ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલના સંકેત, CM સિવાય મોટા ભાગના મંત્રીઓ ઘરભેગા થઈ શકે

નવું મંત્રીમંડળ / ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલના સંકેત, CM સિવાય મોટા ભાગના મંત્રીઓ ઘરભેગા થઈ શકે

Published By: Jay Bhatt

Last Updated: 02:59 PM, 16 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના રાજકારણમાંથી સૌથી મોટા અને મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં મંત્રીમંડળના વિસ્તરણમાં મોટી ઉથલપાથલ થઈ શકે છે.

ADVERTISEMENT

Gujarat cabinet expansion : ગુજરાતના નવા મંત્રી મંડળના વિસ્તરણનો તખ્થો તૈયાર થઈ ચૂક્યો છે. મહાત્મા મંદિરે શપથવિધિની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે હવે મંત્રીમંડળને લઈને સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે.

ગુજરાતમાં ફરી નો રીપિટ થિયરી શક્યતા

રાજ્યના મંત્રીમંડળમાં મોટી ઉથલપાથલ થવાના સંકેત મળી રહ્યા છે. જેમાં ગુજરાતમાં મંત્રીમંડળમાં ફરી નો-રીપિટ થિયરીની શક્યતા સેવાઈ રહી છે. સૂત્રો પાસેથી મળતા અહેવાલ મુજબ મુખ્યમંત્રી સિવાયના મોટા ભાગના મંત્રીઓ રાજીનામું આપી શકે છે. ગુજરાતના રાજકારણ (Gujarat Politics) માટે આવતીકાલનો દિવસ ખાસ માનવામાં આવી રહ્યો છે.

ડેપ્યુટી સીએમની ફોર્મ્યૂલા ચર્ચામાં

એક તરફ રાજ્યમાં ડેપ્યુટી સીએમની ફોર્મ્યૂલા લાગુ થઈ શકે તેવી ચર્ચા ચાલી રહી છે, ત્યારે ભાજપ ફરી એકવાર નો-રિપીટની થિયરી અપનાવી શકે છે. અગાઉ 2021માં ભાજપે મુખ્યમંત્રી સહિત મોટા પાયે મંત્રીમંડળમાં ફેરફાર કર્યા હતા. હાલ મંત્રીમંડળમાં કોને સ્થાન મળશે અને કોનું પત્તું કપાશે તેને લઈને સસ્પેન્સ યથાવત છે, ત્યારે હવે ગુજરાતમાં કંઈક મોટું થવાના સંકેત મળી રહ્યા છે.

દિગ્ગ્જ નેતાઓ રહેશે ઉપસ્થિત

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે પ્રથમ વખત નવા મંત્રીમંડળની શપથવિધિ યોજાનાર છે, ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી સહિત ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા પણ ઉપસ્થિતિ રહેવાની સંભાવના પ્રબળ છે, ત્યારે મુખ્યમંત્રી સિવાય મોટા ભાગના મંત્રીઓ રાજીનામા આપવાની શક્યતા વધી જાય છે. આવતીકાલે ગુજરાતના રાજકારણમાં નવો વળાંક આવી શકે છે.

vtv app promotion

વર્તમાન ધારાસભ્યો રાજીનામા સોંપશે

ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસ સ્થાને થોડીવારમાં રાજ્ય સરકારની વર્તમાન મંત્રીમંડળની અંતિમ બેઠક યોજાનાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નિવાસ સ્થાને પહોંચી ગયા છે. મંત્રીમંડળના વર્તમાન ધારાસભ્યો મુખ્યમંત્રીને રાજીનામા સોંપશે. CM ભૂપેન્દ્ર પટેલ હાલના મંત્રીમંડળને અંતિમ સંબોધન કરશે. બેઠકમાં આવતીકાલની શપથવિધિ અંગે પણ ચર્ચા થઈ શકે છે.

વધુ વાંચો : નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્ર ઉપર ખાસ ભાર મુકાશે! રીવાબા જાડેજા મંત્રી બની શકે

આગામી ચૂંટણીઓ માટે તૈયારી

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મંત્રીમંડળમાં ફેરબદલ 2027ની ગુજરાત ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યો છે. ગુજરાત મંત્રીમંડળમાં વધુમાં વધુ 27 મંત્રીઓનો સમાવેશ થઈ શકે છે, પરંતુ હાલમાં ફક્ત 17 મંત્રી પદો કાર્યરત છે. બાકીના 10 મંત્રી પદો ખાલી છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ ખાલી પદોને ભરવામાં આવશે. જોકે, બધા પદો ભરવામાં આવશે નહીં પણ કેટલાક ખાલી રહેશે. નોંધનીય છે કે, 2022 ની વિધાનસભા ચૂંટણી પછી ગુજરાતમાં કોઈ મંત્રીમંડળમાં ફેરફાર થયો નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

cabinet expansion news update Gujarat cabinet expansion Big news on cabinet expansion

Published by

Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ