ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્ર ઉપર ખાસ ભાર મુકાશે! રીવાબા જાડેજા મંત્રી બની શકે
ADVERTISEMENT
Gujarat cabinet expansion: ગુજરાતના રાજકારણ (Gujarat Politics) માટે આવતીકાલનો દિવસ ખાસ માનવામાં આવી રહ્યો છે, મંત્રીમંડળમાં મોટા પાયે ફેરફાર થવાની શક્યતા છે. અનેક મોટા મંત્રીઓના પત્તા કપાઈ શકે છે તો નવા ચહેરાઓને પણ સ્થાન મળશે, જેમાં રીવાબા જાડેજાનું નામ પણ ચર્ચામાં છે.
ADVERTISEMENT
સરકાર કાલે તેના મંત્રીમંડળમાં ફેરફાર કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ ફેરફાર આગામી ચૂંટણી રણનીતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યો છે.ગુજરાતના રાજકારણમાં હલચલ મચી ગઈ છે. આવતીકાલે ગુજરાતના રાજકારણમાં નવો વળાંક આવી શકે છે. મળતી માહિતી પ્રમાણે, આ નવા મંત્રીમંડળમાં રિવાબા જાડેજાને સ્થાન મળી શકે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્ર ઉપર ખાસ ભાર મુકાઈ શકે છે. હાલમાં સૌરાષ્ટ્રમાં ભાનુબેન બાબરીયા અને મૂળુ બેરાના નામ કપાઈ શકે છે. ભાનુબેન બાબરિયાની જગ્યાએ રીવાબા જાડેજા મંત્રી બની શકે છે.
ADVERTISEMENT
રીવાબા જાડેજા ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની અને ગુજરાતમાં સક્રિય નેતા છે. રીવાબાએ 2022માં ભાજપના ઉમેદવાર તરીકે ઉત્તર જામનગર બેઠક જીતી હતી અને ધારાસભ્ય બન્યા હતા. મહિલા સશક્તિકરણના મુદ્દાઓ પર પોતાના મુદ્દાઓ વ્યક્ત કરવા માટે પણ તેઓ જાણીતા છે.
ADVERTISEMENT
વધુ વાંચો : કોના ઘરે ફટાકડાં ફૂટશે, કોનું થશે સૂરસૂરિયું? મંત્રીમંડળમાં આ ધારાસભ્યોના નામ હોટ ફેવરિટ
ADVERTISEMENT
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મંત્રીમંડળમાં ફેરબદલ 2027ની ગુજરાત ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યો છે. ગુજરાત મંત્રીમંડળમાં વધુમાં વધુ 27 મંત્રીઓનો સમાવેશ થઈ શકે છે, પરંતુ હાલમાં ફક્ત 17 મંત્રી પદો કાર્યરત છે. બાકીના 10 મંત્રી પદો ખાલી છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ ખાલી પદોને ભરવામાં આવશે. જોકે, બધા પદો ભરવામાં આવશે નહીં પણ કેટલાક ખાલી રહેશે. નોંધનીય છે કે, 2022 ની વિધાનસભા ચૂંટણી પછી ગુજરાતમાં કોઈ મંત્રીમંડળમાં ફેરફાર થયો નથી.
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.