ન્યૂઝ અપડેટ્સ
VTV / Tech & Auto / ms dhoni topped the list of top 10 dangerous celebrities
ADVERTISEMENT
ADVERTISEMENT
એમએસ ધોનીને ઓનલાઈન સર્ચ કરવા પર, આવી ઘણી લિંક્સ છે જે તેમના વિશે માહિતી આપે છે અથવા લેટેસ્ટ સમાચાર પરંતુ તે ટ્રેપની જેમ રચાયેલ છે. તેમનો હેતુ વપરાશકર્તાઓને દૂષિત વેબસાઇટ્સ પર નેવિગેટ કરવા અથવા તેમના ડિવાઇસમાં વાયરસ પર હુમલો કરવાનો છે.
સાયબર એક્સપર્ટે આપી સલાહ
ADVERTISEMENT
સાયબર સુરક્ષા એક્સપર્ટ કહે છે કે ધોની 'સૌથી જોખમી સર્ચ રિઝલ્ટ' બતાવવાની દ્રષ્ટિએ 'સૌથી ખતરનાક સેલિબ્રિટી' બની ગયો છે. એટલે કે, તેના નામનો ઉપયોગ ફેક અને ખતરનાક લિંક્સ સુધી યૂઝર્સને પહોંચાડવા માટે કરવામાં આવી રહ્યો છે.
ADVERTISEMENT
કોણ-કોણ છે ખતરનાક સિલેબ્સની યાદીમાં
ધોની ઉપરાંત સચિન તેંડુલકર, ગૌતમ ગુલાટી, સન્ની લિયોન, રાધિકા આપ્ટે, શ્રદ્ધા કપૂર, હરમનપ્રીત કૌર, પીવી સિંધુ અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પણ ખતરનાક શોધ પરિણામ બતાવતા સિલેબ્સની યાદીમાં છે. ઇન્ટરનેટ સિક્યુરિટી સોલ્યુશન્સ કંપની McAfee દ્વારા તૈયાર કરાયેલા ટોપ -10 'ખતરનાક સિલેબ્સ'ની યાદીમાં એમએસ ધોની ટોપ પર છે.
ADVERTISEMENT
McAfee ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને એન્જિનિયરિંગ અને મેનેજિંગ ડિરેક્ટર વેંકટ કૃષ્ણપુરએ જણાવ્યું હતું કે, "ધોનીની લોકપ્રિયતાનો ફાયદો સાઇબર ક્રિમિનલ્સ યૂઝર્સને નિશાન બનાવી શકે છે.
લિંક પર ક્લિક કરતા પહેલા વિચારવું
ADVERTISEMENT
વેંકટે વઘુમાં કહ્યું કે, ભારતમાં સબ્સક્રિપ્શન બેઝ્ડ કન્ટેન્ટ પ્લેટફોર્મ્સ ઝડપથી આગળ વધી રહ્યા છે અને લોકો સ્પોર્ટ્સ ઇવેન્ટ, મૂવી, ટીવા શો તથા પોતાના સુપરસ્ટારની તસવીરો માટે ફ્રી અથવા પાઇરેટેડ કન્ટેટની તપાસમાં ઓનલાઇન સર્ચ કરે છે.
આ પ્રકારના વપરાશકર્તાને ફ્રી અથવા પાઇરેટેડ કન્ટેન્ટ શેર કરવાનો દાવો કરતી સાઇટ્સ સાથે જોડાયેવા ખતરાને નજર અંદાજ ન કરવો જોઇએ, આ પ્રકારના ફ્રી કન્ટેન્ટ આપવાનો દાવો કરનારી લિંક પર ક્લિક ન કરવું કારણ કે તેનાથી પાસવર્ડ અને ડેટા ચોરી થવાની સંભાવના રહી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો