ન્યૂઝ અપડેટ્સ
VTV / વિશ્વ / ‘મુસાફરોના જીવ જોખમમાં મૂકનારાને છોડાશે નહીં’, ફ્લાયદુબઈ કૉકપિટ વિવાદ બાદ ઇઝરાયલ લાલઘૂમ
Last Updated: 12:05 AM, 1 October 2026
ADVERTISEMENT
હવામાં 34000 ફૂટની ઊંચાઈએ ઉડી રહેલા વિમાનના કોકપિટની અંદર જ જો હિંસક ઝપાઝપી થાયતો તે સમય કેટલો ભયાનક હોઈ શકે? આવી જ ધ્રુજાવી દેનારી ઘટના દુબઈથી ઇઝરાયેલના તેલ અવીવ જઈ રહેલી 'ફ્લાયદુબઈ'ની ફ્લાઈટ FZ1073 માં બની હતી. વિમાનમાં સવાર 180 મુસાફરોના જીવ તે સમયે તાળવે ચોંટી ગયા હતા જ્યારે અચાનક હવામાંથી હાઈજેકિંગ અને ઈમરજન્સીના સિગ્નલ કંટ્રોલ રૂમને મળવા લાગ્યા હતા.
ADVERTISEMENT
કોકપિટમાં શું બન્યું હતું?
મળતી માહિતી મુજબ, બોઈંગ 737 મેક્સ વિમાન જ્યારે હવામાં હતું ત્યારે કોકપિટની અંદર પાયલટ અને કો-પાયલટ વચ્ચે કોઈ બાબતે ભારે ઘર્ષણ શરૂ થયું હતું. પરિસ્થિતિ એટલી વણસી કે વિમાનમાંથી પહેલા '7700' સામાન્ય ઈમરજન્સી અને તેની થોડી જ સેકન્ડોમાં '7500' વિમાન હાઈજેક થવાનો કે ગેરકાયદેસર કબ્જાનો સ્ક્વોક કોડ મોકલવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
ઈઝરાયેલી મીડિયાના રિપોર્ટ્સ અનુસાર, કોકપિટમાં રહેલા એક પાયલટે કથિત રીતે વિમાનને ખુબ ઝડપથી નીચે લાવીને દુર્ઘટનાગ્રસ્ત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બીજા પાયલટે સમયસૂચકતા દાખવીને તેને રોક્યો હતો. આ હાઈડ્રામા બાદ વિમાનનો રૂટ તાત્કાલિક ડાયવર્ટ કરવામાં આવ્યો અને તેને સાઉદી અરેબિયાના તાબુક એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ કરાવવામાં આવ્યું હતું.
ઇઝરાયેલનું આકરું વલણ અને કડક કાર્યવાહીની ચીમકી
ADVERTISEMENT
આ ઘટના સામે આવ્યા બાદ ઇઝરાયેલ સરકારે લાલ આંખ કરી છે. જેમાં ઇઝરાયેલના નાણામંત્રી બેઝાલેલ સ્મોટ્રિચે સ્પષ્ટ કર્યું કે, "જેને પણ 180 નિર્દોષ નાગરિકોના જીવ જોખમમાં મૂક્યા છે તેની સામે એક હત્યારા સમાન જ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે."
ADVERTISEMENT
ઉડાન પર પ્રતિબંધ અને તપાસની માંગ
ઇઝરાયેલના ટ્રાન્સપોર્ટ મંત્રી મીરી રેગેવે દુબઈથી તેલ અવીવ આવતી ફ્લાયદુબઈની તમામ ફ્લાઈટ્સ રોકી દેવાની અને યુએઈ સાથેના એવિએશન કરારના નિયમોના ઉલ્લંઘનની તપાસ કરવાની માંગ કરી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો