બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / indian para powerlifter sudhir wins historic gold in mens heavyweight

જય હો / CWG 2022: પેરા પાવરલિફ્ટિંગમાં સુધીરે રચ્યો ઇતિહાસ, ભારતને અપાવ્યો છઠ્ઠો ગોલ્ડ

Published By: Kavan

Last Updated: 07:52 AM, 5 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતના સુધીરે કોમનવેલ્થ ગેમ્સની પેરા પાવરલિફ્ટિંગ ઈવેન્ટની મેન્સ હેવીવેઈટ ફાઇનલમાં નવા રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો.

  • કોમનવેલ્થ ગેમ્સમાં ઈતિહાસ રચાયો 
  • ભારતને મળ્યો વધુ એક ગોલ્ડ
  • મેન્સ હેવીવેઈટ ફાઇનલ સુધીરને મળી મોટી સફળતા

સુધીર કોમનવેલ્થ ગેમ્સની પેરા પાવરલિફ્ટિંગ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી છે. તેણે બીજા પ્રયાસમાં 134.5ના રેકોર્ડ સ્કોર સાથે 212 કિલોનું વજન ઉઠાવીને ગોલ્ડ મેડલ જીત્યો. જોકે સુધીર તેના છેલ્લા પ્રયાસમાં 217 કિલો વજન ઉપાડવામાં નિષ્ફળ રહ્યો હતો. નાઈજીરીયાના ઈકેચુકવુ ક્રિસ્ટન ઉબીચુકવુએ 133.6ના સ્કોર સાથે સિલ્વર મેડલ જીત્યો હતો, જ્યારે સ્કોટલેન્ડના મિકી યુલે 130.9ના સ્કોર સાથે બ્રોન્ઝ જીત્યો હતો. ક્રિસ્ટિયને 197 કિગ્રા જ્યારે યુલે 192 કિગ્રા વજન ઉપાડ્યું હતું.

વજન અને ટેકનિક પ્રમાણે અપાય છે પોઈન્ટ

પાવરલિફ્ટિંગમાં વેઈટ લિફ્ટિંગ શરીરના વજન અને ટેકનિક પ્રમાણે પોઈન્ટ આપે છે. સમાન વજન ઉપાડવા માટે, શારીરિક રીતે ઓછા વજનવાળા ખેલાડીને બીજા કરતા વધુ પોઈન્ટ મળશે.

અગાઉ, મનપ્રીત કૌર અને સકીના ખાતૂન મહિલાઓની લાઇટવેટ ફાઇનલમાં અનુક્રમે ચોથા અને પાંચમા સ્થાને રહીને મેડલ મેળવવાથી ચૂકી ગયા હતા, જ્યારે પુરુષોની લાઇટવેઇટ ફાઇનલમાં ત્રણેય પ્રયાસો નિષ્ફળ જતાં પરમજીત કુમાર છેલ્લા સ્થાને રહ્યા હતા. મનપ્રીતે પ્રથમ પ્રયાસમાં 87 કિગ્રા અને બીજા પ્રયાસમાં 88 કિગ્રા વજન ઉપાડ્યું પરંતુ ત્રીજા પ્રયાસમાં 90 કિલો વજન ઉપાડવામાં નિષ્ફળ રહી. મનપ્રીતને 89.6 માર્ક્સ મળ્યા છે.

બીજી તરફ, સકીના પ્રથમ પ્રયાસમાં 90 કિલો વજન ઉપાડવામાં નિષ્ફળ રહી પરંતુ તેણે બીજા પ્રયાસમાં આ વજન ઉપાડ્યું. તેનો 93 કિગ્રાનો ત્રીજો પ્રયાસ નિષ્ફળ ગયો. તેને 87.5 માર્ક્સ મળ્યા છે. ઈંગ્લેન્ડના જો ન્યુસનને 101 કિગ્રાના શ્રેષ્ઠ પ્રયાસ સાથે 102.2 પોઈન્ટ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેની હમવતની ઓલિવિયા બ્રૂમે 100 પોઈન્ટ સ્કોર કરીને 111 કિગ્રાના શ્રેષ્ઠ પ્રયાસ સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. કેન્યાની હેલેન વાવિરા કેરીયુકીએ 98.5ના સ્કોર સાથે 97 કિગ્રાના શ્રેષ્ઠ પ્રયાસ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

CWG 2022 કોમનવેલ્થ ગેમ્સ ગોલ્ડ મેડલ પેરા પાવરલિફ્ટિંગ CWG 2022

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ