બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / સૌથી સસ્તામાં ખરીદો iPhone 17, આવતીકાલથી સેલ શરૂ, આટલા હજારનું ડિસ્કાઉન્ટ

તમારા કામનું / સૌથી સસ્તામાં ખરીદો iPhone 17, આવતીકાલથી સેલ શરૂ, આટલા હજારનું ડિસ્કાઉન્ટ

Nidhi Panchal

Last Updated: 09:02 PM, 18 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવા iPhone 17 શ્રેણી આવતીકાલે ભારતીય બજારમાં વેચાણ માટે તૈયાર છે. ખાસ વાત એ છે કે આ વખતે પહેલીવાર iPhone Air પણ આવી રહ્યો છે, જે લોકોમાં વધુ ઉત્સુકતા જગાવી રહ્યો છે. તો શું થશે આવતીકાલે Apple સ્ટોર્સ પર?

9 સપ્ટેમ્બરે લોન્ચ થયેલી iPhone 17 આખરે ભારતમાં આવતીકાલે, એટલે કે 19 સપ્ટેમ્બરથી વેચાણ માટે ઉપલબ્ધ થશે. આ શ્રેણીમાં iPhone 17, iPhone 17 Pro, iPhone 17 Pro Max અને પહેલીવાર iPhone Air નો સમાવેશ થાય છે. ફોન સાથે લોન્ચ થયેલા નવા Apple Watch અને AirPods Pro 3નું પણ વેચાણ શરૂ થશે.

iphone17-pro

પ્રી-બુકિંગનો ઉત્સાહ

12 સપ્ટેમ્બરથી શરૂ થયેલા પ્રી-ઓર્ડરમાં હજારો લોકોએ પોતાનો iPhone 17 બુક કરાવ્યો છે. આવતીકાલે જ્યારે એપલના રિટેલ સ્ટોર્સ ફરી ખુલશે, ત્યારે મુંબઈ, દિલ્હી, બેંગલુરુ અને પુણે જેવા શહેરોમાં લાંબી કતારો જોવા મળશે. આ શ્રેણી ઓનલાઈન સ્ટોર્સ અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ રહેશે.

ક્યાંથી મળશે iPhone 17?

ગ્રાહકો iPhone 17 શ્રેણી એપલની સત્તાવાર વેબસાઇટ અને રિટેલ સ્ટોર્સ સિવાય ફ્લિપકાર્ટ, એમેઝોન, બ્લિંકિટ અને રિલાયન્સ ડિજિટલ, ક્રોમા, વિજય સેલ્સ, લોટસ ઇલેક્ટ્રોનિક્સ તેમજ ઇન્ગ્રામ માઇક્રો ઇન્ડિયા જેવા રિટેલર્સ પાસેથી પણ ખરીદી શકશે.

iphone-new-logo

iPhone 17 લોન્ચ પર ગ્રાહકો માટે ખાસ ઑફર્સ

ક્રોમા તરફથી ગ્રાહકોને 19 સપ્ટેમ્બરથી 206 શહેરોમાં આવેલા તેના 574 સ્ટોર્સ પર iPhone 17 શ્રેણી ઉપલબ્ધ થશે. સાથે જ કંપની ₹6,000 સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ અને 6 મહિના સુધી નો-કોસ્ટ EMI આપી રહી છે, જેથી ખરીદી વધુ સરળ બને.

ઇન્ગ્રામ માઇક્રો ઇન્ડિયા

ઇન્ગ્રામ માઇક્રો ઇન્ડિયા પણ ખાસ ઑફર્સ લઈને આવી છે. અહીં ગ્રાહકોને iPhone 17 અને iPhone Air પર 24 મહિના સુધી નો-કોસ્ટ EMIનો લાભ મળશે. સાથે iPhone 17 પર ₹7,000 સુધીનું એક્સચેન્જ બોનસ અને Apple Watch પર ₹2,000 સુધીનું એક્સચેન્જ બોનસ આપવામાં આવશે.

app promo6

વિજય સેલ્સ

વિજય સેલ્સે પણ ધમાકેદાર ડિસ્કાઉન્ટ જાહેર કર્યા છે. iPhone 17 (256GB) મોડલ પર ગ્રાહકોને સીધો ₹6,000 ડિસ્કાઉન્ટ મળશે, જ્યારે Pro અને Pro Max મોડલ પર ₹4,000 ડિસ્કાઉન્ટ મળશે. અહીં EMI માત્ર ₹4,471 પ્રતિ મહિના થી શરૂ થાય છે. એટલું જ નહીં, SBI ક્રેડિટ કાર્ડ ધરાવતા ગ્રાહકોને iPhone Air પર ₹4,000 ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ સાથે માત્ર ₹5,348 પ્રતિ મહિના EMIનો લાભ મળશે.

આ પણ વાંચો : 7 કરોડ PF ખાતા ધારકો માટે ખુશખબર! એક જ પ્લેટફોર્મ મળશે તમામ સુવિધા

લોટસ ઇલેક્ટ્રોનિક્સ પણ પોતાના સ્ટોર્સ અને વેબસાઇટ પર ખાસ લોન્ચ ઑફર્સ લઈને આવી છે. અહીં એક્સચેન્જ ડીલ્સ અને સરળ EMI વિકલ્પો આપવામાં આવ્યા છે, જેથી ગ્રાહકોને નવી iPhone 17 શ્રેણી સરળતાથી ખરીદી શકાય. ભારતમાં iPhone 17ની કિંમત અગાઉના મોડેલો કરતાં વધારે છે અને અમેરિકા તથા દુબઈ કરતાં પણ મોંઘી છે. છતાંય માંગ ખૂબ જ વધારે છે. ખાસ કરીને નવી iPhone Air તેની અલ્ટ્રા-સ્લિમ ડિઝાઇનને કારણે લોકોનું ધ્યાન ખેંચી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Apple India Launch iPhone Air iPhone 17
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ