ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 09:14 PM, 28 January 2026
ADVERTISEMENT
બુધવારે ભારતીય શેર માર્કેટમાં જોરદાર તેજી જોવા મળી છે. છેલ્લા કેટલાક કલાકોમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે ઉછાળો આવ્યો હતો જેનાથી રોકાણકારોના પોર્ટફોલિયોમાં વધારો થયો હતો. BSE સેન્સેક્સ 487.20 પોઈન્ટ કે 0.60% વધીને 82,344.68 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 167.35 પોઈન્ટ કે 0.66% વધીને 25,342.75 પર બંધ થયો હતો.
ADVERTISEMENT
BSEના ટોપના 30 શેરોમાંથી માત્ર 8 શેરોમાં ઘટાડો થયો હતો. જ્યારે બાકીના 22 શેરોમાં મોટો વધારો જોવા મળ્યો હતો. જેમાં BELના શેર સૌથી વધુ વધ્યા હતા. તે 8.90% વધીને 453 રૂપિયા પર પહોંચ્યા હતા. ETERNALના શેર 5% વધીને 266 રૂપિયા પર પહોંચ્યા છે. આ સિવાય બજાજ ફાઇનાન્સ, ફિનસર્વ, ટ્રેન્ટ અને પાવરગ્રીડના શેર 2% વધ્યા હતા. તો મારુતિ સુઝુકી, સન ફાર્મા, ઇન્ફોસિસ અને એરટેલ જેવા શેર નુકસાન સાથે બંધ થયા હતા.
મીડીયમ અને સ્મોલ-કેપ માર્કેટમમાં પણ સારી એવી તેજી જોવા મળી. નિફ્ટી મિડકેપ 100માં 954 પોઈન્ટનો વધારો થયો હતો, જ્યારે નિફ્ટી સ્મોલકેપ 100માં 371 પોઈન્ટ વધારો થયો હતો. આથી રોકાણકારોના પોર્ટફોલિયોમાં મોટો ઉછાળો આવ્યો હતો. BSE માર્કેટ કેપિટલાઇઝેશન 453.67 લાખ કરોડ રૂપિયાથી વધીને 459.64 લાખ કરોડ રૂપિયા થયું હતું. જે લગભગ 6 લાખ કરોડ રૂપિયાનો ઉછાળો દર્શાવે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ભારતીય શેર માર્કેટમાં બુધવારના ઉછાળાનું સૌથી મોટું કારણ ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેની ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ હોવાનું માનવામાં આવે છે. જેના કારણે બંને દેશો મોટાભાગની ચીજવસ્તુઓ પર નીચા કે ઝીરો ટેરિફ લાગવા પર સંમત થયા છે. આ ડીલથી ભારતના એક્સપોર્ટમાં વધારો થવાની ધારણા છે. જેનાથી અનેક કંપનીઓને લાભ થશે. આથી શેર માર્કેટ સેન્ટિમેન્ટ બદલાયું છે.
લાર્જ, મિડ અને સ્મોલ-કેપ શેરોમાં પણ મજબૂત ઉછાળો જોવા મળ્યો હતો. જેના લીધે મોટી ખરીદી થઈ હતી. આ શેરોમાં સારી એવી ખરીદી જોવા મળી હતી. ખાસ કરીને બજાર બંધ થવાના થોડા કલાકો પહેલા.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ પણ હોઇ શકે છે. આથી કોઈ પણ જ ગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતા પહેલા એક વાર માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક છે. અન્યથા www.vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT