બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:13 PM, 29 February 2024
લોકસભાની ચૂંટણીને લઈ તમામ રાજકીય પક્ષોએ તડામાર તૈયારીઓ આરંભી દીધી છે. ત્યારે ભાજપમાં સેન્સ પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે. તેમજ ચૂંટણી અનુલક્ષીને ભાજપે કેટલાક નેતાઓને જવાબદારી પણ સોંપી છે. સિનિયર સભ્યોને સંયોજક - સહ સંયોજક તરીકે જવાબદારી સોંપી છે.
ADVERTISEMENT

સંયોજક - સહસંયોજકની નિમણૂંક કરાઈ
ભાજપએ પ્રદેશ ચૂંટણી પ્રબંધન સમિતિના સંયોજક તેમજ સહસંયોજક તરીકે નિમણુંક કરી છે. જેમાં આઈ કે જાડેજાને લોકસભા ચૂંટણીના સંયોજક બનાવાયા છે. જ્યારે સહસંયોજક તરીકે જયસિંહ ચૌહાણ, જગદીશ પટેલ, પ્રદીપ પરમાર અને ભરત આર્યની નિમણૂંક કરાઈ છે.
ADVERTISEMENT
ભાજપ કેન્દ્રીય સમિતિની બેઠક મળશે
લોકસભાની ચૂંટણીને લઇ ભાજપની તડામાર તૈયારીઓ જોવા મળી રહી છે. આજે ભાજપની કેન્દ્રીય સમિતિની બેઠક મળવાની છે. જેમાં લોકસભા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થઇ શકે છે. સાંજે 7 કલાકે PM મોદીની હાજરીમાં ઉમેદવારોને લઇ ચર્ચા થશે. અત્રે જણાવીએ કે, 25થી 30 ઉમેદવારોના નામ જાહેર થઇ શકે છે
વાંચવા જેવું: BIG NEWS : ગુજરાતના સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થાંમાં 4 ટકાનો વધારો કરાયો, હવે કેટલા?
ADVERTISEMENT
રાજકારણ ગરમાયું
લોકસભા ચૂંટણીનો માહોલ બનવા સાથે જ દરરોજ કોંગ્રેસમાંથી કાર્યકર્તાઓથી લઇ આગેવાનો અને ધારાસભ્યો ભાજપમાં જોડાઇ રહ્યા છે. ત્યારે કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય ભાજપમાં જોડાશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. બનાસકાંઠાના દાંતા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડી ભાજપમાં જોડાશે તેવી ચર્ચાએ જોર પકડતાં ધારાસભ્યએ ફેસબુક પર ખુલાસો કર્યો છે. ધારાસભ્ય કાંતિ ખરાડીએ ફેસબુક પર ભાજપમાં જોડાવવાની વાતને અફવા ગણાવી. ચૂંટણી આવે એટલે રાજીનામાના તાયફા સામે આવે છે તેવું પોસ્ટમાં લખી તેમના નામે ચાલેલી અફવાનું ધારાસભ્યએ ખંડન કર્યું. એટલું જ નહીં, ધારાસભ્ય કાંતિ ખરાડીએ અફવાઓથી દૂર રહેવા લોકોને અપીલ કરી.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.