ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / શોકમગ્ન! ગુજરાતના જાણીતા કથક નૃત્યાંગના કુમુદિની લાખિયાનું નિધન, પદ્મ વિભૂષણથી હતા સન્માનિત
Last Updated: 01:01 PM, 12 April 2025
ADVERTISEMENT
ગુજરાતના જાણીતા કથક નૃત્યાંગના કુમુદિની લાખિયાનું નિધન થયું છે. 95 વર્ષની વયે કુમુદિની લાખિયાએ અંતિમ શ્વાસ લીધા છે. જેમને પદ્મ વિભૂષણથી સન્માનિત પણ કરાયા હતા. જેમનો જન્મ 17 મે 1930ના રોજ અમદાવાદમાં થયો હતો
ADVERTISEMENT

કુમુદિની લાખિયા ભારતીય કથક નૃત્યાંગના અને કોરિયોગ્રાફર હતા
ADVERTISEMENT
કુમુદિની લાખિયાએ અમદાવાદમાં કદમ્બ સ્કૂલ ઓફ ડાન્સ એન્ડ મ્યૂઝિકની સ્થાપના કરી હતી. તેઓ એક સફળ ભારતીય કથક નૃત્યાંગના અને કોરિયોગ્રાફર હતા. ગોપી કૃષ્ણ સાથે હિન્દી ફિલ્મ ઉમરાવ જાનમાં કોરિયોગ્રાફી તરીકે કામ કર્યું હતું. કથક નૃત્યકારો અદિતી મંગલદાસ, વૈશાલી ત્રિવેદી, સંધ્યા દેસાઈ, દક્ષા શેઠ, મૌલિક શાહ, ઇશિરા પરીખ, પ્રશાંત શાહ, ઊર્જા ઠાકોર અને પારુલ શાહ સહિતના કલાકારોએ તેમની પાસેથી નૃત્યનું જ્ઞાન મેળવેલું છે.
આ પણ વાંચો: સુરતમાં સરકારી શાળા એડમિશન લેવા વાલીઓની પડાપડી, ખાનગી છોડવાનું કારણ સૌ કોઈનું એક
ADVERTISEMENT
જેમને અનેક પુરસ્કારો અને સન્માન મળેલા
જેમને 1987માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રી તેમજ 2010માં પદ્મ ભૂષણ તો 1982માં સંગીત નાટક અકાદમી દ્વારા સંગીત નાટક અકાદમી પુરસ્કાર તેમજ વર્ષ 2002-03 માટે કાલિદાસ સન્માન અને 2011માં સંગીત નાટક અકાદમી દ્વારા સંગીત નાટક અકાદમી ટાગોર રત્ન આપવામાં આવેલું છે. કેરળ સરકાર દ્વારા ગુરુ ગોપીનાથ દેસીયા નાટ્ય પુરસ્કારમ (2021) આપવામાં આવેલો તો કલા ક્ષેત્રમાં યોગદાન બદલ વર્ષ 2025 માટે પદ્મ વિભૂષણથી પણ સન્માનિત કરવામાં આવેલા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.