ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 03:25 PM, 16 October 2025
ADVERTISEMENT
Gujarat cabinet expansion : ગુજરાતના રાજકારણ (Gujarat Politics) માટે આવતીકાલનો દિવસ ખાસ માનવામાં આવી રહ્યો છે, મંત્રીમંડળમાં મોટા પાયે ફેરફાર થવાની શક્યતા છે. અનેક મોટા મંત્રીઓના પત્તા કપાઈ શકે છે તો નવા ચહેરાઓને પણ સ્થાન મળશે, જેમાં કચ્છના બે ધારાસભ્યનો પણ સમાવેશ થાય છે.
ADVERTISEMENT
આવતીકાલે એટલે કે દિવાળી પહેલા ભુપેન્દ્ર પટેલ સરકારનું નવું મંત્રીમંડળ અસ્તિત્વમાં આવી જશે. કચ્છમાંથી કદાવર નેતાને નવા મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવે તેવી સંભવના છે. હવે જે મંત્રીમંડળ બનશે તે 2027 સુધી યથાવત રહેશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
માંડવી-મુન્દ્રા બેઠકના અનિરુદ્ધ દવેને નવા મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. અનિરુદ્ધ દવે મૂળ જનસંઘ પરીવારમાંથી આવે છે. અને કચ્છ ભાજપના બે ટર્મથી મહામંત્રી રહી ચુક્યા છે. માંડવી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રહી ચુક્યા છે. પૂર્વ રાજ્યસભા સાંસદ અને જનસંઘના દિગ્ગ્જ નેતા સ્વ અનંત દવેના ભત્રીજા છે. ભાજપ ધારાસભ્ય કચ્છ જિલ્લાની તમામ વિગતોથી વાકેફ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી વ્યક્તિગત પરિચય ધરાવે છે. માંડવી-મુન્દ્રા બેઠકના કાર્યકરો સાથે ઘરોબો ધરાવતો ચહેરો છે અને બ્રાહ્મણ સમુદાયમાંથી આવે છે. તઓ વ્યવસાયે વકીલાત કરે છે.

ADVERTISEMENT
કચ્છમાંથી બીજા ધારાસભ્ય તરીકે માલતીબેન મહેશ્વરીનું નામ ચર્ચામાં છે. તોઓ સૌથી નાની વયે 2017માં ભાજપના ધારાસભ્ય બન્યા હતા. ગાંધીધામ બેઠક પર પ્રભુત્વ ધરાવતા મહેશ્વરી સમુદાયમાંથી આવે છે અને તેમના પિતા ભાજપ સાથે વર્ષોથી જોડાયેલા છે. બિનવિવાદિત ધારાસભ્યની છાપ ધરાવે છે.
ADVERTISEMENT
સરકાર કાલે તેના મંત્રીમંડળમાં ફેરફાર કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ ફેરફાર આગામી ચૂંટણી રણનીતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યો છે.ગુજરાતના રાજકારણમાં હલચલ મચી ગઈ છે. આવતીકાલે ગુજરાતના રાજકારણમાં નવો વળાંક આવી શકે છે.
ADVERTISEMENT
વધુ વાંચો : ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલના સંકેત, CM સિવાય મોટા ભાગના મંત્રીઓ ઘરભેગા થઈ શકે
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મંત્રીમંડળમાં ફેરબદલ 2027ની ગુજરાત ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યો છે. ગુજરાત મંત્રીમંડળમાં વધુમાં વધુ 27 મંત્રીઓનો સમાવેશ થઈ શકે છે, પરંતુ હાલમાં ફક્ત 17 મંત્રી પદો કાર્યરત છે. બાકીના 10 મંત્રી પદો ખાલી છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ ખાલી પદોને ભરવામાં આવશે. જોકે, બધા પદો ભરવામાં આવશે નહીં પણ કેટલાક ખાલી રહેશે. નોંધનીય છે કે, 2022 ની વિધાનસભા ચૂંટણી પછી ગુજરાતમાં કોઈ મંત્રીમંડળમાં ફેરફાર થયો નથી.
સંકળાયેલા મુદ્દાઓ
Bharatsinh Chauhan is a senior journalist based in kutch having 18+ years experience.