બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:53 AM, 24 January 2026
કડકડતી ઠંડીથી થોડા દિવસની રાહત બાદ, ઉત્તર ભારતમાં હવામાનમાં ફરી એકવાર પલટો આવ્યો છે. દિલ્હી-એનસીઆરમાં વરસાદથી તાપમાન ફરી નીચે આવી ગયું છે, જેનાથી ઠંડીમાં વધારો થયો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, દિલ્હીમાં પવનની ગતિ 10 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની વચ્ચે છે. આનાથી હવાની ગુણવત્તાને પણ અસર થઈ રહી છે, લોધી રોડ અને એનએસઆઈટી દ્વારકા જેવા ઘણા વિસ્તારોમાં AQI હવે મધ્યમ સ્તરે પહોંચી ગયું છે.
ADVERTISEMENT
#WATCH | J&K: Shri Mata Vaishno Devi Bhawan and the surrounding Trikuta hills covered under a thick layer of snow after snowfall. The fresh snowfall enhanced the scenic beauty of the holy shrine, while pilgrims visiting the Bhawan expressed enthusiasm despite the cold conditions.… pic.twitter.com/RwMima3Chr
— ANI (@ANI) January 24, 2026
ADVERTISEMENT
ત્યારે પહાડી રાજ્યોમાં હિમવર્ષાને લીધે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. જમ્મુ-કાશ્મીરમાં કેટલાક વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ છે. જમ્મુ વિભાગના ડોડા જિલ્લાના ભાલેશા વિસ્તારમાં છેલ્લા 24 કલાકથી સતત બીજા દિવસે ભારે હિમવર્ષા થઈ રહી છે. જેના કારણે બધે જ બરફના જાડા થરને જામી ગયા છે, જેના કારણે સામાન્ય જનજીવન ભારે ખોરવાઈ ગયું છે.
#WATCH | J&K | Anantnag turns into a pristine wonderland as it gets covered in a thick blanket of snow. Visuals from Martand Sun Temple. pic.twitter.com/qtewBHofUI
— ANI (@ANI) January 24, 2026
ADVERTISEMENT
પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, જિલ્લા વહીવટીતંત્રે લોકોને ઘરની અંદર રહેવાની અપીલ કરી છે. આ સાથે જ બારામુલા, બડગામ અને રામબનના પહાડી રિસોર્ટ શહેર બટોટમાં પણ ભારે હિમવર્ષા થઈ, જેના કારણે સમગ્ર વિસ્તાર સફેદ ચાદરથી ઢંકાઈ ગયો.
જમ્મુ-કાશ્મીરમાં જ્યાં જુઓ ત્યાં બરફ જ બરફ, જાણે કોઇ Snow સિટીમાં આવી ગયા! #JammuKashmir #SnowCity #Snowfall#KashmirWinter #WinterWonderland#SnowCovered #ColdWave#TourismIndia #HeavenOnEarth #VTVDigital pic.twitter.com/E5r5r5o2CV
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) January 24, 2026
ADVERTISEMENT
ભારે વરસાદ અને હિમવર્ષાને કારણે, જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય હાઇવે (NH-44) સલામતીના કારણોસર બંધ કરી દેવામાં આવ્યો છે. ઉધમપુરના જખની ચોક પર પણ વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે. હિમવર્ષાને કારણે હવાઈ ટ્રાફિક પર પણ અસર પડી છે. શ્રીનગર એરપોર્ટથી ઘણી ફ્લાઇટ્સ અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે, જ્યારે ઇન્ડિગો એરલાઇન્સે કેટલીક ફ્લાઇટ્સ રદ કરવાની જાણકારી આપી છે.

ADVERTISEMENT
હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાને કારણે બે નેશનલ હાઇવે સહિત 565 રસ્તાઓ બંધ થઈ ગયા છે. લગભગ 4,800 પાવર ટ્રાન્સફોર્મર ઠપ્પ થઈ ગયા છે, જેના કારણે ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. હવામાન વિભાગે 24 અને 25 જાન્યુઆરીએ ઊંચાઈવાળા વિસ્તારોમાં વધુ ભારે હિમવર્ષાની આગાહી કરી છે. કાંગરા, મંડી, સોલન, ઉના, બિલાસપુર, હમીરપુર અને સિરમૌરમાં ગાઢ ધુમ્મસ અને શીત લહેરની સ્થિતિ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ શિયાળામાં હિમાચલમાં આ પહેલી બરફવર્ષા છે. મનાલી નજીકના કોઠી ગામમાં મહત્તમ 15 સેન્ટિમીટર બરફવર્ષા થઈ છે.
ADVERTISEMENT
શિમલા-મનાલીમાં તો જાણે લોકડાઉન! ભારે હિમવર્ષાના લીધે ચોતરફ છવાઇ બરફની ચાદર#Shimla #Manali #Snowfall #HeavySnowfall #WinterAlert #SnowCovered #HimachalPradesh #HillStation #WinterWonderland #TravelUpdate #ColdWave #VTVDigital
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) January 24, 2026
Video Source: ANI pic.twitter.com/uLKkS0y2mS
ભારે બરફવર્ષા બાદ શિમલામાં પણ તીવ્ર ઠંડી પડી રહી છે. રસ્તાઓ, વાહનો અને ઘરો બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગયા છે. જોકે, સવારે સૂર્યપ્રકાશને લીધે થોડી રાહત મળી. જિલ્લા વહીવટીતંત્રે બરફ હટાવવાનું કામ શરૂ કરી દીધું છે અને લોકોને બિનજરૂરી મુસાફરી ન કરવાની સલાહ આપવામાં આવી છે.
#WATCH | Himachal Pradesh | Vehicular movement disrupted in Shimla as roads become slippery after heavy snowfall. pic.twitter.com/cnugfkIa1p
— ANI (@ANI) January 24, 2026
ઉત્તરાખંડમાં પણ હવામાનની અસર સ્પષ્ટપણે દેખાઈ રહી છે. મસૂરી અને ધનૌલ્ટી સહિતના ઊંચાઈવાળા વિસ્તારોમાં સિઝનની પહેલી બરફવર્ષા થઈ છે. તાપમાનમાં અચાનક ઘટાડો થવાથી ઠંડીમાં વધી ગઈ છે. હિમવર્ષાથી પ્રવાસીઓ ઉત્સાહિત છે અને તેના કારણે પ્રવાસન ઉદ્યોગને વેગ મળવાની ધારણા છે, પરંતુ લપસણા રસ્તાઓ મુસાફરીમાં મુશ્કેલીઓ વધારી રહ્યા છે.
આ પણ વાંચો: માત્ર 'જન ગણ મન' નહીં, હવેથી 'વંદે માતરમ' માટે પણ ઊભું થવું પડશે, આવશે નવો નિયમ
હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જારી કરીને કહ્યું છે કે 2000 મીટરથી ઉપરના વિસ્તારોમાં હિમવર્ષા ચાલુ રહી શકે છે. નૈનિતાલ, ઉત્તરકાશી અને ટિહરી ગઢવાલમાં ભારે હિમવર્ષાના કારણે અનેક સ્થળોએ વાહનો અને મુસાફરો ફસાયા છે. SDRF ટીમોએ ઝડપથી કાર્યવાહી કરી અને રામગઢ, મુક્તેશ્વર, ધનૌચુલી અને ઘંસાલી વિસ્તારોમાં ફસાયેલા લોકો અને વાહનોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા. વહીવટીતંત્રે લોકોને સતર્ક રહેવા અને સુરક્ષિત મુસાફરી કરવા અપીલ કરી છે.
માઉન્ટ આબુમાં જામ્યા બરફના થર, સહેલાણીઓ ઠંડીનો આનંદ ઉઠાવતા નજરે પડ્યાં #MountAbu #Snowfall #WinterInGujarat #Tourism#SnowLayers #ColdWave #HillStation#TravelIndia #WinterVacation #TouristSpot #VTVDigital
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) January 24, 2026
Video Source: ANI pic.twitter.com/IdMZKxIy7E
રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પણ ફરી એકવાર ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. માઉન્ટ આબુમાં તાપમાનમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો. અહીં ભારે ઠંડી પછી ઝાકળના ટીપાં થીજીને બરફના પાતળા સ્તરમાં ફેરવાઈ ગયા છે. જમીન અને વાહનો પર બરફના પાતળા થર જામી ગયા છે. સતત ઘટી રહેલા તાપમાનને કારણે નક્કી તળાવ અને આસપાસના વિસ્તારોમાં બરફની સફેદ ચાદર જોવા મળી. જેનાથી પ્રવાસીઓ રોમાંચિત થયા છે, પણ ભારે ઠંડીને કારણે સ્થાનિક જીવન પ્રભાવિત થયું છે. ખુલ્લા મેદાનો, ઘાસ અને વાહનોની બારીઓ બરફથી ઢંકાઈ ગયેલી જોવા મળી.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.