બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / વસંત પંચમી પર સંગમ કિનારે શ્રદ્ધાળુઓની ઉમટી ભીડ, માઘ મેળાનું ચોથું મહાસ્નાન શરૂ

આસ્થા / વસંત પંચમી પર સંગમ કિનારે શ્રદ્ધાળુઓની ઉમટી ભીડ, માઘ મેળાનું ચોથું મહાસ્નાન શરૂ

Priyankka Triveddi

Last Updated: 09:38 AM, 23 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vasant Panchmi Magh Mela 2026: આજે દેશભરમાં વસંત પંચમીનો તહેવાર ઉજવાઇ રહ્યો છે. માઘ મેળામાં દર વર્ષે વસંત પંચમીના દિવસે મુખ્ય સ્નાન કરવામાં આવે છે. આજના દિવસે સંગમ પર મોટી સંખ્યામાં કલ્પવાસી, સાધુ-સંત અને ભક્તો ગંગા ઘાટમાં આસ્થાની ડૂબકી લગાવવા માટે વહેલી સવારથી જ પહોંચ્યા છે.

Vasant Panchmi Magh Mela 2026: આજે દેશભરમાં વસંત પંચમીનો તહેવાર મનાવાઈ રહ્યો છે. દર વર્ષે માઘ મહિનાના શુક્લ પક્ષની પાંચમ ( ઉત્તરભારત મુજબ)ના દિવસે વસંત પંચમીના પવન પર્વની ઉજવણી કરવામાં આવી છે. આ પર્વ જ્ઞાન, બુદ્ધિ અને વાણીની દેવી માતા સરસ્વતીને સમર્પિત છે. આ દિવસે માતા સરસ્વતીની વિશે પૂજા આરાધના અર્ચના વિધિ કરવામાં આવે છે. હિન્દુ માન્યતા છે કે માતા સરસ્વતી માઘ મહિનાના શુક્લ પક્ષની પાંચમ તિથીના દિવસે પ્રગટ થયા હતા.

વસંત પંચમીના દિવસે સ્નાનનું ખાસ મહત્ત્વ હોય છે. એવામાં આજે સ્નાન પર્વ પર સંગમ તટ પર આસ્થાનું ઘોડાપૂર જોવા મળ્યું. ગાઢ ધુમ્મસ અને ઠંડી વચ્ચે શ્રદ્ધાળુઓએ ગજકેસરી યોગમાં આસ્થાની ડૂબકી લગાવી હતી. મેળા પ્રાશસને પણ ચોથા મહાસ્નાનના પર્વ વસંત પંચમીને લઈને વ્યાપક વ્યવસ્થા કરી છે. મેળા ક્ષેત્રમાં સાડા 3 કિલોમીટર લાંબા સ્નાન ઘાટ તૈયાર કરવામાં આવ્યા છે. વસંત પંચમીના પર્વ પર આજે એક કરોડ શ્રધ્ધાળુઓ આસ્થાની ડૂબકી લગાવશે તેવું અનુમાન છે. વસંત પંચમીથી લઈને 26 જાન્યુઆરી સુધીના 4 દિવસોમાં લગભગ સાડા ત્રણ કરોડ લોકો સંગમ તટ પર આવશે તેવું અનુમાન છે. સ્નાન ઘાટ પર પોલીસ, NDRF, SDRF, ફ્લડ મેનજમેન્ટ કંપની PC અને ગોતાખોર તૈનાત છે. માઘમેળામાં નાનામાં નાની જગ્યાએ CCTV અને ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે.

માઘ મેળામાં દર વર્ષે વસંત પંચમીના દિવસે પ્રમુખ સ્નાન કરવામાં આવે છે. આ દિવસે મોટી સંખ્યામાં કલ્પવાસી, સાધુ સંત અને શ્રદ્ધાળુ સંગમ અને ગંગા ઘાટ પર આસ્થાની ડૂબકી લગાવવા માટે પહોંચહે છે. આજે માઘ મેળામાં વસંત પંચમીની મુખ્ય સ્નાન છે. વસંત પંચમીના દિવસે કલ્પવાસી, સાદું સંત અને શ્રદ્ધાળુ વહેલી પરોઢના ચાર વાગ્યાથી સંગમ અને ગંગામાં આસ્થાની ડૂબકી લગાવવા માટે જાય છે. આવો જ કઈંક નજારો આજે પણ જોવા મળ્યો છે. ચાલો જાણીએ કે આજના દિવસે સ્નાનનું શુબ મુહૂર્ત શું છે અને સાથે જાણીએ કે વસંત પંચમીના સ્નાનને વિશેષ કેમ માનવામાં આવે છે.

વસંત પંચમી 2026 સ્નાન શુભ મુહૂર્ત

વસંત પંચમી પર સંગમ અને ગંગા તટ પર સ્નાન બ્રહ્મ મુહૂર્તમાં શરૂ થઈ ગયું છે. આજે સવારે 5:26 વાગ્યાથી શાહી સ્નાનની શરૂઆત થઈ ગઈ છે. આ શુભ મુહૂર્ત 6:20 સુધી હતું. માઘ મેળામાં આજના દિવસે આ મુહૂર્તમાં સ્નાન વિશેષ ફળદાયી માનવામાં આવે છે. સવારે 8:33 મિનિટ પર ચંદ્રમાં મીન રાશિમાં ગોચર કરવાના છે. તો બીજી તરફ ગુરુ મિથુન રાશિમાં છે. એવામાં એ ગજકેસરી યોગ બનશે.

જ્યોતિષચાર્યના અનુસાર આ ગજકેસરી યોગના દુર્લભ સંયોગમાં શ્રદ્ધાળુઓ આસ્થાની ડૂબકી લગાવશે. આજે અમૃતકાલ મુહૂર્ત સવારે 9:31 વાગ્યાથી શરૂ થઈને 11:05 વાગ્યા સુધી રહેશે. આ મુહૂર્તમાં સ્નાનનું વિશેષ મહત્ત્વ છે. અભિજીત મુહૂર્ત બપોરે 12:11 વાગ્યાથી 12:54 મિનિટ સુધી રહેશે. આ મુહૂર્તમાં પણ સ્નાન કરી શકાય છે.

આ પણ વાંચો: ઉત્તર ભારતના હવામાનમાં અચાનક ફેરફાર, ઠંડી વચ્ચે વરસાદ અને ભારે પવન

vtv app promotion

વસંત પંચમીના દિવસે સ્નાન કેમ છે વિશેષ?

વસંત પંચમીના દિવસે સંગમ નગરીમાં ગંગા, યમુના અને સરસ્વતીના સંગમથી કે પછી ગંગા નદીમાં સ્નાન કરવાને અમૃત સ્નાન કહેવામાં આવે છે અને તેના લાભ મળે છે. આ સાથે જ વિદ્યાની દેવી માં સરસ્વતીની કૃપા પણ પ્રાપ્ત થાય છે અને વિદ્યા, બુદ્ધિ અને વિવેક વધે છે. આ દિવસે સંગમમાં સ્નાન કરવાથી પાપોનો નાશ થાય છે અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. જણાવી દઈએ કે માઘ મેળામાં પોશ પૂનમ, મકર સંક્રાતિ અને મૌની અમવાસ્યના સ્નાન કરી ચૂકયા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Magh Mela 2026, Magh Mela holy bath Vasant Panchami Snan
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ