બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:03 AM, 23 January 2026
Weather Update : ગુજરાત સહીત ઉત્તર ભારતમાં ઠંડી વચ્ચે હવામાનનો મૂડ અચાનક જ બદલાઈ ગયો છે. વાસ્તવમાં આજે એટલે કે 23 જાન્યુઆરી અને શુક્રવારે વહેલી સવારે દિલ્હી-એનસીઆર સહિત આસપાસના વિસ્તારોમાં હળવો વરસાદ અને જોરદાર પવન ફૂંકાયો. વરસાદ સાથે 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા લોકોની ઠંડી વધુ વધી છે.
ADVERTISEMENT
હવામાન વિભાગે શું કરી છે આગાહી ?
ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર દિલ્હી-એનસીઆર, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનના અનેક વિસ્તારોમાં આગામી કેટલાક કલાકો સુધી વાવાઝોડા, મધ્યમ વરસાદ અને તેજ પવનની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં પવનની ઝડપ 40થી 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.
ADVERTISEMENT
અનેક જિલ્લાઓ હાઈ એલર્ટ પર
હવામાન વિભાગે દિલ્હી ના તમામ જિલ્લાઓ માટે ચેતવણી જાહેર કરી છે. સાથે જ હરિયાણાના અંબાલા, કરનાલ, કુરુક્ષેત્ર, પંચકુલા અને યમુનાનગરમાં ખરાબ હવામાનની અસર જોવા મળી શકે છે. પંજાબના ચંદીગઢ, લુધિયાણા, પટિયાલા અને આસપાસના જિલ્લાઓમાં પણ વરસાદ અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. રાજસ્થાનના અજમેર, સીકર અને ઝુનઝુનુ જેવા વિસ્તારોમાં પણ હવામાન બગડવાની સંભાવના છે.
ADVERTISEMENT

આ તરફ વરસાદને કારણે દિલ્હી-એનસીઆરમાં હવાના પ્રદૂષણના સ્તરમાં ઘટાડો થઈ શકે છે. જોકે હવામાન વિભાગે લોકોને સાવધાન રહેવાની સલાહ આપી છે. ભારે પવન દરમિયાન ઝાડો કે નબળા બાંધકામની નજીક ન જવાનું અને બિનજરૂરી મુસાફરી ટાળવાની અપીલ કરવામાં આવી છે. વાહનચાલકોને ઓછી દૃશ્યતા અને પાણી ભરાવાની શક્યતાને ધ્યાનમાં રાખીને ધીમે અને સાવચેતીપૂર્વક વાહન ચલાવવાની સલાહ આપવામાં આવી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : વસ્તી ગણતરીના પ્રથમ તબક્કા માટે નોટિફિકેશન જારી, અધિકારીઓ પૂછશે આ 33 સવાલ
Travel Advisory
— IndiGo (@IndiGo6E) January 23, 2026
Due to snowfall in #Srinagar, flight operations, both take-offs and landings, have been temporarily put on hold. This may lead to extended wait times both onboard and on the ground.
To ensure we are ready for departure as soon as we receive clearance, our team…
ADVERTISEMENT
શ્રીનગરમાં બરફવર્ષા, ફ્લાઈટ સેવાઓ પ્રભાવિત
જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં બરફવર્ષાને કારણે હવાઈ મુસાફરી પર અસર પડી છે. ખરાબ હવામાનને કારણે લેન્ડિંગ અને ટેકઓફ અસ્થાયી રીતે રોકવામાં આવ્યા છે. આ કારણે અનેક ફ્લાઈટોમાં વિલંબ થવાની શક્યતા છે. એરલાઇન કંપની ઇન્ડિગોએ મુસાફરો માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે અને જણાવ્યું છે કે પરિસ્થિતિ સામાન્ય થતા જ ફ્લાઈટ કામગીરી ફરી શરૂ કરવામાં આવશે. મુસાફરોને એરપોર્ટ પર થોડી વધુ રાહ જોવી પડી શકે છે, પરંતુ તેમની સુવિધા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.