બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / માત્ર 'જન ગણ મન' નહીં, હવેથી 'વંદે માતરમ' માટે પણ ઊભું થવું પડશે, આવશે નવો નિયમ

દેશભક્તિ / માત્ર 'જન ગણ મન' નહીં, હવેથી 'વંદે માતરમ' માટે પણ ઊભું થવું પડશે, આવશે નવો નિયમ

Jinal Chauhan

Last Updated: 10:29 AM, 24 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોદી સરકાર રાષ્ટ્રીય ગીત વંદે માતરમને રાષ્ટ્રગાન સમાન જ સન્માન અપાવવા માટે એક પ્રોટોકોલ તૈયાર કરવાનું પ્લાનિંગ કરી રહી છે. ગૃહ મંત્રાલય તરફથી યોજાયેલી બેઠકમાં આ અંગે વિસ્તારથી ચર્ચા કરવામાં આવી છે.

મોદી સરકાર રાષ્ટ્રીય ગીત વંદે માતરમને રાષ્ટ્રગાન સમાન જ સન્માન અપાવવા માટે એક પ્રોટોકોલ તૈયાર કરવાનું પ્લાનિંગ કરી રહી છે.એક રિપોર્ટ પ્રમાણે આ મહિનાની શરૂઆતમાં ગૃહ મંત્રાલય તરફથી આયોજીત એક હાઈ લેવલની બેઠકમાં આ અંગે વિસ્તારથી ચર્ચા કરવામાં આવી છે. ભારતના સંવિધાન પ્રમાણે રાષ્ટ્રગીત અને રાષ્ટ્રીય ગીત બન્ને સમાન સન્માન મળ્યું છે પણ કાયદાકીય અને જરૂરી પ્રોટોકોલના કેસમાં બન્ને વચ્ચે મોટું અંતર છે.

રાષ્ટ્રગાનના ગીત વખતે ઊભુ રહેવું જરૂરી છે અને તેનું અપમાન કરવા પર રાષ્ટ્રીય સન્માન અપમાન નિવારણ અધિનિયમ 1971 હેઠળ સજાની જોગવાઈ કરવામાં આવી છે. સાથે જ બીજી તરફ રાષ્ટ્રીય ગીત વંદે માતરમ ગીત વખતે ઊભા રહેવા માટે કોઈ કાયદાકીય ફરજ કે લેખિત નિયમ નથી.

રાષ્ટ્રીય ગીતને લઈને કયા નિયમો પર ચર્ચા

એક રિપોર્ટ પ્રમાણે ગૃહ મંત્રાલયની બેઠકમાં આ મુદ્દે ચર્ચા થઈ છે. આ દરમિયાન રાષ્ટ્રીય ગીતના નિયમ અને આદેશ સહિતના સન્માનની રીત પર ચર્ચા થઈ છે. બેઠકેમાં આ તમામ વાતો પર ચર્ચા કરવામાં આવી કે શું વંદે માતરમ ગીતના સમય, સ્થળ અને પદ્ધતિ માટે સ્પષ્ટ નિયમ બનાવવા જોઈએ? શું આ ગીત વખતે રાષ્ટ્રગાનની જેમ ઊભુ રહેવું ફરજીયાત કરવું જોઈએ. શું રાષ્ટ્રીય ગીતનું અપમાન કરનાર પર દંડ કે કાયદાકીય જોગવાઈ કરવી જોઈએ.

આ પગલા એવા સમયે લેવામાં આવી રહ્યા છે જ્યારે મોદી સરકાર વંદે માતરમનો આખુ વર્ષ ચાલનાર ઉત્સવ મનાવી રહી છે તો બીજી તરફ ભાજપે કોંગ્રેસ પર તૃષ્ટિકરણના રાજકારણને કારણે રાષ્ટ્રીય ગીતના મહત્વને ઓછું કરવાનો આરોપ લગાવ્યો છે.

vtv app promotion

આ પણ વાંચોઃ ચાર ધામથી ભક્તો માટે આવી ખુશખબરી, વાંચીને શ્રદ્ધાળુઓ ખુશીથી ઝૂમી ઉઠશે

વિવાદનું કારણ

1939ના કોંગ્રેસ અધિવેશનમાં વંદે માતરમના કેટલાક શ્લોકો દૂર કરવામાં આવ્યા હતા, ભાજપનો આરોપ છે કે આ નીતિએ ભાગલાનો પાયો નાખ્યો હતો, જ્યારે કોંગ્રેસનો દાવો છે કે ભાજપ ઇતિહાસને વિકૃત કરી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, વંદે માતરમને રાષ્ટ્રગીત જેવું માળખું આપવાની માંગ કરતી અનેક અરજીઓ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે.

કેન્દ્રની મોદી સરકારે 2022માં સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે રાષ્ટ્રગીત માટે હજુ સુધી આવી કોઈ દંડાત્મક જોગવાઈઓ જારી કરવામાં આવી નથી. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા લખાયેલ વંદે માતરમ, સ્વદેશી ચળવળ (1905-08) દરમિયાન સ્વતંત્રતા માટે સૌથી અગ્રણી સૂત્ર તરીકે ઉભરી આવ્યું હતું. સરકાર તેને તેના ભૂતપૂર્વ ગૌરવમાં પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

National song respect Modi government rule Vande Mataram protocol
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ