ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / DAમાં થશે 8 % નો નફો, મહિલાઓની પોસ્ટિંગ પર પણ લેવાયો મોટો નિર્ણય

તમારા કામનું / DAમાં થશે 8 % નો નફો, મહિલાઓની પોસ્ટિંગ પર પણ લેવાયો મોટો નિર્ણય

Published By: Bijal Vyas

Last Updated: 10:34 AM, 19 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

DA Hikes: કર્મચારી સંગઠનો સાથેની બેઠક દરમિયાન મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, તેમની સરકારે અત્યાર સુધીમાં પારદર્શક અને ભ્રષ્ટાચારમુક્ત ભરતી પ્રક્રિયા દ્વારા આશરે 70,000 સરકારી નોકરીઓ પૂરી પાડી છે.

ADVERTISEMENT

દિવાળી પહેલાં, સરકારી કર્મચારીઓ કેન્દ્ર અને પોતપોતાની રાજ્ય સરકારોના નિર્ણયો પર નજીકથી નજર રાખતા હોય છે. પંજાબના 8 લાખ કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર છે, જેઓ તેમના મોંઘવારી ભથ્થા (DA) અંગેના અપડેટની રાહ જોઈ રહ્યા હતા. પંજાબ સરકારે મોંઘવારી ભથ્થામાં 8%નો વધારો કરવાની જાહેરાત કરી છે, જેનાથી તેનો દર વધીને 50% થયો છે. સરકારે જણાવ્યું છે કે આ વધારો 4-4%ના બે હપ્તામાં લાગુ કરવામાં આવશે. વધેલી રકમ સપ્ટેમ્બર મહિનાના પગારમાં જોવા મળશે અને તેની ચુકવણી 1લી ઓક્ટોબરે કરવામાં આવશે.

ચંદીગઢમાં કર્મચારી અને પેન્શનર સંગઠનોના પ્રતિનિધિઓ સાથેની બેઠક બાદ મુખ્યમંત્રી ભગવંત માને આ જાહેરાત કરી હતી. માને જણાવ્યું હતું કે સરકાર નિયમિત સંવાદ દ્વારા કર્મચારીઓના વ્યાજબી પ્રશ્નોના નિરાકરણ માટે તેમના પ્રતિનિધિઓ સાથે ફરજિયાત માસિક બેઠકો યોજશે. આ બેઠક દરમિયાન જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવા, પ્રોબેશન સમયગાળા દરમિયાન પગાર સંબંધિત મુદ્દાઓ, 'એશ્યોર્ડ કરિયર પ્રોગ્રેશન' (ACP), અમુક જૂના ભથ્થાઓ પુનઃસ્થાપિત કરવા તેમજ આશા (ASHA) અને મિડ-ડે મીલ યોજનાના કર્મચારીઓની માંગણીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

Punjab DA Hike (2)

મહિલા કર્મચારીઓને 40 કિમીના સીમામાં પોસ્ટિંગ

મુખ્યમંત્રીએ એવી પણ જાહેરાત કરી હતી કે, મહિલા સરકારી કર્મચારીઓને તેમના ઘરથી 40 કિલોમીટરની સીમામાં પોસ્ટિંગ કરવા માટે પગલાં લેવામાં આવશે. ભગવંત માને જણાવ્યું હતું કે આનો ઉદ્દેશ્ય મહિલા કર્મચારીઓને તેમની વ્યાવસાયિક અને પારિવારિક જવાબદારીઓ વચ્ચે સંતુલન જાળવવામાં મદદ કરવાનો છે.

આ પણ વાંચોઃ પાસપોર્ટ બનાવતા પહેલાં જાણી લો નવા નિયમો, બાળકોની વેલિડિટીથી ફી સુધી બદલાયું; તત્કાલ, રિન્યૂઅલ અને રિપ્લેસમેન્ટ પણ મોંઘું

70,000 સરકારી નોકરીઓનો દાવો

કર્મચારી સંગઠનો સાથેની બેઠક દરમિયાન મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, તેમની સરકારે અત્યાર સુધીમાં પારદર્શક અને ભ્રષ્ટાચારમુક્ત ભરતી પ્રક્રિયા દ્વારા આશરે 70,000 સરકારી નોકરીઓ પૂરી પાડી છે. તેમણે કહ્યું કે સરકાર ઈચ્છે છે કે ભલામણ, પ્રભાવ કે પૈસાને બદલે યુવા મેરિટ અને સખત મહેનતને આધારે નોકરી મેળવે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

punjab good news for 8 lakh employees 8 percent DA hike

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ