ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / આ શહેરમાં લાગશે iPhone નું લંગર! ફ્રીમાં વહેંચાશે Appleના iPhones? જાણો ક્યાં

કામની વાત / આ શહેરમાં લાગશે iPhone નું લંગર! ફ્રીમાં વહેંચાશે Appleના iPhones? જાણો ક્યાં

Published By: Bijal Vyas

Last Updated: 12:07 PM, 19 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

iPhone મેળવવાની ઈચ્છા રાખનારાઓ માટે સારા સમાચાર છે. એક 'આઈફોન લંગર'નું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં આઈફોન મફતમાં આપવામાં આવશે. આ કાર્યક્રમ ૨૨ સપ્ટેમ્બરે ચંદીગઢમાં યોજાશે, જેમાં જાહેરમાં લકી ડ્રો યોજવામાં આવશે અને પસંદગી પામેલા વ્યક્તિઓને સૌની હાજરીમાં જ iPhone આપવામાં આવશે.

ADVERTISEMENT

iPhone Langar to be Held in Chandigarh: એપલની લેટેસ્ટ iPhone 18 Pro સિરીઝનું વેચાણ શરૂ થઈ ગયું છે અને તેને ખરીદવા માટે લોકોની ભારે ભીડ ઉમટી પડી છે. જો તમે પણ iPhone ખરીદવા માંગતા હોવ પરંતુ ઊંચી કિંમતને કારણે ખરીદી શક્યા ન હોવ, તો તમારા માટે સારા સમાચાર છે. એક iPhone લંગર યોજાવા જઈ રહ્યો છે જેમાં iPhone મફતમાં આપવામાં આવશે. એક વ્યક્તિએ આ દાવો કર્યો છે. સોશિયલ મીડિયા પર હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે આ iPhone ગિવ-અવે કાર્યક્રમનું આયોજન કરવાની જાહેરાત કરે છે.

iPhone નું ડિસ્ટ્રીબ્યૂશન

iPhone લંગર ચંદીગઢમાં 22 સપ્ટેમ્બરના રોજ યોજાશે. આ માટે પસંદગી પામેલા વ્યક્તિઓની લિસ્ટ તૈયાર કરવામાં આવશે અને તેમના નામ જાહેર કરવામાં આવશે. આ જાહેરાત રાજા ડી કિંગ નામના વ્યક્તિ દ્વારા કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં રાજા ડી કિંગે જણાવ્યું હતું કે આઈફોનનું વિતરણ ખુલ્લેઆમ કરવામાં આવશે અને આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે સૌનું સ્વાગત છે.

આ અગાઉ પેટ્રોલ અને સોનાના સિક્કાનુ થઇ ચુક્યુ છે લંગર

ઉલ્લેખનીય છે કે 'રાજા ડી કિંગ' અગાઉ પણ પેટ્રોલ અને સોનાના સિક્કાનું વિતરણ કરતા લંગરનું આયોજન કરી ચૂક્યા છે, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. હવે, તેઓ 22 સપ્ટેમ્બરે iPhone લંગરનું આયોજન કરવા જઈ રહ્યા છે. રાજા ડી કિંગે જણાવ્યું હતું કે iPhone મેળવનારાઓના નામની પસંદગી ત્યાં હાજર લોકોની ઉપસ્થિતિમાં કરવામાં આવશે અને વિજેતાઓને ફોન સૌની નજર સમક્ષ લાઈવ રીતે સોંપવામાં આવશે.

આ પણ વાંચોઃ ઓછા બજેટમાં મળશે ધાંસૂ ફોન, ભારતમાં લૉન્ચ થયો 13999 વાળો ફોન, 6000mAhની બેટરી અને 50MPનો કેમેરા

iPhone 17 અને તેની ઉપરના મોડલ વેચવામાં આવશે

વીડિયોમાં તે વ્યક્તિએ જણાવ્યું હતું કે, iPhone 17 અને તેનાથી ઉપરના મોડલ્સનું વિતરણ કરવામાં આવશે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે લકી ડ્રો દ્વારા પસંદ કરાયેલા ચંદીગઢ અને મોહાલીના લોકોને iPhone આપવામાં આવશે. તેમણે વધુમાં સમજાવ્યું હતું કે વિતરણની પ્રક્રિયા 22 સપ્ટેમ્બર પછી પણ ચાલુ રહેશે અને તેમાં અન્ય શહેરોના લોકોનો પણ સમાવેશ કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

iphone langar chandigarh free distributed iphone 17 apple iphone 17

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ