બ્રેકિંગ ન્યુઝ
VTV / ટેક અને ઓટો / how to see someones whatsapp status without letting them know
ADVERTISEMENT
તમે કોઈનું સ્ટેટસ ચેક કર્યુ છે, તેની તેને ખબર પણ નહીં પડે
થોડા સમય પહેલાં વોટ્સએપે સ્ટેટસ લગાવવાનું પણ ફીચર બહાર પાડ્યુ હતુ. જેમાં તમે ઓડિયો-વીડિયો-ફોટો-મેસેજ ગમે તેવુ શેર કરી શકો છો. જોકે, ઘણાં યુઝર્સ એવા પણ છે, જે ક્યારેય એવુ ઈચ્છતા નથી કે તમે તેનું સ્ટેટસ જોઈ લીધુ તે તેમને દેખાય. તો અહીં જણાવવાનું કે વોટ્સએપમાં ઘણાં એવા હિડન ફીચર્સ પણ છે. જે અંગે કદાચ તમને જાણકારી નથી. બીજુ એક ફીચર એવુ પણ છે, જેના દ્વારા તમે ચુપકે-ચુપકે કોઈનું સ્ટેટસ જોઈ શકો છો. તે પણ તેની જાણકારી વિના. એટલેકે તમે તેનું સ્ટેટસ ચેક કર્યુ છે તે તેને ખબર પણ નહીં પડે.
ADVERTISEMENT

સામેવાળાને ખબર નહીં પડે કે તમે તેનું સ્ટેટસ જોયુ છે
ADVERTISEMENT
આપણે બધા વોટ્સએપ પર ખૂબ સક્રિય રહીએ છીએ. અહીં આપણે આપણું સ્ટેટસ પણ શેર કરીએ છીએ. જેમાં વીડિયો, ફોટો, કોઈ વિચાર વગેરે શેર કરીએ. આ સ્ટેટસ 24 કલાક બાદ જાતે ડિલીટ થઇ જાય છે. જ્યારે તમે સ્ટેટસના વ્યૂઈંગ ઓપ્શન પર ક્લિક કરો છો તો તમને ખબર પડી જાય છે કે તમારા સ્ટેટસને કોણે-કોણે અને ક્યારે જાયુ છે. પરંતુ શું તમે જાણો છો કે બીજી એક પદ્ધતિ પણ છે, જેને પગલે તમે પોતાના કોન્ટેક્સના સ્ટેટસ પણ જોઈ શકો છો અને સામેવાળાને તેની ખબર પણ નહીં પડે કે તમે તેનું સ્ટેટસ જોયુ છે.
Read Receipts ફીચર
ADVERTISEMENT
મહત્વનું છે કે, વોટ્સએપના લોકપ્રિય ફીચર્સમાંથી એક છે 'Read Receipts' ફીચર. Read Receipts ફીચર દ્વારા આપણને ખબર પડી જશે કે આપણો મેસેજ રિસિવર સુધી પહોંચી ગયો છે. ત્યારબાદ રિસીવર તરફથી મેસેજ વાંચી લીધા બાદ તે મેસેજ પર બ્લૂ કલર ટીક માર્ક થઇ જાય છે. જો તમે 'Read receipt' ફીચરને ડિસેબલ કરી નાખો છો, તો મેસેજ મોકલનારને ખબર પડશે નહીં કે તમે તેનો મેસેજ-સ્ટેટસ જોઇ લીધુ છે.

ADVERTISEMENT
તમે કોઈનું સ્ટેટસ ચુપકે-ચુપકે કેવીરીતે જોઈ શકો છો?
સૌપ્રથમ પોતાના વોટ્સએપને ઓપન કરો
હવે તમને વોટ્સએપની હોમ સ્ક્રીન પર જમણી બાજુ બાજી ત્રણ ડોટ્સ જોવા મળશે.
આ ત્રણ ડોટ્સ પર ટેપ કરવુ પડશે અને ત્યારબાદ તમને બીજા ઘણાં ઓપ્શન જોવા મળશે. આ ઓપ્શનમાંથી તમારે સેટીંગ્સ પર ટેપ કરવુ પડશે.
ત્યારબાદ તમારે એકાઉન્ટ ઓપ્શન પર ટેપ કરવુ પડશે.
આ કર્યા બાદ તમારે પ્રાઈવસીના ઓપ્શન પર ક્લિક કરવુ પડશે.
અહીં તમને Read receiptનો ઓપ્શન જોવા મળશે. જ્યાં તમારે આ ફીચરને ડિસેબલ કરવુ પડશે.
ADVERTISEMENT
.jpg)
તમે જેવુ Read receipt ફીચરને ડિસેબલ કરશો એટલે તરત તમને તમારા કોન્ટેક્સને આ વાતની જાણકારી મળવાનુ બંધ થઇ જશે કે તમે તેના વોટ્સએપ સ્ટેટસને જોયુ છે કે નહીં. જોકે, આમ કર્યા બાદ તમે જાતે જોઈ શકશો નહીં કે તમારું સ્ટેટસ કોણે-કોણે જોયુ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.