બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / monkeypox spain records first monkey pox related death

ચિંતા / વિશ્વ માટે ખતરો ! આ દેશમાં મંકીપોક્સને કારણે પ્રથમ વખત દર્દીનું મોત થતાં હડકંપ, જાણો કેવા હોય છે લક્ષણો

Published By: Kavan

Last Updated: 07:47 AM, 30 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્પેનમાં શુક્રવારે મંકીપોક્સ વાયરસને કારણે પ્રથમ વખત એક વ્યક્તિનું મૃત્યુ થયું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

  • મંકીપોક્સે વધાર્યું ટૅન્શન
  • સ્પેનમાં મકીપોક્સથી પ્રથમ મોત થતાં હડકંપ
  • અત્યાર સુધીમાં  4,298 લોકો મંકીપોક્સનો થયાં છે સ્વીકાર

યુરોપમાં મંકીપોક્સના વર્તમાન પ્રકોપથી સંબંધિત આ પ્રથમ મૃત્યુ હોવાનું માનવામાં આવે છે. સ્પેનિશ આરોગ્ય મંત્રાલયના ઈમરજન્સી અને તકેદારી સંકલન કેન્દ્ર અનુસાર, સ્પેન એ વિશ્વના એવા કેટલાક રાષ્ટ્ર પૈકીનો એક દેશ છે જે મંકીપોક્સથી સૌથી વધુ અસરગ્રસ્ત છે. સ્પેનમાં અત્યાર સુધીમાં લગભગ 4,298 લોકો આ વાયરસથી સંક્રમિત થયા છે.

એક દર્દીનું મૃત્યુ થતાં હડકંપ

કેન્દ્રના એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ઉપલબ્ધ માહિતી અનુસાર, મંકીપોક્સના 3,750 દર્દીઓમાંથી 120 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ હતા અને આ મંકીપોક્સ વાયરસના ચેપને કારણે એક દર્દીનું મૃત્યુ થયું હતું. એક અધિકારીએ કહ્યું કે મૃત્યુના ચોક્કસ કારણ વિશે કોઈ માહિતી આપી શકાઈ નથી કારણ કે પોસ્ટમોર્ટમના પરિણામો બહાર આવ્યા નથી.

હેલ્થ ઈમરજન્સી લાગૂ

નોંધપાત્ર રીતે, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ શનિવારે મંકીપોક્સના પ્રકોપને વૈશ્વિક આરોગ્ય કટોકટી તરીકે જાહેર કર્યું. WHO અનુસાર, મે મહિનાની શરૂઆતથી વિશ્વભરમાં મંકીપોક્સના 18,000 થી વધુ કેસ મળી આવ્યા છે. WHOના વડા ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસે બુધવારે કહ્યું કે 78 દેશોમાં તેની શોધ થઈ છે. જેમાં યુરોપમાં 70 ટકા અને અમેરિકામાં 25 ટકા કેસ જોવા મળ્યા છે.

World Health Organisation advises men at risk of monkeypox to consider limiting sexual partners for now

ગે લોકોમાં વધારે ફેલાય છે મંકિપોક્સ 

WHOના ડાયરેક્ટર જનરલ ડો. ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસ કહે છે કે મંકીપોક્સનો પ્રકોપ એવા પુરૂષોમાં વધુ જોવા મળે છે જેઓ પુરુષ સાથે સેક્સ કરે છે. તેમાં પણ આ રોગ ખાસ કરીને એવા પુરૂષોમાં વધુ ફેલાય છે જેમના ઘણા સેક્સ પાર્ટનર હોય છે. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ રોગ જાતીય સંબંધોથી ફેલાય છે કે કેમ.WHOના મહાનિર્દેશક સાથે, ઘણા આરોગ્ય નિષ્ણાતો અને ચેપી રોગના નિષ્ણાતો પણ મંકીપોક્સને એસટીડી એટલે કે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ માનવા માટે સંપૂર્ણપણે તૈયાર નથી.

મંકીપોક્સ સેક્સ દ્વારા ફેલાતો રોગ- ડૉ. સંજય રાય 

એઈમ્સમાં કોમ્યુનિટી મેડિસિનનાં પ્રોફેસર ડૉ. સંજય રાય કહે છે કે મંકીપોક્સ એ STD છે કે સેક્સ દ્વારા ફેલાતો રોગ છે તે કહી શકાય તેવા પૂરતા પુરાવા અમારી પાસે નથી. જ્યારે પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયાના લાઈફ કોર્સ એપિડેમિઓલોજીના વડા પ્રોફેસર ડૉ. ગિરધર બાબુ કહે છે કે જે પુરુષો પુરુષો સાથે સેક્સ કરે છે તેઓ મંકીપોક્સના ઉચ્ચ જોખમવાળા દર્દીઓમાં સામેલ છે. પરંતુ આ એકમાત્ર કેસ નથી.મંકીપોક્સના દર્દીઓના નજીકના સંપર્કમાં રહેતા અને તેમના ઘાને સ્પર્શ કરતા લોકોને પણ આ રોગ થઈ શકે છે.

95 ટકા લોકોમાં મંકિપોક્સ જાતિય સંપર્કને કારણે ફેલાયો 

ન્યુ ઈંગ્લેન્ડ જર્નલ ઑફ મેડિસિનમાં પ્રકાશિત થયેલા આ અભ્યાસમાં 27 એપ્રિલથી 24 એપ્રિલની વચ્ચે 16 દેશોના 528 પુષ્ટિ થયેલા દર્દીઓ પર સંશોધન કરવામાં આવ્યું હતું. અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે 95 ટકા દર્દીઓમાં આ રોગ જાતીય સંપર્કને કારણે પહોંચ્યો હતો.આ દર્દીઓમાંથી, 98 ટકા ગે અથવા બાયસેક્સ્યુઅલ પુરુષો છે. 41 ટકાને HIV છે, જે જાતીય સંપર્ક દ્વારા પણ ફેલાય છે. 

હવે ઝડપથી વધી રહ્યો છે આ વાયરસ

હાલમાં જ, યુનાઈટેડ કિંગડમ, પોર્ટુગલ અને  સ્પેનમાં મંકીપોક્સના કેટલાક કેસ સામે આવ્યા છે. આ રોગના ફેલાવાનો ખતરો હવે ઝડપથી વધી રહ્યો છે. મંકીપોક્સના કેસો સામાન્ય રીતે પશ્ચિમ અને મધ્ય આફ્રીકામાં જોવા મળે છે, પરંતુ હવે આ રોગના કેસો ક્યાંયથી પણ સામે આવી રહ્યા છે.

મંકીપોક્સ વાયરસના કેસો

મંકીપોક્સ વાયરસના કેસો વિશ્વના અલગ-અલગ ભાગોમાંથી આવી રહ્યા છે. આ વાયરસ હવે વિશ્વભરમાં પોતાનો પગ ફેલાવી રહ્યો છે. બ્રિટનમાં 6મે 2022 થી અત્યાર સુધી મંકીપોક્સના કેસોની પુષ્ટી કરવામાં કરવામાં આવી ચુકી છે. જ્યારે અમેરીકાએ 18મે 2022 માં કેનેડાની યાત્રા કરીને પરત ફરેલા એક નાગરીકમાં મંકીપોક્સ વાયરસના સંક્રમણના પ્રથમ કેસની પુષ્ટી કરી છે.

 what is monkeypox virus and its sympotms and why it is spreading so fast in the world know about in detail

ઝડપથી ફેલાવાનું કારણ ?

વાયરસના ઝડપથી ફેલાવાનું કારણ એવું માનવામાં આવી રહ્યું છે કે કોવિડ ગાઈડલાઈન્સ હટ્યા પછી લોકો બેદરકારીથી આમ-તેમ ફરી રહ્યા છે.

શું છે મંકીપોક્સ વાયરસ ?

આ રોગ મંકીપોક્સ નામના વાયરસથી ફેલાય છે. તેનું સંક્રમણ કેટલીક હદ સુધી માણસોમાં અછબડા સમાન છે. મંકીપોક્સની શોધ 1958માં વાંદરાઓના એક સમુહથી થઈ હતી, જેના કારણે તેને મંકીપોક્સ નામ આપવામાં આવ્યુ હતું.

શું છે મંકીપોક્સ રોગના લક્ષણો ?

યુએસ સેંટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી) મુજબ, રોગ ઘણીવાર ફ્લુ જેવા લક્ષણો જેવાકે તાવ, માંસપેશિઓમાં દુ:ખાવો સોજા અને લસિકા ગાંઠોથી શરૂ થાય છે. આની પહેલા ચેહરા તેમજ શરીર પર ચિકન પોક્સ જેવી ફોલ્લીઓ નીકળે છે.

આ વાયરસ કેવી રીતે ફેલાય શકે છે ?

સીડીસી અનુસાર આ રોગ કોઈ સંક્રમિત વ્યક્તિના  શારીરિક પ્રવાહી, ઘા કે પછી શેર કરવામાં આવેલી વસ્તુઓના સંપર્કથી ફેલાય શકે છે. 

આ વાયરસથી કેવી રીતે બચી શકાય ?

જો કોઈ વ્યક્તિમાં આ પ્રકારના લક્ષણો જોવા મળે તો તેના સંપર્કમાં ન આવો. સાથે જ તેના દ્ધારા ઉપયોગમાં લેવાયેલ કોઈ પણ વસ્તુ ન વાપરવી જોઈએ. આ ઉપરાંત આ પ્રકારના કોઈ પણ કેસની જાણકારી  મળે તો તરત જ સ્વાસ્થ્ય વિભાગનો સંપર્ક કરો.

સંકળાયેલા મુદ્દાઓ

Spain monkeypox monkeypox news મંકિપોક્સ ઈન વર્લ્ડ મંકીપોક્સ Monkeypox news

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ