ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 01:47 PM, 23 January 2026
ADVERTISEMENT
ઉત્તરાખંડની વિશ્વ પ્રસિદ્ધ ચારધામ યાત્રાને લઈને આ વર્ષે શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર છે. વર્ષ 2026માં ચારધામ યાત્રા ગત વર્ષની સરખામણીમાં 11 દિવસ પહેલા શરૂ થવા જઈ રહી છે. યાત્રાની શરૂઆત 19 એપ્રિલના રોજ ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ ખુલવાની સાથે થશે. ગત વર્ષે ચારધામ યાત્રા 30 એપ્રિલે શરૂ થઈ હતી પણ આ વખતે તિથિના શુભ સંયોગના કારણે આ યાત્રા 19 એપ્રિલથી શરૂ થઈ જશે.
ADVERTISEMENT
યાત્રાનો સમય વધવાથી દેશ અને દુનિયાથી આવનારા શ્રદ્ધાળુઓને દર્શન માટે વધારે સમય મળશે આ સાથે જ સ્થાનિક હોટલ, વેપારી, ટેક્સી સંચાલકો અને વેપારીઓના ચહેરા પણ ખીલી ગયા છે. માનવામાં આવી રહ્યું છે કે વધારે સમય મળવાથી પર્યટન કારોબારમાં વધારો થશે.

ADVERTISEMENT
વર્ષ 2025ની યાત્રા ઘણી પરિસ્થિતિઓના કારણે પ્રભાવિત થઈ રહી હતી. સરદહદ પણ તણાવ અને ત્યારપછી ધરાલી તથા થરાલીમાં આવેલી પ્રાકૃતિક આપત્તિઓએ શ્રદ્ધાળુઓના રસ્તા અટકાવ્યા હતા. ઘણી વખત પ્રશાસને સુરક્ષા કારણોથી યાત્રા અટકાવી હતી. આ અનુભવોને જોતા આ વખતે પ્રશાસનિક મશીનરી પહેલાથી જ એલર્ટ મોડ પર છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ વસંત પંચમી પર સંગમ કિનારે શ્રદ્ધાળુઓની ઉમટી ભીડ, માઘ મેળાનું ચોથું મહાસ્નાન શરૂ
ADVERTISEMENT
ગઢવાલ કમિશ્નર વિનય શંકર પાંડેયે ઋષિકેશમાં યાત્રાની પ્રારંભિક તૈયારીઓની સમીક્ષા પુરી કરી લીધી છે. રસ્તાની મરામત, પીવાના પાણીની સુવિધા અને યાત્રિઓના રજિસ્ટ્રેશનને લઈને પ્લાનિંગ તૈયાર થઈ રહ્યું છે. ટૂંક સમયમાં મુખ્ય સચિવ લેવલ પર અંતિમ સમીક્ષા બેઠક કરવામાં આવશે જેથી યાત્રિઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT