ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / Politics / CM નિવાસસ્થાને મળેલી બેઠક પૂર્ણ, ભૂપેન્દ્ર પટેલ સિવાય તમામ મંત્રીઓના રાજીનામા લેવાયા

મોટા સમાચાર / CM નિવાસસ્થાને મળેલી બેઠક પૂર્ણ, ભૂપેન્દ્ર પટેલ સિવાય તમામ મંત્રીઓના રાજીનામા લેવાયા

Last Updated: 05:09 PM, 16 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમામ મંત્રીઓએ CM ભૂપેન્દ્ર પટેલને રાજીનામા સોંપ્યા છે. CM ભૂપેન્દ્ર પટેલ તમામ મંત્રીઓના રાજીનામા રાજ્યપાલને સોંપશે

ADVERTISEMENT

CM નિવાસસ્થાને મળેલી બેઠક પૂર્ણ થઇ છે. મુખ્યમંત્રી સિવાય તમામ મંત્રીઓના રાજીનામા લેવાયા છે. તમામ મંત્રીઓએ CM ભૂપેન્દ્ર પટેલને રાજીનામા સોંપ્યા છે. CM ભૂપેન્દ્ર પટેલ તમામ મંત્રીઓના રાજીનામા રાજ્યપાલને સોંપશે. મહત્વનું છે કે બેઠકમાં CMએ હાઈકમાન્ડના નિર્ણયની મંત્રીઓને જાણ કરી હતી, જે બાદ તમામ મંત્રીઓએ રાજીનામા સોંપ્યા હતા.

અહેવાલો મુજબ, બેઠક શરૂ થાય તે પહેલાં જ રાજીનામાનું એક ફોર્મ તૈયાર રાખવામાં આવ્યું હતું, જેના પર મંત્રીઓએ માત્ર સહી કરવાની હતી.

રાજ્યમાં નાયબ મુખ્યમંત્રી (Deputy CM)ની નિમણૂક અંગે પણ ચર્ચાઓ તેજ બની છે. ભાજપના મોવડીમંડળ દ્વારા આ અંગે શું નિર્ણય લેવાય છે, તેના પર સૌની નજર છે.

આવતીકાલે એટલે કે દિવાળી પહેલા ભુપેન્દ્ર પટેલ સરકારનું નવું મંત્રીમંડળ અસ્તિત્વમાં આવી જશે. હવે જે મંત્રીમંડળ બનશે તે 2027 સુધી યથાવત રહેશે.

રાત્રે 8 વાગે મુખ્યમંત્રી ધારાસભ્યો સાથે મુલાકાત કરશે રાષ્ટ્રીય ભાજપ પ્રમુખ જે.પી.નડ્ડા 7.00 વાગે અમદાવાદ પહોચશે મુખ્યમંત્રી અને જે.પી.નડ્ડા ધારાસભ્યો સાથે રાત્રીભોજ કરશે. સામાન્ય વહીવટ વિભાગે ખાલી બંગલા અને વાહનો અંગે માહિતી એકત્રીત કરી છે. નવા મંત્રીઓ માટે બંગલા અને ગાડીઓ માટે સૂચના આપવામાં આવી છે. શપથવિધિ બાદ નવા મંત્રીઓને વાહનો અને મકાનની ફાળવણી કરવામાં આવશે.

કચ્છમાંથી આ ધારાસભ્યને સ્થાન મળી શકે

માંડવી-મુન્દ્રા બેઠકના અનિરુદ્ધ દવેને નવા મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. અનિરુદ્ધ દવે મૂળ જનસંઘ પરીવારમાંથી આવે છે. અને કચ્છ ભાજપના બે ટર્મથી મહામંત્રી રહી ચુક્યા છે. માંડવી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રહી ચુક્યા છે. પૂર્વ રાજ્યસભા સાંસદ અને જનસંઘના દિગ્ગ્જ નેતા સ્વ અનંત દવેના ભત્રીજા છે. ભાજપ ધારાસભ્ય કચ્છ જિલ્લાની તમામ વિગતોથી વાકેફ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી વ્યક્તિગત પરિચય ધરાવે છે. માંડવી-મુન્દ્રા બેઠકના કાર્યકરો સાથે ઘરોબો ધરાવતો ચહેરો છે અને બ્રાહ્મણ સમુદાયમાંથી આવે છે. તઓ વ્યવસાયે વકીલાત કરે છે.

આ પણ વાંચોઃ કચ્છના બે ધારાસભ્યની લાગી શકે લોટરી, આ એક નામ બધા માટે સરપ્રાઈઝ

vtv app promotion

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

All Ministers Resignation Meeting Governer
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ