બ્રેકિંગ ન્યુઝ
Dinesh
Last Updated: 04:22 PM, 29 February 2024
ગુજરાત સરકારે રાજ્યના કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. સરકારે કર્મચારીઓને જુલાઈ-2023થી 4 ટકા મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. અત્રે જણાવીએ કે, વધારાનો 8 માસનો તફાવત એરિયર્સ 3 હપ્તામાં પગાર સાથે ચૂકવાશે. LTC માટે 10 પ્રાપ્ત રજાની રોકડ રૂપાંતર 7મા પગારપંચ પ્રમાણે થશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ કર્મચારીઓને છઠ્ઠા પગારપંચ પ્રમાણે ચૂકવણી થતી હતી
ADVERTISEMENT
ત્રણ હપ્તામાં ચુકવાશે
અત્રે જણાવીએ કે, 1 જુલાઈ 2023થી ફેબ્રુઆરી-2024 સુધીની તફાવતની રકમ ત્રણ હપ્તામાં ચુકવાતા પગાર સાથે આપવામાં આવશે. એટલે કે જુલાઈ-2023થી સપ્ટેમ્બર-2023 સુધીની તફાવત રકમ માર્ચ-2024માં અને ઓક્ટોબરથી ડિસેમ્બર 2023ની એરિયર્સની રકમ એપ્રિલ-2024માં, જાન્યુઆરી અને ફેબ્રુઆરી-2024ના મોંઘવારી ભથ્થાની એરિયર્સની રકમ મે-2024ના પગાર સાથે કર્મચારીઓને આપવામાં આવશે
ADVERTISEMENT
વાંચવા જેવું: રાજ્યમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, જામનગર સહિતના જિલ્લાઓમાં ત્રાટકશે, ખેડૂતોને કરાયા એલર્ટ
મુખ્યમંત્રીએ નવી વર્ધિત-પેન્શન યોજના એન.પી.એસ.માં કર્મચારી અને રાજ્ય સરકારના ફાળા અંગે પણ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્મચારીઓની માંગણીઓને પ્રતિસાદ આપતા કર્યો છે. તદઅનુસાર, હવે એન.પી.એસ. અન્વયે કર્મચારીએ 10 ટકા ફાળો ભરવાનો રહેશે અને રાજ્ય સરકાર તેની સામે 14 ટકા ફાળો આપશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બે મહત્વપૂર્ણ નિર્ણયો ઉપરાંત કર્મચારીઓને એલ.ટી.સી. માટે 10 પ્રાપ્ત રજાની રોકડ રૂપાંતરણ ચૂકવણી અગાઉ 6ઠ્ઠા પગાર પંચના પગાર ધોરણ અનુસાર થતી હતી, તે હવેથી સાતમા પગાર પંચના સુધારેલા પગાર મુજબ ચૂકવવાનો પણ અગત્યનો નિર્ણય જાહેર કર્યો છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT