ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / TVK કોના સાથે કરશે એલાયન્સ, વિજય સાથે આવી શકે છે કોંગ્રેસ સહીત આ પાર્ટીઓ

ગથબંધન / TVK કોના સાથે કરશે એલાયન્સ, વિજય સાથે આવી શકે છે કોંગ્રેસ સહીત આ પાર્ટીઓ

Published By: Nirav Kumar

Last Updated: 11:38 PM, 4 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમિલનાડુની ચૂંટણીમાં વિજય થલાપતિની TVK પાર્ટી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. જેમાં કોઈને સ્પષ્ટ જનાદેશ નથી મળ્યો. એવામાં વિજય થલાપતિ નાના પક્ષો સાથે એલાયન્સ કરી શકે છે.

ADVERTISEMENT

તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં વિજય થલાપતિની પાર્ટી TVK એ તેના ફર્સ્ટ ટ્રાયમાં જ અસાધારણ પ્રદર્શન કર્યું છે. પરંતુ એવું લાગે છે કે પાર્ટી બહુમતી સુધી પહોંચે તેવી શક્યતા ઓછી છે. એવું મનાઈ રહ્યું છે કે જો TVK બહુમતી મેળવવામાં નિષ્ફળ જાય તો તે નાના પક્ષો સાથે એલાયન્સ કરી શકે છે.

  • TVK કઈ પાર્ટી સાથે કરી શકે છે એલાયન્સ ?

તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં TVK કુલ 107 બેઠકો જીતવાનો અંદાજ છે પરંતુ તમિલનાડુમાં બહુમતીનો આંકડો 118 છે. એવામાં તમિલનાડુમાં સરકાર બનાવવા માટે TVK ને બીજી 11 બેઠકોની જરૂર પડશે,. જે નાના પક્ષોના સમર્થનથી પ્રાપ્ત કરી શકાય એમ છે. એવું મનાઈ રહ્યું છે કે કોંગ્રેસ, CPI, CPI(M), વિદુથલાઈ ચિરુથૈગલ કાચી (VCK), અને PMK જેવી પાર્ટીઓ સરકાર બનાવવા માટે TVK સાથે એલાયન્સ કરી શકે છે.

VTV DIGITAL

તમિલનાડુના ચૂંટણીના રીઝલ્ટ બાદ રાહુલ ગાંધીએ પહેલાથી જ TVKના સુપ્રીમો થલાપતિ વિજયને ફોન પર અભિનંદન પાઠવ્યા હતા. તેમના સન્માન સંબોધન દરમિયાન રાહુલ ગાંધીએ TVK સુપ્રીમો થલાપતિ વિજયને વચન આપ્યું હતું કે તેઓ તેમની સાથે ઉભા છે. આથી સ્પષ્ટપણે કહી શકાય કે કોંગ્રેસ અને TVK સાથે મળીને સરકાર બનાવી શકે છે. અને સાથે નાના પક્ષો પણ બંને જોડાશે. કોંગ્રેસ સિવાય CPI, CPI(M), PMK અને VCK જેવી પાર્ટીઓ પણ જોડાશે. કોંગ્રેસે તમિલનાડુમાં 5 , PMK 4 અને CPI 2 બેઠકો જીતી છે.

વિજય થલાપથીના TVK સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવ્યા બા રાજ્યના સીનીયર અધિકારીઓ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો વિજયને મળવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેમાં સીનીયર પોલીસ અધિકારીઓ, એડીશનલ અને જોઈન્ટ કમિશનરો, તેમજ ડેપ્યુટી કમિશનર વિજયને મળવાનો પ્રયાસ કરનારાઓમાં સામેલ છે.

વધુ વાંચો: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં મમતાના નવ મંત્રીઓની કારમી હાર, ભાજપની લહેરમાં ગુમાવી સીટ

તમિલનાડુના ચૂંટણી પરિણામો બાદ સરકાર બનાવવાના પ્રયાસો તેજ થયા છે. જેમાં TVK સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે ત્યારે AIADMK અને DMK બીજા અને ત્રીજા સ્થાને આવ્યા છે. જેમાં કોંગ્રેસે તમિલનાડુમાં નિરાશાજનક પ્રદર્શન કર્યું છે. જો તમામ નાની પાર્ટીઓ સરકાર બનાવવા માટે ટીવીકે સાથે જોડાશે તો શુક્રવારે શપથ ગ્રહણ યોજાશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vijay Thalapathy Tamil Nadu TVK

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ