બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Politics / પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં મમતાના નવ મંત્રીઓની કારમી હાર, ભાજપની લહેરમાં ગુમાવી સીટ
Last Updated: 09:27 PM, 4 May 2026
West Bengal Assembly Elections 2026: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા પછી સ્પષ્ટ થઈ ગયું કે રેકોર્ડ મતદાન ભાજપની તરફેણમાં હતું. મમતા બેનર્જી સરકારમાં મંત્રી રહેલા નવ ધારાસભ્યોને હારનો સામનો કરવો પડ્યો છે.
ADVERTISEMENT
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026માં મમતા બેનર્જીના નવ મંત્રીઓને હારનો સામનો કરવો પડ્યો છે. મમતા બેનર્જી 2011 થી મુખ્યમંત્રી હતા અને તેમની સામે એંટી ઇનકંબેંસી જોવા મળતી હતી. તેમણે આનો સામનો કરવા માટે તમામ પ્રયાસો કર્યા, પરંતુ કંઈ કામ આવ્યું નહીં. મમતા બેનર્જી સરકારમાં મંત્રી રહેલા નવ નેતાઓને આ વખતે હારનો સામનો કરવો પડ્યો. પશ્ચિમ બંગાળમાં બંને તબક્કામાં મતદાન 90 ટકાથી વધુ થયું, જેનાથી રાજ્યમાં સૌથી વધુ મતદાનના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા.
ભાજપે મતદાન પછી જીતનો દાવો કર્યો હતો અને કહ્યુ હતુ કે લોકોએ ટીએમસીના વિરુદ્ધમાં ભારે મતદાન કર્યું છે. દરમિયાન ટીએમસીએ દાવો કર્યો કે લોકો તેમના મત ગુમાવવાના ડરથી મતદાન કરવા માટે તેમના ઘરોમાંથી બહાર આવ્યા હતા. જોકે જ્યારે પરિણામો આવ્યા ત્યારે એ સ્પષ્ટ થઈ ગયું કે બંગાળમાં સત્તા વિરોધી લહેરથી મતદાન થયું હતું.
ADVERTISEMENT
મમતા બેનર્જીના આ મંત્રીઓ હારી ગયા
મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શશી પાંજા શ્યામપુકુર વિધાનસભામાંથી હારી ગયા.
ADVERTISEMENT
લાઇબ્રેરી મંત્રી સિદ્દીકુલ્લાહ ચૌધરી મંતેશ્વરથી હાર્યા.
નોર્થ બંગાળ ડેવલપમેંટ મંત્રી ઉદયન ગુહા દિનહાટા વિધાનસભા ક્ષેત્રથી હારી ગયા.
ADVERTISEMENT
નાણા રાજ્યમંત્રી ચંદ્રિમા ભટ્ટાચાર્ય દમદમ ઉત્તરમાંથી હારી ગયા.
શિક્ષણ મંત્રી બ્રત્ય બસુ દમદમમાંથી હારી ગયા.
ADVERTISEMENT
ખાદ્ય મંત્રી રથિન ઘોષ મધ્યમગ્રામથી હારી ગયા.
ફાયર અને ઇમરજન્સી સર્વિસ મિનિસ્ટર સુજીત બસુ વિધાનનગર વિધાનસભા ક્ષેત્રમાંથી હાર્યા
ADVERTISEMENT
પંચાયત અને ગ્રામીણ વિકાસ રાજ્ય મંત્રી બેચરમ મન્ના સિંગુરમાંથી હાર્યા
વન મંત્રી બિરબાહા હંસદા બિનપુર મતવિસ્તારમાંથી હારી ગયા.

આ પણ વાંચોઃ West Bengal / "15 વર્ષ માર ખાધો છે..." બીજેપીની જીત પર ખુશીથી રડી પડ્યો કાર્યકર્તા
ભાજપે 200 થી વધુ બેઠકો જીતી
ભારતીય જનતા પાર્ટીએ પશ્ચિમ બંગાળમાં 137 બેઠકો જીતી છે અને 71 બેઠકો પર આગળ છે. ચૂંટણી પંચના આંકડા મુજબ ભાજપ કુલ 208 બેઠકો જીતવાનો અંદાજ છે. દરમિયાન મમતા બેનર્જીની ટીએમસી ફક્ત 79 બેઠકો સુધી મર્યાદિત રહી શકે છે. કોંગ્રેસે બે બેઠકો જીતી છે, અને મુર્શિદાબાદમાં બાબરી મસ્જિદની નીવ રાખનાર હુમાયુ કબીરે બે બેઠકો પર ચૂંટણી લડી હતી. તેને બંને બેઠકો જીતી છે. હવે તેને કોઇ એક બેઠક છોડવી પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.