ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / આ છોકરીથી ચેતજો! હનીટ્રેપ, સેક્સ રેકેટ અને 150 શિકાર... 'અંશિકાની આશિકી'માં પોલીસવાળા ફસાયા

ઉત્તરપ્રદેશ / આ છોકરીથી ચેતજો! હનીટ્રેપ, સેક્સ રેકેટ અને 150 શિકાર... 'અંશિકાની આશિકી'માં પોલીસવાળા ફસાયા

Published By: Nirav Kumar

Last Updated: 02:59 PM, 25 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરપ્રદેશના ગોરખપુરની લેડી ડોન અંશિકા સિંહની પોલીસે ધરપકડ કરી લીધી છે. આ લેડી ડોન પર હની-ટ્રેપિંગ, સેક્સ રેકેટ અને સેંકડો લોકોને બ્લેકમેલ કરવાનો આરોપ છે. અંશિકા સિંહ લોકોને ખોટા કેસોમાં પણ ફસાવતી હતી.

ADVERTISEMENT

ગોરખપુરની લેડી ડોન અંશિકા સિંહ હવે જેલના સળિયા પાછળ ધકેલાઈ છે. તેના અનેક કારનામા હવે સામે આવી રહ્યા છે. જેમાં તેના પર હની-ટ્રેપિંગ, સેક્સ રેકેટ અને સેંકડો લોકોને બ્લેકમેલ કરવાનો આરોપ છે. તેને અનેક લોકોને પોક્સો કેસ દાખલ કરવા દબાણ કર્યું હતું. તેને બળાત્કારની ધમકી આપીને અનેક લોકો પાસેથી પૈસા પડાવ્યા છે. આ સિવાય અનેક લોકોને પ્રેમ સંબંધોમાં ફસાવ્યા અને પછી તેમની સામે કાનૂની રીતે ફસાવ્યા હતા.

અનેક પોલીસ અધિકારીઓ પણ તેના જાળમાં ફસાઈ ગયા હતા. ગુનામાં સંડોવણી બદલ અનેક પોલીસ અધિકારીઓના નામ પણ બહાર આવી રહ્યા છે. અંશિકાના પરિવારમાં કોઈ નથી. તેના પિતાનું અવસાન થયું છે. તેની માતા તેની મોટી પુત્રી અને જમાઈ સાથે રહે છે. તેઓને આનાથી મતલબ નથી રાખતા.

અંશિકા સિંહ હરપુર બુડહત પોલીસ સ્ટેશન વિસ્તારની રહેવાસી છે. તેના કારનામા છેલ્લા 5 વર્ષથી ચાલુ છે. તેને લગભગ 150 લોકોને તેના જાળમાં ફસાવ્યા છે. થોડા વર્ષો પહેલા તે સંત કબીર નગરના ખલીલાબાદમાં ભાડા પર રહેતી હતી. જ્યાં તે ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ હતી. તે ભાડાના ઘરમાં સેક્સ રેકેટ ચલાવતી હતી. ત્યાર બાદ જ્યારે મકાનમાલિકે તેને રૂમ ખાલી કરવાનું કહ્યું ત્યારે ત્યાંથી જ વિવાદ શરૂ થયો.

મકાનમાલિકે અંશિકા પાંડે નામના વકીલનો સંપર્ક કર્યો હતો. વકીલ અંશિકા પાંડેએ જણાવ્યું કે, અંશિકા સિંહ સાથે અમુક પોલીસ અધિકારીઓ પણ જોડાયેલા હતા. પહેલા તે નિર્દોષ લોકોને પ્રેમ સંબંધોમાં ફસાવતી બાદમાં તેમને બ્લેકમેલ કરતી. પ્રેમ સંબંધોમાં ફસાવીને તેમની સાથે વીડિયો કોલ પર કપડા વગર વાતો કરતી જેને તે રેકોર્ડ પણ કરતી. વીડિયો બનાવીને તેમને ફસાવવાની ધમકી આપતી. આમ પૈસા પડાવવાનો ધંધો કરતી હતી. જેમાં અમુક પોલીસ અધિકારીઓ જેમની સાથે તે વીડિયો કોલ પર વાતચીત કરતી હતી તે પણ આમાં ફસાઈ ગયા હતા.

20 જાન્યુઆરીએ ગોરખપુરમાં બર્થ ડે પાર્ટીમાં ખંડણી અને ગોળીબારની ઘટનાએ પોલીસને ચોંકાવી દીધી. મિત્રો સાથે બર્થ ડે ઉજવણી દરમિયાન અંશિકા સિંહનો એક પ્રાઈવેટ હોસ્પિટલના મેનેજર સાથે ઝઘડો થયો હતો. એવો આરોપ છે કે અંશિકાએ ખંડણી માંગતી વખતે મેનેજરના કાને પિસ્તોલ મૂકી હતી. ઝપાઝપી દરમિયાન મેનેજરના મિત્રને પેટમાં ગોળી વાગી હતી અને તેને ગંભીર હાલતમાં AIIMS માં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

vtv app promotion

જેમાં હોસ્પિટલના મેનેજર ફરિયાદીએ જણાવ્યું કે, અંશિકા અને તેના સાથીઓ પહેલા હોસ્પિટલમાં આવ્યા હતા. વાતચીત દરમિયાન તેનો ફોન નંબર લીધો હતો અને બાદમાં બંદૂકની નાળચે પૈસા પડાવી લીધા હતા. ત્યાર બાદ તેઓએ ફરીથી પૈસાની માંગણી કરી હતી. જો તે પૈસા નહીં આપે તો તેને ખોટા બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.

આ અંગે એસપી અભિનવ ત્યાગીએ જણાવ્યું હતું કે, અંશિકા પહેલા પણ ગુનાઓમાં સંડોવાયેલી રહી છે. ઓક્ટોબર 2025 માં તેની સામે દિલ્હીથી ભાડે લીધેલી થાર કાર પરત ન કરવાનો અને નકલી નંબર પ્લેટનો ઉપયોગ કરવાનો કેસ નોંધાયો છે. જેની તપાસ દરમિયાન કારમાંથી હરિયાણા, બિહાર અને ગોરખપુરની નકલી નંબર પ્લેટ મળી આવી હતી. જેમાં તેના અમુક સાથીઓને જેલમાં પુરવામાં આવ્યા હતા.

વધુ વાંચો : માઉન્ટ આબુથી જમ્મુ-કાશ્મીર સુધી...! જ્યાં નજર નાખો ત્યાં બરફ જ બરફ, જનજીવન અસ્ત-વ્યસ્ત

અંશિકા સોશિયલ મીડિયા પર રીલ બનાવવાનો શોખીન હતી. જેમાં તેને 700 થી વધુ વીડિયો પોસ્ટ કર્યા છે. આ વીડિયો દ્વારા તે લોકોને તેના જાળમાં ફસાવતી હતી. તેને પોલીસ જીપ સામે ઉભા રહીને વાંધાજનક સોંગ પર રીલ્સ બનાવવાની પણ આદત હતી. પોલીસ હાલમાં તેની કોલ ડિટેલ્સ, ટ્રાન્ઝેક્શન અને સોશિયલ મીડિયા નેટવર્કની તપાસ કરી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Lady Don Anshika Singh Blackmailing

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ