ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતમાં સરકારી શાળા એડમિશન લેવા વાલીઓની પડાપડી, ખાનગી છોડવાનું કારણ સૌ કોઈનું એક
Last Updated: 12:20 PM, 12 April 2025
ADVERTISEMENT
બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે માતા-પિતા મોંઘામાં મોંઘી શાળાને પસંદ કરતા હોય છે. ફી મોંઘી હોવા છતા કોઈ પણ સગવડ કરે છે, પણ બાળકોના ભણતર સાથે કોઈ બાંધછોડ કરવા તૈયાર થતા નથી. આનું કારણ છે કે, વાલીઓ એવું સમજે છે કે, બાળકોને સરકારી શાળા કરતા ખાનગી શાળાઓમાં સારુ શિક્ષણ મળશે, પણ આ બધાથી વિપરીત હવે વાલીઓ પોતાની પસંદગી સરકારી શાળા પર ઉતારી રહ્યા છે.
ADVERTISEMENT

સરકારી શાળામાં પ્રવેશ માટે પડાપડી
ADVERTISEMENT
સુરતમાં સરકારી શાળામાં બાળકોના પ્રવેશ માટે વાલીઓ પડાપડી કરી રહ્યા છે. ઉતરાણ વિસ્તારની શાળા નંબર 334, 346, 355માં બાળકોને એડમિશન માટે સવારથી જ માતા-પિતાએ લાંબી લાંબી લાઈન લગાવી છે. માત્ર 500 બેઠક માટે 5 હજાર જેટલા વાલીઓ ઉમટી પડ્યા છે. જે હવે ખાનગી શાળાની કથડતી સ્થિતિ ઉજાગર કરે છે અને એ દર્શાવે છે કે, સરકારી શાળામાં ભણતરનું સ્તર ઉંચું આવી રહ્યું છે. ખાનગી શાળામાં મળતું ઊંચુ ભણતર સરકારી શાળામાં મળતું હોય તો, વાલીઓ ખાનગી શાળાઓમાં મોંઘી મોંઘી ફી કેમ ભરે..?

ADVERTISEMENT
''શિક્ષણ અને પૈસાને કોઈ લેવા દેવા હોતો નથી''
ADVERTISEMENT
શાળાના આચાર્ય ચેતન હિરપરાએ કહ્યું કે, ''સરકારી શાળામાં ભણીને અત્યારે લોકો દેશ ચલાવી શકે તેવા તૈયાર થયેલા છે અને શિક્ષણ અને પૈસાને કોઈ લેવા દેવા હોતો નથી જ્યાં વધારે ફી હોય ત્યાં સારો શિક્ષણ હોય તેવું જરૂરી હોતું નથી. અહી ત્રણ શાળા ચાલે છે જ્યાં શિક્ષણની સાથે સાથે સંસ્કારલક્ષી શિક્ષણ આપવામાં આવે છે. ડિગ્રીની સાથે જિંદગીના ગુણ પણ મહત્વના હોય છે જે ખીલે તે પણ મહત્વના હોય છે'' વધુમાં કહ્યું કે, ''500ની સામે દર વર્ષે 4થી 5 હજાર ફોર્મ આવે છે અને તેની સામે 500થી 600ને પ્રવેશ આપી શકતા હોઈ છીએ. તમામની હાજરીમાં અમે ડ્રો કરીએ છીએ જેમાં જેના નામ આવે તેને એડમિશન મળે છે''
સંકળાયેલા મુદ્દાઓ