેલા થલપતિ વિજયની ચૂંટણી પંચને આપેલા સોગંદનામા મુજબ કુલ સંપત્તિ લગભગ 624 કરોડ રૂપિયા છે. તેમાં તેમની ચલ સંપત્તિ લગભગ 404 કરોડ રૂપિયા અને અચલ સંપત્તિ લગભગ 220 કરોડ રૂપિયા છે. વર્ષ 2024-25 દરમિયાન તેમની જાહેર કરેલી આવક 184 કરોડ રૂપિયાથી વધુ છે, જે સ્વરોજગાર, ભાડાની આવક અને વ્યાજમાંથી મળી છે. આથી સ્પષ્ટ થાય છે કે તેમની આવક એક જ સ્ત્રોત પર આધારિત નથી પરંતુ અનેક માધ્યમોથી આવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

fixed deposit amount, Thalapathy Vijay net worth savings account details
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ