ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / 'હું પ્રોબ્લેમ કહી શકું તેમ નથી, મમ્મી પપ્પા તમે..', વડોદરાના વેપારીનો દીકરો થયો ગુમ, છેલ્લે લખ્યું લાસ્ટ લોકેશન

ઘટના / 'હું પ્રોબ્લેમ કહી શકું તેમ નથી, મમ્મી પપ્પા તમે..', વડોદરાના વેપારીનો દીકરો થયો ગુમ, છેલ્લે લખ્યું લાસ્ટ લોકેશન

Published By: Dinesh Chaudhary

Last Updated: 10:51 AM, 12 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અંજલે ચિઠ્ઠીમાં લખ્યું છે કે, ''મે મારી મરજીથી મરવા જઉ છું કોઈ ના દબાણમા આવીને મે આ કામ કરતો નથી, તો પ્લીઝ મારા ગયા પછી કોઈને હેરાન ના કરતા પ્લીઝ''

ADVERTISEMENT

વડોદરાના જરોદ ગામના વેપારીનો દીકરો ગુમ થયો છે. ગુમ થયા પહેલા ચિઠ્ઠી મુકીને પરિવાર પાસે માફી માગી છે. જેણે પોતાના ભાઇને મમ્મી, પપ્પાનું ધ્યાન રાખવાની અપીલ કરી છે તો કોઇ અંગત કારણોસર મૃત્યુને ગળે લગાવતો હોવાનો ચિઠ્ઠીમાં ઉલ્લેખ કર્યો છે અને મોતનું કારણે શોધવા પ્રયાસ ન કરવા કહ્યું છે.

ANJAL

ચિઠ્ઠી લખી ઘરેથી નીકળી ગયો યુવક

જરોદ ગામનો અંજલ ગજાણી નામનો યુવક ગુમ થતાં પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ધોરણ 12 સુધી અભ્યાસ કરેલો અંજલ નોકરી કરતો હતો અને જેણે ચિઠ્ઠીમાં ખંડીવાડા નર્મદા કેનાલનો ઉલ્લેખ કર્યો છે જેના પગલે યુવકે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું હોવાની પરિવારને આશંકા છે. જેના પગલે કેનાલમાં શોધખોળ હાથ ધરવામા આવી છે.

VADODARA 1

''હેલ્લો માય ડિયર ફેમિલી''

અંજલે ચિઠ્ઠીમાં લખ્યું છે કે, ''હેલ્લો માય ડિયર ફેમિલી, મે તમારો લાડલો દીકરો અંજલ. આજે તમને બધાને મૂકીને દૂર જઈ રહ્યો છું, મારા માટે તમે જે કર્યું તે માટે તમારો ખુબ ખુબ આભાર. પ્લીઝ મને માફ કરી દેજો. માનું છું કે, મે માફી ના લાયક નથી પણ થઈ શકે તો માફ કરી દેજો. મે મારા વ્યક્તિગત પ્રોબ્લેમથી આ કામ કરવા જઈ રહ્યો. મારા ગયા પછી મારા ફ્રેન્ડ, મારી ફેમિલી કે મારા કોઈપણ પોતાના વ્યક્તિને હેરાન ના કરતા પ્લીઝ.મારૂ કરવાનું કારણ મે નહી કહી શકતો પણ એ કારણ શોધવાની કોશીશ પણ ના કરતા તમે બધા પ્લીઝ''.

આ પણ વાંચો: આ તારીખમાં ગુજરાતના વાતાવરણમાં નવાજૂની, હવામાન વિભાગે ગરમી તો અંબાલાલે કરી ચક્રવાતની આગાહી

''મે મારી મરજીથી મરવા જઉ છું..''

વધુમાં લખ્યું છે કે, ''મે મારી મરજીથી મરવા જઉ છું કોઈ ના દબાણમા આવીને મે આ કામ કરતો નથી, તો પ્લીઝ મારા ગયા પછી કોઈને હેરાન ના કરતા પ્લીઝ, સોરી ગુડ બાય માય ઓલ ફ્રેન્ડ્સ મારી મમ્મીનું ધ્યાન રાખદ જો મારી ભાઈ. મારા ભાઈ રાહુલ મમ્મી પપ્પાને સાચવી લેજે ભાઈ પ્લીઝ. સોરી થઈ શકે તો માફ કરી દેજો પ્લીઝ. મારો ફોન અને બાઈક મુકીને જાવ છું એ વેચી દેજો પ્લીઝ..લોકેશન ખંડીવાડા કેનાલ (અંજલ જે)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vadodara Youth Missing Vadodara Crime News Vadodara Anjal Missing

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ