ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 10:15 AM, 15 September 2025
ADVERTISEMENT
ભારત અને પાકિસ્તાન એશિયા કપમાં વધુ બે વખત ટકરાઈ શકે છે. એશિયા કપના છઠ્ઠા મેચમાં પાકિસ્તાનને 7 વિકેટથી હરાવીને ભારતે સતત બીજી જીત નોંધાવી. આ જીત સાથે, ભારતે સુપર ફોરમાં પોતાનું સ્થાન લગભગ નિશ્ચિત કરી લીધું છે. લીગ પછી, ભારતીય ટીમ સુપર ફોર અને ફાઇનલમાં પણ ટકરાઈ શકે છે. બંને ટીમો વચ્ચે એશિયા કપ ફાઇનલ રમાય તેવી શક્યતા છે.
ADVERTISEMENT
એશિયાકપમાં ભારતે 14 સપ્ટેમ્બરે રમાયેલી મેચમાં પાકિસ્તાન સામે શાનદાર જીત મેળવી, પરંતુ આ મંજીલ નથી.. મંજીલ હજુ દુર છે કારણ કે ભારતે પાકિસ્તાન સામે હજુ બીજી બે મેચ રમવાની થઇ શકે છે. ભારતીય ટીમ પાકિસ્તાન સાથે વધુ બે વખત કેવી રીતે ટકરાઈ શકે છે.
ભારતે પોતાની છેલ્લી લીગ મેચ ઓમાન સામે રમવાની છે. આ મેચ 10 સપ્ટેમ્બરે અબુ ધાબીમાં રમાશે. જો ભારતીય ટીમ આ મેચ જીતી જાય અને પાકિસ્તાન પોતાની છેલ્લી લીગ મેચમાં યુએઈને હરાવે, તો 21 સપ્ટેમ્બરે રમાનારી સુપર ફોર મેચમાં ભારત અને પાકિસ્તાનની ટીમો ટકરાઈ શકે છે. કારણ કે એશિયા કપના શેડ્યૂલ મુજબ, ગ્રુપ A ની ટોચની બે ટીમોની સુપર ફોર મેચ એક જ દિવસે રમાવાની છે. ભારત અને પાકિસ્તાનની ટીમો ફરી એકવાર દુબઈમાં સુપર ફોર મેચમાં રમી શકે છે.
ADVERTISEMENT
એટલું જ નહીં જો ભારત અને પાકિસ્તાનની ટીમો સુપર ફોર મેચમાં ટોપ 2 માં સ્થાન મેળવે છે, તો આવી સ્થિતિમાં, ભારત અને પાકિસ્તાનની ટીમો 28 સપ્ટેમ્બરના રોજ ફાઇનલમાં પણ એકબીજાનો સામનો કરશે. ફાઇનલ પણ દુબઈમાં રમાશે. ભારત અને પાકિસ્તાન હાલમાં ગ્રુપ Aના પોઈન્ટ ટેબલમાં અનુક્રમે પ્રથમ અને બીજા સ્થાને છે. ભારતના બે મેચમાં ચાર પોઈન્ટ છે, જ્યારે પાકિસ્તાનના બે મેચમાં બે પોઈન્ટ છે. ભારતે યુએઈ અને પાકિસ્તાનને હરાવ્યું છે, જ્યારે પાકિસ્તાને તેની પહેલી મેચમાં ઓમાનને હરાવ્યું હતું, જ્યારે ભારતે બીજી મેચમાં તેને હરાવ્યું છે.
આ પણ વાંચોઃ 'સરકાર અને BCCI બધા એકમત હતા', સૂર્યાએ જણાવ્યું પાક. ખેલાડીઓ સાથે હાથ ન મિલાવ્યાનું કારણ
ADVERTISEMENT
ભારત અને પાકિસ્તાન વચ્ચેની પહેલી મેચમાં ઘણો ડ્રામા જોવા મળ્યો. મેચ સમાપ્ત થયા પછી, ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યા ન હતા. ટોસ દરમિયાન પણ, ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે પાકિસ્તાની કેપ્ટન સલમાન અલી આગા સાથે હાથ મિલાવ્યા ન હતા. પાકિસ્તાની ટીમ મેનેજરે આ અંગે ફરિયાદ નોંધાવી છે. મેચ પહેલા ટોચના અધિકારીઓ અને ટીમ ઈન્ડિયાના મેનેજમેન્ટ વચ્ચે અડધા કલાકની બેઠક યોજાઈ હતી જેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે ભારતીય ખેલાડીઓ હાથ મિલાવે નહીં. હાર બાદ, પાકિસ્તાની ટીમ મેદાન પર ભારતીય ખેલાડીઓની રાહ જોતી રહી પરંતુ ટીમ ઈન્ડિયાએ પીઠ ફેરવી લીધી અને ખેલાડીઓ સીધા ડ્રેસિંગ રૂમમાં ગયા.
સંકળાયેલા મુદ્દાઓ