ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / Travel / જેસલમેર ફરવા જતા હોવ તો ખિસ્સું થશે ઢીલું, તંત્ર વસૂલશે આ ટેક્સ

ટ્રાવેલ / જેસલમેર ફરવા જતા હોવ તો ખિસ્સું થશે ઢીલું, તંત્ર વસૂલશે આ ટેક્સ

Published By: Nirav Kumar

Last Updated: 08:27 PM, 24 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવે જેસલમેરની મુસાફરી થોડી મોંઘી થશે. કેમ કે,અહીંયા પેસેન્જર ટેક્સ લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ટેક્સ વાહનો પાસે ઉઘરાવવામાં આવશે.

ADVERTISEMENT

રાજસ્થાનના જેસલમેરની મુસાફરી થોડી મોંઘી થવા જઈ રહી છે. જો તમે અહીંયા પ્રવાસનું આયોજન કરી રહ્યા છો તો તમારે તમારા વધારે પૈસા ખર્ચવા પડશે. કેમ કે, શહેર પરિષદે શહેરમાં પ્રવેશતા વાહનો પર "પેસેન્જર ટેક્સ" લગાવવાનો નિર્ણય લીધો છે. જેમાં અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ પહેલને સ્થાનિક સ્વરાજ્ય વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી છે, જેમાં પ્રાઈવેટ વાહનો કે ટેક્સીમાં આવતા પ્રવાસીઓએ નક્કી કરેલા એન્ટ્રી પોઈન્ટ્સ પર ટેક્સ ચૂકવવાનો રહેશે.

આ સિવાય તેમને એમ પણ કહ્યું કે, બાડમેર રોડ અને જોધપુર રોડ પર ટોલ બૂથ સ્થાપિત કરવામાં આવશે. જેમાં વાહનોએ શહેરની હદમાં પ્રવેશતાની સાથે જ ટેક્સ ચૂકવવાનો રહેશે.  પેસેન્જર ટેક્સ દર નક્કી કરવામાં આવ્યા છે. જેમાં 35 સીટર બસ માટે 200, 25  રૂપિયા, સીટર બસ માટે 150 રૂપિયા, 5 સીટર કાર માટે 100 રૂપિયા અને ટેક્સી અને બીજી કાર માટે 50 રૂપિયા નક્કી કરાયા છે.

vtv app promotion

જેસલમેર મ્યુનિસિપલ કાઉન્સિલના કમિશનર લજપાલ સિંહ સોઢાએ જણાવ્યું હતું કે, "દર વર્ષે હજારો પ્રવાસીઓ જેસલમેરની મુલાકાત લે છે. જેના લીધે માળખાગત સુવિધાઓ પર પ્રેશર આવે છે. મ્યુનિસિપલ કાઉન્સિલને બેઝીક સુવિધાઓ જાળવવા માટે પૂરતી આવક મળતી નથી. આથી રાજ્ય સરકારની સૂચનાઓને અનુસરીને કાઉન્સિલે જેસલમેરમાં પ્રવેશતા વાહનો પર કર લગાવાવનો નિર્ણય લીધો છે. જેમાં  ગેઝેટ નોટિફિકેશન લાગુ થયા બાદ નવો ટેક્સ લાગુ કરવામાં આવશે.

આ સિવાય સોઢાએ એમ પણ જણાવ્યું હતું કે, "કાઉન્સિલ ટેક્સ કલેક્શન સિસ્ટમને ડિજિટલાઇઝ કરવાની યોજના બનાવી રહી છે જેથી લોકોને કોઈ અસુવિધાનો સામનો ન કરવો પડે. આ પ્રસ્તાવિત ટેક્સ સોનાર કિલ્લો, પટવોન કી હવેલી, બડા બાગ, કુલધરા અને સેમ સેન્ડ ડ્યુન્સ જેવા પર્યટન સ્થળોની પ્રવેશ ટિકિટ સિવાયના હશે."

વધુ વાંચો : આ છોકરીથી ચેતજો! હનીટ્રેપ, સેક્સ રેકેટ અને 150 શિકાર... 'અંશિકાની આશિકી'માં પોલીસવાળા ફસાયા

મ્યુનિસિપલ કાઉન્સિલે જણાવ્યું હતું કે, આ ટેક્સ નાગરિક સેવાઓમાં સુધારો કરવા અને પીક અવર્સ દરમિયાન ભારે ટ્રાફિકનું સંચાલન કરવાનો છે. જેમાં સોનાર કિલ્લા નજીક પ્રાઇવેટ વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવશે અને ભીડ ઘટાડવા  અને અકસ્માતો ઘટાડવા માટે શહેરના 10 મુખ્ય ચોરાઓ પર ટ્રાફિક સિગ્નલ બનાવવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Passenger Tax Travel Jaisalmer

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ