ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / head clerk exam 2021 paper leak claim AAP leader YuvrajSinh
ADVERTISEMENT
ADVERTISEMENT
બિન સચિવાલય બાદ હવે હેડ ક્લાર્કની પરીક્ષાનો વિવાદ સર્જાયો છે. રવિવારે ગૌણ સેવા પસંદગી મંડળે હેડ ક્લાર્કની 189 જગ્યા માટે પરીક્ષા યોજી હતી. ત્યારે હવે આ હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર એક દિવસ અગાઉ લીક થયાનો AAP પાર્ટીના યુવાનેતા યુવરાજસિંહે દાવો કર્યો છે. પેપર લીક થયાના પુરાવા સાથે યુવરાજસિંહે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, હિંમતનગરના પુસા ફાર્મહાઉસથી પેપર લીક થયું છે. લીક થયેલું પેપર 16 ઉમેદવારને મોકલવામાં આવ્યું છે. રૂ.10થી 12 લાખમાં પેપરનું વેચાણ થયુ હોવાનો પણ દાવો કરાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હેડ ક્લાર્ક માટે કુલ 2 લાખ 41 હજાર 400 ઉમેદવારો પરીક્ષા આપી હતી. 782 પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા યોજાઇ હતી. જેમાં ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને જામનગરના કેન્દ્રો પર બપોરે 12થી 2 પરીક્ષા લેવાઇ હતી.
સંકળાયેલા મુદ્દાઓ