ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Tech & Auto / instagram android dark mode features

સુવિધા / Instagram એ લોન્ચ કર્યું નવું ફિચર, આ રીતે તમારા ફોનમાં કરો એક્ટીવેટ

Published By: Kavan

Last Updated: 07:36 PM, 9 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇન્સ્ટાગ્રામે તેના યુઝર્સ લાંબા સમયથી જેની રાહ જોઇ રહ્યા હતા તે ડાર્ક મોડ ફિચર લોન્ચ કર્યું છે. એન્ડ્રોઇડ 10 અને આઇફોનની આઇઓએસ 13 ઓપરેટિંગ સિસ્ટમ ધરાવતા ફોનમાં જ હાલ યુઝર્સ આ મોડનો ઉપયોગ કરી શકશે. ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશન અપડેટ કરવાથી આ ફિચર મળશે.

ADVERTISEMENT

  • ઇન્સ્ટાગ્રામે લોન્ચ કર્યું ડાર્ક મોડ ફિચર
  • યુઝર્સના ફોનમાં ડાર્ક મોડથી બેટરીનો થશે ઓછો વપરાશ

આ સિવાય ઇન્સ્ટાગ્રામે એક્ટિવ ફીડમાંથી ફોલોઇંગ ટેબને દૂર કરી રહ્યું છે.તેના કારણે હવે યુઝર્સ અન્ય એકટિવિટીને પણ બ્રાઉઝ કરી શકશે. ઇન્સ્ટાગ્રામ આ ઉપરાંત વધુ સિકયુરિટી ફિચર એડ કરી રહ્યું છે.જે યુઝર્સને ફિશિંગ સહિતના સાયબર એટેકથી બચાવશે.

ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશનનું નવું અપડેટ ડાઉનલોડ કરવું પડશે 

પરંતુ જો તમારો એન્ડ્રોઇડ ફોન કસ્ટમ સ્કિન પર કામ કરે છે અને ડાર્ક મોડને સપોર્ટ કરે છે, તો પછી તમે પણ ઇન્સ્ટાગ્રામ ડાર્ક મોડનો ઉપયોગ કરી શકશો. તે માટે તમારે તમારા ફોનમાં ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશનનું નવું અપડેટ ડાઉનલોડ કરવું પડશે.

વધુ નવા ફિચર્સ પણ થશે એડ 

આગામી દિવસોમાં ઇન્સ્ટાગ્રામ કેટલાક નવા ફિચર્સ એડ કરી શકે છે.ઉલ્લ્ખનીય છે કે ગગલે એન્ડ્રોઇડ 10માં અને એપલે આઇઓએસ 13માં સિસ્ટમવાઇડ ડાર્કમોડનું ફિચર આપ્યું છે.ગુગલે પ્લે સ્ટોરમાં ડાર્ક મોડ આપ્યો છે,અને ગુગલની અન્ય એપમાં પણ ડાર્ક મોડનું ફિચર આવી રહ્યું છે. 

ઇન્સ્ટાગ્રામ 

ડાર્ક મોડથી બેટરી ઓછી વપરાશે

વોટસએપમાં પણ નવા અપડેટમાં યુઝર્સને ડાર્ક મોડનો વિકલ્પ બહુ જલ્દી મળતો થઇ જશે.મોબાઇલમાં અનેક યુઝર્સ ડાર્ક મોડને પસંદ કરે છે.ખાસ કરીને એમોલેડ ડિસ્પ્લેમાં ડાર્ક મોડથી બેટરી ઓછી વપરાય છે. આ ઉપરાંત રાતના સમયે આંખો માટે પણ ડાર્ક મોડ રાહતરુપ પુરવાર થાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

Instagram update dark mode ઇન્સ્ટાગ્રામ એન્ડ્રોઇડ એપ્લિકેશન ગુજરાતી ન્યૂઝ ડાર્ક મોડ Instagram

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ