ન્યૂઝ અપડેટ્સ
VTV / Tech & Auto / Hackers can hijack your smart speaker with a simple laser pointer
ADVERTISEMENT
ADVERTISEMENT
છેલ્લા થોડા સમયથી સ્માર્ટ સ્પીકર્સનો ટ્રેન્ડ વધ્યો છે. ત્યારે હવે એવા અહેવાલો આવ્યા છે કે ગુગલ આસીસ્ટન્ટ,એલેકસા કે પછી સીરી જેવા વોઇસ આસીસ્ટન્ટથી ઓપરેટ થઇ શકતા સ્માર્ટ સ્પીકર્સ પણ સલામત નથી.
ADVERTISEMENT
સ્માર્ટ સ્પીકર લેસર લાઇટ કમાન્ડથી થઇ શકે હેક
સ્માર્ટ સ્પીકરમાં જાણે –અજાણે યુઝર તેની ઘણી માહિતી આપી દેતા હોય છે. નિષ્ણાતો કહે છે કે સ્માર્ટ સ્પીકર લેસર લાઇટ કમાન્ડથી હેક થઇ શકે છે. એક રિસર્ચમાં નિષ્ણાતો એ જોયું કે હેકર્સ તમારા ઘર કે ઓફિસથી થોડે દુરથી ચોક્કસ ફ્રિકવન્સીની લાઇટ ફેંકીને હેકિંગ કરી શકે છે. તેથી સ્માર્ટ સ્પીકરની કંપનીઓએ તેમાં ખાસ કરીને માઇક્રોફોન પર લાઇટ શીલ્ડ લગાવવા જોઇએ.
ADVERTISEMENT
કોઇપણ વ્યક્તિ ફલેશ લાઇટ કે લેસર પોઇન્ટરથી સ્પીકરને કરી શકે છે કન્ટ્રોલ
એમેઝોન અને ગુગલે પણ નિષ્ણાતોની ચેતવણી અંગે તપાસ કરવાની ખાતરી આપી છે.એપલે આ અંગે કસું કહેવાનો ઇન્કાર કર્યો છે. ફેસબુકે તો કોઇ જવાબ પણ આપ્યો નથી. કોઇ જાણકાર વ્યકિત ફલેશ લાઇટ કે લેસર પોઇન્ટરથી 350 ફુટ દુરથી પણ ફેંકીને આસાનીથી સ્માર્ટ સ્પીકરના વોઇસ આસીસ્ટન્ટને કન્ટ્રોલ કરી શકે છે.
ADVERTISEMENT
ગેરેજમાં વપરાતા સ્માર્ટ લોક પણ આસાનીથી ખોલી શકાય છે
ADVERTISEMENT
તેમ યુનિવર્સિટી ઓફ મિશિગન,જાપાનની યુનિવર્સિટી ઓફ ઇલેક્ટ્રો-કમ્યુનિકેસન્શના સંશોધકોએ લાઇટ સોર્સથી સ્માર્ટ સ્પીકર કન્ટ્રોલ કરવાની રીત અંગે ટેસ્લા,ફોર્ડ,એમેઝોન,એપલ અને ગુગલને જાણ કરી હતી. માત્ર સ્પીકર જ નહીં લાઇટથી ગેરેજમાં વપરાતા સ્માર્ટ લોક પણ આસાનીથી ખોલી શકાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો