ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 12:29 PM, 28 January 2026
ADVERTISEMENT
છેલ્લા કેટલાય સમયથી સોના-ચાંદીના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. હવે વૈશ્વિક બજારમાં સર્જાયેલી અસ્થિરતા અને વધતી જતી માગને કારણે કિંમતી ધાતુઓના ભાવમાં આજે અત્યાર સુધીનો સૌથી મોટો અને ઐતિહાસિક ઉછાળો જોવા મળ્યો છે. આજે એટલે કે 28 જાન્યુઆરી 2026ના રોજ સોનું અને ચાંદી બંનેએ પોતપોતાની નવી સર્વોચ્ચ સપાટી પાર કરી છે. ભારતીય બજારમાં સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ 5,000 રુપિયાથી વધુનો વધારો થયો છે, જ્યારે ચાંદીમાં પ્રતિ કિલોગ્રામ 21,000રુપિયા થી વધુનો તોતિંગ ઉછાળો નોંધાયો છે.
ADVERTISEMENT
ભારતીય કોમોડિટી માર્કેટ (MCX) પર સોનુ 1,71,489 રુપિયાના ભાવે ખૂલ્યો હતો. જે અગાઉના 1,67,921 રુપિયાના બંધ ભાવની સરખામણીએ સોનામાં આશરે 5000 રુપિયાજેટલો પ્રચંડ વધારો દર્શાવે છે. કારોબાર દરમિયાન સોનું 1,72,949 રુપિયાની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું હતું. આંરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાએ મનોવૈજ્ઞાનિક સ્તર પાર કરતા પ્રતિ ઔંસ $5063.82 ના ભાવે ટ્રેડિંગ કરી રહ્યું છે.
બીજી તરફ, ચાંદીમાં આવેલી તેજીએ રોકાણકારોને સ્તબ્ધ કરી દીધા છે. MCX પર ચાંદી 3,64, 821 રુપિયા ના સ્તરે ખૂલીને જોતજોતામાં 3,77,655 રુપિયાના હાઈ લેવલ પર પહોંચી ગઈ હતી. અગાઉના 3,56,279 રુપિયાના બંધ ભાવ સામે અત્યારે ચાંદી 3,76,922 રુપિયાપર ટ્રેડ થઈ રહી છે, જે 5.79% નો સીધો ઉછાળો દર્શાવે છે. વૈશ્વિક બજારમાં ચાંદી $107.61 ના સ્તરે પહોંચી છે, જે તેની અત્યાર સુધીની સૌથી ઊંચી કિંમત છે.
ADVERTISEMENT
એક્સપર્ટનું માનવુ છે કે, આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા ભૌગોલિક તણાવ અને ડોલરના મૂલ્યમાં ફેરફારને કારણે રોકાણકારો સુરક્ષિત રોકાણ તરીકે સોના-ચાંદી તરફ વળ્યા છે. એક જ દિવસમાં સોનામાં 5,000 રુપિયા અને ચાંદીમાં 21,000 રુપિયાથી વધુનો આ ઉછાળો (ઓપનથી હાઈ) ઈતિહાસમાં વિરલ માનવામાં આવે છે.
DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ પણ હોઇ શકે છે. આથી કોઈ પણ જ ગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતા પહેલા એક વાર માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક છે. અન્યથા https://www.vtvgujarati.com/ કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT