મીટૂ કેસમાં નામ સામે આવ્યા બાદ અને એના કારણે ફેન્ટમ કંપની બંધ થવાની સાથે જ વિકાસ બહલ ફિલ્મ સુપર 30 થી ક્વીનનો જાદુ કરનામાં નિષ્ફળ રહે છે.
કંગના રાણાવતની ફિલ્મ ક્વીનથી વિકાસ બહલ જોરદાર ચર્ચામાં રહ્યા હતા. દેશના પુરુષ પ્રધાન સમાજના દબદબાની વચ્ચે પ્રોગ્રેસિવ, ફેમિનિસ્ટ અને એન્ટરટેનિંગ ફિલ્મ બનાવીને વિકાસે મેનસ્ટ્રીમ ફિલ્મ લોકોને આપી હતી. આ ફિલ્મએ ઇન્ડસ્ટ્રીમાં એમને નામ આપ્યું સાથે કંગનાને પણ સ્થાપિત કરવામાં આ ફિલ્મએ મહત્વની ભૂમિકા નિભાવી.
સુપર 30 ની શરૂઆત થાય છે ફ્લેશબેકની સાથે. એક સારો સ્ટૂડેન્ટ આનંદનું એડમિશન કેમ્બ્રિજ યૂનિવર્સિટીમાં થાય છે પરંતુ આર્થિક સ્થિતિ ખરાબ હોવાને કારણે એનું એડમિશન થઇ શકતું નથી. આનંદના પિતાનું મૃત્યુ થઇ જાય છે અને એને એની મા ના હાથથી બનાવેલા પાપડ વેચીને ઘર ચલાવવું પડે છે.
જો કે આનંદના નસીબ બદલાય છે જ્યારે એને લલ્લન સિંહનો સાથ મળે છે. લલ્લન સિંહનું કિરદાર આદિત્ય શ્રીવાસ્તવએ નિભાવ્યું છે. લલ્લન આઇઆઇટીની તૈયારી કરી રહેલા બાળકો માટે એક કોચિંગ સેન્ટર ચલાવે છે અને આનંદને ટીચર તરીકે સામેલ કરે છે. જો તે જ્યારે આનંદને અહેસાસ થાય છે કે એના જેવા ઘણા બાળકો પોતાના સપનાનું આર્થિક તંગીના કારણે બલિદાન કરી રહ્યા છે તો એ પોતાની કમ્ફર્ટેબલ જીંદગીને છોડીને ફ્રી કોચિંગ સેન્ટર ખોલે છે.
ઋત્વિક રોશને આનંદ કુમાર લાગવાનો પ્રયત્ન કર્યો છે પરંતુ પોતાના બ્રાઉન શેડ્સમાં એ ઘણા સીન્સમાં પ્રભાવી લાગી રહ્યો નથી. એક બાજુ એની સ્કિનનું ખૂબ ધ્યાન રાખવામાં આવ્યું તો એની આંખો તરફ ધ્યાન આપવામાં આવ્યું નથી. ફિલ્મમાં ઋત્વિતની નેચરલ આંખો અહેસાસ થવા દેતી નથી કે એ ઋત્વિક નહીં પરંતુ આનંદ કુમાર છે.
ઋત્વિકની બિહારી એક્સેન્ટ સાંભળવામાં રસપ્રદ છે અને તે આ રોલને નિભાવવામાં સફળ રહે છે. પંકજ ત્રિપાઠી ફિલ્મમાં એજ્યુકેશન મિનિસ્ટર તરીકે જોવા મળે છે જેમનો કોચિંગ બિઝનેસ શાનદાર ચાલી રહ્યો છેતો બીજી બાજુ મૃણાવની પાસે થોડી સ્ક્રીન સ્પેસમાં ખાસ કંઇ કરવા માટે નહતું પરંતુ ઋત્વિતની સાથે સીન્સમાં થોડી પ્રભાવી લાગે છે. અનુરાગ કશ્યપની ઘણી ફિલ્મોમાં નજર આવી ચુકેલા આદિત્ય શ્રીવાસ્તવ પોતાની અદાકારીથી એક વખત ચોંકાવી દે છે.
જો કે 2 કલાક 42 મીનિટની આ ફિલ્મ થોડી લાંબી લાગે છે. ફિલ્મમાં ઋત્વિકની મૃણાલ સાથેની લવસ્ટોરી વાળો ભાગ આ કહાનીમાં કોઇ પ્રાસંગિકતા રાખતો નથી. સુપર 30ના કેટલાક ભાગ વધારે નાટકીય લાગે છે. એક બાળક જે આનંદની સુપર 30નો ભાગ બનવાના એક નંબર થી રહી જાય છે, એ થોડા કલાકોની મહેનત બાદ શાનદાર મ્યૂઝિકલ પરફોર્મન્સ આપે છે સાથે સાથે મહીનાની ટ્રેનિંગનો ભાગ ના બનવા છતાં પણ આઇઆઇટીની એક્ઝામમાં પાસ થઇ જાય છે.
આનંદ કુમારના નેતૃત્વમાં સુપર 30 એ દેશભરમાં કમાલ કર્યો છે. જો કે વિકાસ બહલના નેતૃત્વમાં આ ફિલ્મ પોતાનો કમાલ દેખાડવામાં ક્યાંક ચૂકી જાય છે.