ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Meteorological department has predicted rain with heavy wind in Gujarat
Last Updated: 02:38 PM, 29 February 2024
ADVERTISEMENT
Gujarat Weather Forecast : રાજ્યમાં ફરી એકવાર હવામાન વિભાગની આગાહી સામે આવી છે. વાત જાણે એમ છે કે, ગુજરાતમાં હજુ ગરમી શરૂ થાય તે પહેલાં રાજ્યમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આ તરફ હવામાન વિભાગની આગાહીને પગલે ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 1 થી 2 માર્ચના દિવસ હળવા વરસાદ સાથે ભારે પવન રહશે. આ સાથે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોમસી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
ADVERTISEMENT
વધુ વાંચો: બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, હોલ ટિકિટને લઇ સામે આવી મોટી અપડેટ
ADVERTISEMENT
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે આગાહી કરી છે કે, 1 થી 2 માર્ચના દિવસ હળવા વરસાદ સાથે ભારે પવન રહશે. જેમાં 1 માર્ચના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દ્વારકા, જામનગર, મોરબી, ગીરસોમનાથ અને કચ્છમાં વરસાદની આગાહી કરાઇ છે.
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) February 29, 2024
ADVERTISEMENT
આ સાથે 2 માર્ચના રોજ પાટણ, બનાસકાંઠા, અરવલ્લી મહીસાગર, સાબરકાંઠા, દાહોદ, ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા, ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ, કચ્છમાં વરસાદ રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠાની આગાહી કરવામાં આવી હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. આ સાથે ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા વ્યક્ત કરાઇ છે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT