ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Movie Review / Movie Review of Article 15

MOVIE REVIEW / 'Article 15' અભિનેતા માટે આયુષ્યમાન ભવઃ સાબિત થશે

Published By: vtvAdmin

Last Updated: 09:17 PM, 28 June 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જાણો કેવી છે આયુષ્માન ખુરાનાની ફિલ્મ  'આર્ટિકલ 15'? ડિરેક્ટર અનુભવ સિંહાની ફિલ્મ 'આર્ટિકલ 15' માં જાતિવાદનો મુદ્દો સારી રીતે રજૂ કરવામાં આવ્યો છે. ભારત અનેક ક્ષેત્રોમાં પ્રગિત તો કરી રહ્યુ છે પરંતુ સમાજમાં આજે પણ ધર્મ, જાતિ અને લિંગને લઇને ભેદભાવ થઇ રહ્યો છે.

ADVERTISEMENT

ડિરેક્ટર અનુભવ સિંહાની ફિલ્મ 'આર્ટિકલ 15' માં જાતિવાદનો મુદ્દો સારી રીતે રજૂ કરવામાં આવ્યો છે. ભારત અનેક ક્ષેત્રોમાં પ્રગિત તો કરી રહ્યુ છે પરંતુ સમાજમાં આજે પણ ધર્મ, જાતિ અને લિંગને લઇને ભેદભાવ થઇ રહ્યો છે. આ તમામ વાતોને સહેજ પણ ડર્યા વગર આ ફિલ્મમાં બતાવવામાં આવે છે. આ ફિલ્મ એટલા માટે છે કેમ કે આ ફિલ્મ બધુ બતાવવામાં આવ્યુ છે જેના વિશે લોકો બતાવવામાં તો ઠીક વાત કરવામાં પણ ડરે છે.

 

વાર્તા:

IPS અધિકરી અયાન રંજન (આયુષ્માન ખુરાના)ને મધ્યપ્રદેશના લાલગાંવ પોલીસ સ્ટેશનનો ચાર્જ આપવામાં આવે છે. યૂરોપથી હાયર સ્ટડીઝ કરીને પરત ફરેલા અયાનને આ વિસ્તારમાં આવીને ઘણો ઉત્સુક છે પરતુ તેની પત્ની અદિતિ (ઇશા તલવાર) ને સાથે વાત કરતા જણાવી દે છે કે અહીંયા એક અલગ જ દુનિયા છે જે શહેરી જીવનની સાથે મેળ ખાતાી નથી. હજુ તો તે માહોલને સમજે તે પહેલા સમાચાર મળે છે કે, ગામમાંથી ત્રણ યુવતીઓ ગાયબ છે. તેને એ જોઈને નવાઈ લાગે છે કે તેના સાથી કર્મચારીઓ (મનોજ પહવા તથા કુમુદ મિશ્રા)ને એ વાતથી કોઈ ફરક પડતો નથી કે યુવતીઓ મળતી નથી. જ્યારે બે યુવતીઓની લાશ ઝાડ સાથે લટકેલી હાલતમાં મળે છે ત્યારે અયાનને આઘાત લાગે છે. ધીમે ધીમે તેને ખ્યાલ આવે છે કે આ યુવતીઓ નીચી જાતિની છે અને તેથી જ તેમની સાથે થયેલા દુષ્કર્મની વિરૂદ્ધ કોઈ ન્યાય માગવા તૈયાર થતું નથી. અયાન ન્યાય માટે લડે છે અને ત્રીજી યુવતીને શોધી કાઢવા માગે છે પરંતુ આજુબાજુની પરિસ્થિતિ તેને તેમ કરવા દેતી નથી.

એક્ટિંગ: 

એક હેંડસમ, નિર્ભય અને ફર્જને લઇને કટિબદ્ઘ પોલીસ અધિકારીના રૂપમાં આયુષ્માન ખુરાનાએ પોતાના કરિયરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ છે, તેના અભિયનની વિશેષતા રહી છે કે તેણે ક્યારેય ઑરવ ધ ટોપ એક્ટિંગ નથી કરી. પોતાની કેરેક્ટરને સુંદરતાથી અંડરપ્લે કર્યો છે. ગૌરાના રૂપમાં સાયની ગુપ્તાએ શાનદાર  એક્ટિંગ કરી છે. મનોજ પાહવા અને કુમુદ મિશ્રાની એક્ટિંગ જોરાદર છે. ઇશા તલવારને સ્ક્રીન સ્પેસ ઓછી મળી છે તેમ છતાં તેણે પોતાના રોલને જસ્ટિસ આપ્યો છે. મોહમ્મદ જીશાન આયુબનો રોલ નાનો હોવા છતાંય પાવરફૂલ છે. તેનું કેરેક્ટર નિષાદ,  જે બળવાખોર હોય છે અને જાતિવાદ સામે લડે છે.

ડિરેક્શન અને મ્યુઝિક:

અનુભવ સિંહાએ આ પહેલાં 'મુલ્ક' ફિલ્મ ડિરેક્ટ કરી હતી. જેમાં ધર્મને કારણે કરવામાં આવતા ભેદભાવ પર ભાર મૂકવામાં આવ્યો હતો. હવે જાતિવાદ પર ભાર મૂકવામાં આવ્યો છે. ફિલ્મ દરેક રીતે એકદમ રિયાલિસ્ટિક છે.  સ્ક્રીનપ્લે ગૌરવ સોલંકી અને અનુભવ સિંહાએ સાથે મળીને લખ્યો છે. આ ડાર્ક સબ્જેક્ટમાં પણ હાસ્ય તથા દમદાર સંવાદો છે. જેથી ફિલ્મ કંટાળાજનક બનતી નથી. આ સિવાય મંગેશ ધાકડેનું મ્યૂઝિક કમાલનું છે. તે ફિલ્મને વધુ પ્રભાવશાળી બનાવે છે.

કેમ જોવી જોઇએ:

સમાજને અરીસો બનાવતી આ રિયાલિસ્ટિક અને થ્રિલર ફિલ્મ જરૂરથી જોવી જોઇએ. 

સંકળાયેલા મુદ્દાઓ

Article 15 Ayushmann Khurrana Entertainment movie review આયુષ્માન ખુરાના Movie Review

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ