ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / NRI News / અમેરિકાની યુનિ.ઓમાં ભારતીય સ્ટુડન્ટ્સની સંખ્યામાં 75 % નો ઘટાડો, જાણો કારણ

NRI ન્યૂઝ / અમેરિકાની યુનિ.ઓમાં ભારતીય સ્ટુડન્ટ્સની સંખ્યામાં 75 % નો ઘટાડો, જાણો કારણ

Published By: Jinal Chauhan

Last Updated: 12:20 PM, 20 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળના પહેલા વર્ષમાં અમેરિકન યુનિવર્સિટીમાં ભારતીય વિદ્યાર્થીનું એડમિશન 75 ટકા સુધી ઘટી ગયું છે. વિઝા રિજેક્શન, ઈન્ટરવ્યૂ સ્લોટની કમી મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે.

ADVERTISEMENT

અમેરિકામાં હાઈ એજ્યુકેશનનું સપનું જોનારા ભારતીય વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળનું પહેલું વર્ષ નિરાશાજનક સાબિત થયું છે. તાજેતરના આંકડા પ્રમાણે અમેરિકન વિશ્વવિદ્યાલયમાં ભારતીય વિદ્યાર્થીઓનું એડમિશન લગભગ 75 ટકા સુધી ઘટી ગયું છે. આ ઘટાડો હાલના દાયકામાં સૌથી વધારે છે અને તેની સીધી અસર હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પડી રહી છે.

શિક્ષણ સલાહકાર અને ઈમિગ્રેશન એક્સપર્ટ્સના જણાવ્યા પ્રમાણે આ ઘટાડાનું સૌથી મોટું કારણ અમેરિકન વિઝા નીતિમાં આવેલું કડક વલણ છે. વિઝા ઈન્ટરવ્યૂ સ્લોટ્સનો ઘટાડો, લાંબી ચેકિંગ પ્રોસેસ અને રિજેક્શન રેટમાં અચાનક વધારાએ વિદ્યાર્થીઓના વિશ્વાસમાં ઘટાડો કર્યો છે. ઘણા કેસમાં વિદ્યાર્થીઓને સમય પર ઈન્ટરવ્યૂ સ્લોટ નથી મળી શકતા જેના કારણે વિદ્યાર્થીઓને છેલ્લી ઘડીએ ભણવાનું પ્લાનિંગ ટાળવું પડ્યું છે.

ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો

ઓગસ્ટથી ઓક્ટોબર વચ્ચે જ્યારે સૌથી વધુ વિદ્યાર્થી અમેરિકા જાય છે એ વખતે સૌથી વધારે ઘટાડો નોંધાયો છે. એક રિપોર્ટ પ્રમાણે આ સમયમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા લગભગ 70ટકા સુધી ઓછી રહી છે. માત્ર એવા વિદ્યાર્થી અમેરિકા પહોંચી શક્યા જેમણે ફેબ્રુઆરી કે માર્ચ સુધી એપ્લિકેશન અને વિઝા પ્રોસેસ પતાવી દીધી હતી.

H-1B Visa

વિઝા ચેકિંગ દરમિયાન સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓી સમીક્ષા જ્વા નવા પગલાઓએ પણ વિદ્યાર્થીઓની ચિંતા વધારી દીધી છે. ઘણા વિદ્યાર્થીઓએ બિકના મારે એપ્લિકેશન જ ન કરી કે નાનકડી ભૂલ વિઝા રિજેક્શનનું કારણ બની શકે છે. હૈદરાબાદ સ્થિત એક એજ્યુકેશન કન્સલ્ટન્સી અનુસાર પહેલી વખત આવું બન્યું છે જ્યારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ અમેરિકાના ટોપ વિશ્વવિદ્યાલયમાં અરજી કરવાની ના પાડી દીધી.

8000 સ્ટુડન્ટ વિઝા કેન્સ કર્યા

સ્થિતિ ત્યારે ગંભીર બની ગઈ જ્યારે અમેરિકન વિદેશ વિભાગના આંકડા સામે આવ્યા કે ડિસેમ્બર 2025 સુધી લગભગ 8000 સ્ટુડન્ટ વિઝા કેન્સલ કરી દેવાયા છે. ઘણા વિદ્યાર્થીઓને અચાનક ઈમેલ મોકલીને અમેરિકા છોડવાના આદેશ આપવામાં આવ્યા છે. ઘણા કેસમાં જૂના અને પહેલાથી ઉકેલાયા કેસના આધારે પણ કાર્યવાહી કરવામાં આવી છે જેને પછીથી કાયદાના હસ્તક્ષેપથી ઠીક કરવામાં આવી છે.

ભારતીયોની સ્થિતિ

વિદ્યાર્થીઓ અને કામકાજ કરતા ભારતીયો માટે હાલ સ્થિતિ સરળ નથી. H-1B વિઝા માટે ઘણા ફેરફાર અને નિયમોમાં અનિશ્ચિતતા રહી છે. ફી વધારવાના અને વિઝા સંખ્યા ઘટાડવાના પ્રસ્તાવોએ ખાસ કરીને IT ક્ષેત્રના લોકોની ચિંતા વધારે દીધી છે. H-1B વિઝા લેનાર લોકોમાં લગભગ 72% ભારતીયો છે એટલે આ નીતિની અસર સૌથી વધારે ભારતીયો પર થઈ છે.

vtv app promotion

આ પણ વાંચોઃ ગ્રીનલેન્ડના કબ્જા સામેના વિરોધથી ગુસ્સે થયા ટ્રમ્પ, ડેનમાર્ક અને બ્રિટન સહિત આઠ દેશો પર ટેરિફ વધાર્યો

નોકરી મળવી મુશ્કેલ

અમેરિકા માં નોકરીઓ મળવી હવે મુશ્કેલ થઈ ગઈ છે. ઘણી કંપનીઓએ નવી ભરતી બંધ કરી વિઝા બદલવાનો નિયમ અટકાવ્યો, અને કેટલીક જગ્યાએ પહેલાથી આપેલી નોકરી પણ રદ્દ કરી દીધી છે. વર્ક પરમિટના નિયમોમાં ફેરફાર અને ઑટો એક્સટેન્શન બંધ થવાને કારણે વિદ્યાર્થીઓ અને કામકાજ કરતા લોકો માટે ચિંતા વધી ગઈ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

visa rejection US universities Indian students

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ